બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / drinking coriander water on an empty stomach in the morning gives you many benefits

હેલ્થ ટિપ્સ / સવાર-સવારમાં રોજ ખાલી પેટ પીઓ કોથમીરનું પાણી, મળશે કબજિયાતથી લઇને અનેક સમસ્યાઓથી રાહત

Arohi

Last Updated: 09:37 AM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Drink Coriander Water On Empty Stomach: સવારે ખાલી પેટે કોથમીરનું પાણી પીવાથી ઘણા ફાયદા મળે છે. કોથમીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

  • સવારે ખાલી પેટે પીવો કોથમીરનું પાણી 
  • સ્વાસ્થ્યને થશે ઢગલાબંધ ફાયદા 
  • કબજિયાત અને અનેક સમસ્યાઓથી મળશે રાહત

સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે કોથમીરનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કોથમીર એક એવું સુપરફૂડ છે જેમાં ઘણા પોષક તત્વ મળી આવે છે. કોથમીરના પાન અને બીજ સૌથી ફાયદાકારક હોય છે. સવારે ખાલી પેટે કોથમીરનું પાણી પીવાથી શરીરને ઘણા પ્રકારના લાભ મળે છે. 

આ પાચન શક્તિઓને વધારે છે. વજન નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. ત્વચા માટે ફાયદાકારક હોય છે અને શરીરનું ડિટોક્સ પણ કરે છે. આવો જાણીએ સવારે ખાલી પેટે કોથમીરનું પાણી પીવાના ફાયદા વિશે. 

એસિડિટીમાં ફાયદાકારક 
કોથમીરનું પાણી એસિડિટી કે પિત્તને ઓછુ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. કોથમીરમાં રહેલા ગુણ પેટ માટે ફાયદાકારક છે. કોથમીરનું પાણી પીવાથી પેટમાં એસિડનું સ્તર ઓછુ થાય છે અને તેનાથી એસિડિટીથી થતી બળતરા અને દુખાવો ઓછો થાય છે. 

કોથમીરના બીજોમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે એસિડિટીના કારણે થતી મુશ્કેલીઓને ઓછુ કરે છે. સવારે ખાલી પેટે કોથમીર પાણી પીવાથી પેટ સંબંધી તકલીફોમાં રાહત મળે છે. 

વજન ઓછુ કરે છે કોથમીર 
કોથમીરનું પાણી વજન કંટ્રોલ અને વજન ઘટડાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. કોથમીરમાં હાજર ફાઈબર પેટને ભરેલું રાખે છે અને ભૂખ ઓછુ કરે છે. આ પાચન ક્રિયાને સુધારી વજન નિયંત્રણ કરવામાં મદદ કરે છે. કોથમીરમાં હાજર પોલિફેનોલ એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ચર્બીને ઓગાળવામાં મદદ કરે છે. 

કબજીયાતને દૂર કરે છે 
કોથમીરનું પાણી કબજીયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. કોથમીરમાં હાઈ ફાઈબર મળી આવે છે જે પાચનમાં સુધાર કરે છે. કોથમીરના બીજમાં હાજર થાઈમોલ નામનું દ્રવ્ય પાચન રસના સ્ત્રાવને વધારે છે જે કબજીયાતમાં રાહત આપે છે. સાથે જ કોથમીરના પાણીનું સેવન કરવાથી શરીરમાં પાણીનું પ્રમાણ વધારે છે જે કબજીયાતને દૂર કરનામાં મદદ કરે છે.

થાયરોઈડમાં ફાયદાકારક 
થાયરોઈડની સમસ્યામાં કોથમીર એક પ્રાકૃતિક ઉપાયના રૂપમાં કામ કરે છે. કોથમીરના બીજો અને પાનમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે થાયરોઈડના કામને યોગ્ય બનોવવામાં મદદ કરે છે. આને તમે સવારે ખાલી પેટે પી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ