બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / Drinking water also improves sleep and is beneficial for stomach and screen

Health / રાત્રે ભરઉંઘમાં અચાનક લાગે છે ઠંડી? તો સૂતા પહેલા પાણી પીવાનું કરી દેજો ચાલુ, રિસર્ચમાં થયા ભરપેટ ખુલાસા

Kishor

Last Updated: 01:14 AM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાણી શરીર માટે ખૂબ મહત્વ ધરાવે છે. પાણી પીવાથી ઊંઘ પણ સારી આવે છે અને પેટ અને સ્ક્રીન માટે પણ ફાયદાકારક છે.

  • પાણી, આહાર અને ઊંઘ મનુષ્યના શરીરમાં ખૂબ જ ઉપયોગી
  • પાણીનું શરીરમાં પણ ખૂબ મહત્વ
  • પાણી પેટ અને સ્ક્રીન માટે પણ ફાયદાકારક

પાણી, આહાર અને ઊંઘ મનુષ્યના શરીરમાં ખૂબ જ ઉપયોગી બાબત છે. જો શરીરને ઊંઘ, આહાર યોગ્ય આપવામાં ન આવે ત્યારે શરીરમાં ધીમે ધીમે અનેક રોગ ઘર કરવા માંડે છે. તેમજ પાણીનું પણ ખૂબ મહત્વ છે. પાણી પીવાથી ઊંઘ પણ સારી આવે છે અને પેટ અને સ્ક્રીન માટે પણ ફાયદાકારક છે. અયોગ્ય આહારના પરિણામે ઘર કે ઓફિસમાં ફ્રેશ ફિલ કરી શકતા નથી. ત્યારે આળસ અને સુસ્તીથી બચવા માટે શું કરવું જોઈએ આવો જાણીએ વિસ્તારથી!

શિયાળામાં ક્યારે, કેટલું અને કેવું પાણી પીવું જોઈએ? જાણો પાણી પીવાની સાચી  રીત વિશે | When, how much and how to drink water in winter? Learn about the  correct way to drink


ડૉક્ટરોનું કહેવું છે કે રોગથી બચવા સમયસર ઊંઘ લેવાનો પ્રયાસ કરવો જોઈએ. રાત્રે સૂવા જાવ જતી વેળાએ ફોન, લેપટોપ, ટીવી તમારાથી દૂર રાખો, કારણ કે ફોન કે લેપટોપને ખોલીને સ્ક્રોલ કરતાની સાથે જ ઊંઘ ઊડી જાય છે. વધુમાં મહત્વની વાત એ પણ છે કે મોડી રાતે ચા કે કોફી ક્યારેય ન પીવા જોઈએ.

જમ્યાના તરત બાદ તમે પણ પાણી પીવો છો તો થઇ જાવ સાવધાન, થઇ શકે છે ડાયાબિટીસ |  If you also drink water immediately after meals, be careful, diabetes can  occur.

સૂતા પહેલા પાણી પીવું જોઈએ

ડોક્ટરનું માનીએ તો રાતે સૂતા પહેલા પાણી પીવું જોઈએ. પાણી પીવાથી સારી ઊંઘ આવે છે. જો તમે રાત્રે પાણી પીધા પછી સારી રીતે સૂઈ જાઓ છો, તો તે તમારી ત્વચા, પેટ અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તબીબો રાત્રે સૂતા પહેલા પાણી પીવુંએ ઔષધ સમાન ગણ્યું છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે જો તમે સૂતા પહેલા રૂમના તાપમાન પ્રમાણે પાણી પીશો તો સવારે ત્વચા ચમકી ઉઠશે. તથા પેટ પણ સાફ રહે છે  અને એનર્જી પણ રહેશે.

આવું કહે છે સંશોધન

નિષ્ણાતોના કહેવા પ્રમાણે સૂતા પહેલા પાણી પીવાથી તમારા શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. જેના કારણે તમે હાઈડ્રેટ રહેશો. ડિહાઇડ્રેશનના કારણે ઘણા લોકોને સૂતી વખતે ખૂબ ગરમી કે ઠંડી લાગે છે. જો તમે સૂતા પહેલા પુષ્કળ પાણી પીઓ છો, તો તમારા શરીરનું તાપમાન સામાન્ય રહે છે.જેથી તમે ઠંડી કે ગરમી અનુભવી શકશો નહી. તેમ રિસર્ચમાં દાવો કરાયો છે. તેના ફાયદાની વાત કરીએ તો તમે સૂતી વખતે હાઇડ્રેટેડ રહેશો. વર્ષ 2014માં 'નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન'માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, પાણીની ઉણપ મૂડ સ્વિંગનું મુખ્ય કારણ બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ