બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Drug peddlers lure young women into sex racket, big revelation in international drug racket in Bopal

ડ્રગ્સકાંડ / ગુજરાતમાં ડ્રગ્સનો ગોરખધંધો : ડ્રગ્સ પેડલર યુવતીઓને ફસાવી ચલાવે છે સેક્સ રેકેટ, થયો મોટો ઘટસ્ફોટ

Kiran

Last Updated: 12:49 PM, 6 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બોપલમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં મોટો ખુલાસો, વંદિત પટેલની પૂછપરછમાં ઉદ્યોગપતિ અને બિલ્ડરની યુવતીઓની પણ સંડોવણી સામે આવી, ડ્રગ્સ પેડલર યુવતીઓને ફસાવી ચલાવે છે સેક્સ રેકેટ

  • બોપલમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં મોટો ખુલાસો
  • ડ્રગ્સ પેડલર યુવતીઓને ફસાવી ચલાવે છે સેક્સ રેકેટ
  • યુવતીઓ ડ્રગ્સ માટે કંઇ પણ કરવા થઇ જાય છે તૈયાર

અમદાવાદના બોપલમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સ પેડલિંગમાં યુવતીઓની પણ સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. વંદિત પટેલની પૂછપરછમાં ઉદ્યોગપતિ અને બિલ્ડરની યુવતીઓની પણ સંડોવણી સામે આવી છે. ડ્રગ્સના બંધાણી નબીરાઓ ડ્રગ્સ પેડલર બની ગયા હોવાનું તપાસમાં ખુલ્યું છે ત્યારે ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામી સાથે કનેક્શનની પણ તપાસ શરૂ કરાઇ છે. ડાર્ક વેબ પર જઇ અને વિદેશથી ડ્રગ્સ મગાવાતું હતું. 

ડ્રગ્સ માટે યુવતીઓ પાસે પેડલરો કરાવે છે દેહવેપાર

ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં શ્રીમંત પરિવારના દીકરા-દીકરીઓની સંડોવણી સામે આવતા ખળભળાટ મચી ગયો છે પોલીસે હજુ સુધી આ નબીરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી નથી  ત્યારે અનેક સવાર ઉઠી રહ્યા છે.  ડ્રગ્સની આડમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનો પણ મોટો ખુલાસો થયો છે.  ડ્રગ્સ પેડલર યુવતીઓને ફસાવીને સેક્સ રેકેટ ચલાવતા એટલું જ નહીં યુવતીઓ ડ્રગ્સ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતી, ડ્રગ્સના નશાના પૈસા માટે યુવતીઓ દેહવેપાર માટે પણ તૈયાર થઇ જાય છે તેવો પણ ખુલાસો થયો છે. યુવતીઓ પાસે પેડલરો દેહવેપાર કરવાતા હોવાનું ખુલ્યું છે. યુવતીની નબળાઇનો ઉપયોગ કરી ડ્રગ્સ પેડલર સેક્સ રેકેટ ચલાવતા હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

ડ્રગ્સ પેડલિંગમાં યુવતીઓની સંડોવણી

અમદાવાદના બોપલ હાઇપ્રોફાઇલ ડ્રગ્સ રેકેટેમાં મુખ્ય આરોપી વંદિત પટેલની પૂછપરછમાં વધુ નામ સામે આવ્યા છે..અન્ય 7 જેટલા ડ્રગઝ પેડલરોને નામ સામે આવતા ખળભળાટ મચ્યો છે. આરોપીના કબૂલાત નામા મુજબ 5 પેડલરો અમદાવાદના, 2 પેડલરો વાપી, દમણ બાજુના હોવાનું સામે આવ્યું છે.ત્યારે ગ્રામ્ય પોલીસની રડારમાં તમામ પેડલરો છે.ગ્રામ્ય પોલીસ દ્વારા કુલ ચાર ટિમો બનાવાઈ છે.

ક્રિપ્ટો કરન્સીથી ડ્રગ્સ મંગાવી બાળકોને વેચતા

ગુજરાતની શાળાઓના બાળકોને ડ્રગ્સની લતે ચાવવાના કાવતરાનો મોટો પર્દાફાશ થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ મામલે ખુલાસો કરતા કહ્યું કે, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતો વંદિત પટેલ અને અન્ય ત્રણ સાગરીતો  વેબસાઈટ પરથી ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી એર કાર્ગો મારફત ડ્રગ્સ મંગાવી અમદાવાદ સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા. આ યુવકોએ છેલ્લા બે વર્ષમાં રૂ.10 કરોડના ડ્રગ્સની ડિલિવરી મેળવી હતી અને અંદાજે રૂપિયા 4 કરોડના ક્રિપ્ટો કરન્સી વ્યવહાર કર્યા હતા.  વિદેશથી મંગાવાયેલા આ ડ્રગ્સ ને ગુજરાત સહિત અન્ય રાજ્યોના એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યૂટસના  વિધાર્થીઓને સપ્લાય કરાતા હતા. 

300 વખતથી વધુ ડ્રગ્સ મગાવ્યું

અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી અને સાયબર ક્રાઈમની ટીમે તેમના ટેક્નિકલ અને અન્ય સોર્સની તપાસ કરતાં આરોપીએ અલગ-અલગ 50 જેટલી વ્યક્તિઓનાં નામ-સરનામા પર 300થી વધુ વખત ડ્રગ્સ મગાવી ચૂક્યો હોવાની  વાત સામે આવી હતી. આ ઉપરાંત પોલીસે બે ડ્રગ પેડલરની પણ ધરપકડ કરી છે. સમગ્ર રેકેટનો માસ્ટર માઈન્ડ કહેવાતો વંદિત પટેલ ટેલીગ્રામ અને સ્નેપચેટ એપ્લિકેશનનાં માધ્યમથી ગ્રાહકોનો સંપર્ક કેળવતો હતો.

વંદિતની મોડસ ઓપરેન્ડી કેવી હતી ?

સ્કૂલના વિધાર્થીઓને ડ્રગ્સ સપ્લાય કરવામાં પાવરધો મનાતો વંદિત પ્રતિબંધિત નશીલો પદાર્થ મંગાવતો અને મોટા ભાગે રહેણાક વિસ્તારના બંધ મકાનને 'ટાર્ગેટ' કરતો હતો. બંધ રહેલા મકાનના સરનામે પાર્સલ મંગાવતો અને બાદમાં ટ્રેક કરી ડીલીવરી એજન્ટને મળીને ડીલીવરી મેળવી લેતો હતો. છેલ્લા બે વર્ષમાં વંદિત હિમાચલ પ્રદેશ,મુંબઈ ઉપરાંત વિદેશમાંથી એમ મળીને અંદાજે 100 કરોડથી વધુ કિમતનાં ડ્રગ્સનો જથ્થો મેળવી ચુક્યો છે. આ જથ્થાની અંદાજે કિમત રૂપિયા 8 થી 10 કરોડ જેટલી થવા જાય છે. વંદિત  ઇથરીયમ લાઇટ કોઇન, બીટકોઇન જેવી કરન્સી મારફતે વ્યવહાર કરતો હતો. 

અત્યાર સુધી 4 ઝબ્બે, બીજા માફિયાઑ ક્યારે ઝડપાશે?

વંદિત પટેલ ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓની આડમાં અમેરિકાથી ડ્રગ્સ મંગાવતો હોવાની વાત પણ સામે આવી છે. હવે, જે પાર્સલ રિસીવ નથી થયા તે પાર્સલ પોલીસ કબજે લેશે. આ કેસમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.હજુ પણ કેટલાક સાગરીતો પોલીસ રડારમાં છે. વંદિત પટેલ સહિતના ચારેય આરોપીઓની પૂછ પર્છ્માં વધુ ખુલાસા થાય તેવું મનાય છે, ત્યારે આ ડ્રગ્સ રેકેટના ખેપિયાઓને પણ પોલીસ દબોચી લેશે. આ ચાર આરોપીઓમાં વંદિત પટેલ સાથે પાર્થ શર્મા, સંજયગિરી ગોસ્વામી, ઝીલ પરાતેની ધરપકડ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ