બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Drink Sufficient water to keep your body hydredated and healthy

તમારા કામનું / શિયાળામાં કેટલું પાણી પીવું જોઈએ? ઓછું પાણી પીતા હોય તો ચેતી જજો, આ બીમારીઓને આપશો નોતરું

Vaidehi

Last Updated: 06:32 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે તેવી જ રીતે સાફ પાણી પીવું પણ જરૂરી છે. જો યોગ્ય માત્રાથી ઓછું પાણી પીવામાં આવે તો શરીરને નુક્સાન થઈ શકે છે.

  • શિયાળાની સીઝનમાં સતત પાણી પીવું જોઈએ
  • ઓછું પાણી પીવાથી શરીરને થાય છે નુક્સાન
  • ડિહાઈડ્રેશનને લીધે અનેક પ્રકારની બીમારીઓ જન્મ લે છે

વાતાવરણાં ફેરફાર થાય તે સાથે જ આપણી લાઈફસ્ટાઈલમાં પણ ફેરફાર થવા લાગે છે. શિયાળામાં ઘણાં એવા લોકો હોય છે જે ઘણું ઓછું પાણી પીતાં હોય છે. આ આદતનાં લીધે હાઈડ્રેશનની ઊણપ શરીરમાં સર્જાઈ શકે છે.  પાણી આપણાં શરીરમાં ન્યૂટ્રિએંટ્સ અને ઓક્સીજનને શરીરની કોશિકાઓ સુધી પહોંચાડવાનું કામ કરે છે.  આ સિવાય પાણી પીવાથી આપણું મેટાબોલિઝમ પણ મજબૂત રહે છે.

ઓછું પાણી પીવાથી શરીરને થશે નુક્સાન

ડિહાઈડ્રેશનની સમસ્યા
ઓછું પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યાઓ થવા લાગે છે જેના કારણે માથું દુખવું, ચક્કર આવવા, થાક લાગવો, ડ્રાય સ્કિન વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ઈમ્યૂનિટી સિસ્ટમ
ઈમ્યૂનિટી સિસ્ટમને હેલ્ધી રાખવા માટે હાઈડ્રેટેડ રહેવું અત્યંત જરૂરી છે. પાણીની ઊણપને લીધે શરીરની ઈમ્યૂનિટી સિસ્ટમ નબળી થવા લાગે છે જેના કારણે શરીરમાં બીમારીઓ જન્મ લેવા માંડે છે.

કબજિયાતની સમસ્યા
ઓછું પાણી પીવાથી પાચનતંત્ર પર પણ ખરાબ અસર થાય છે જેના લીધે પેટ ખરાબ થવું, કબજિયાત વગેરે સમસ્યાઓ થવા લાગે છે.

યૂરિનરી ટ્રેક ઈંફેક્શન
શરીરમાં પાણી ઓછું હોય ત્યારે યૂરિનરી ટ્રેક ઈંફેક્શનનો ખતરો વધે છે. કારણકે તેના લીધે યૂરિનરી ટ્રેકમાં બેક્ટેરિયાનું નિર્માણ થવા લાગે છે.

દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ?
આ સીઝનમાં તમારે દિવસનાં 2-4 લીટર પાણી પીવું જોઈએ.  ધ્યાન રાખો કે હંમેશા બેસીને ધીમે-ધીમે પાણી પીવું સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health Benefits drinking water પાણી પીવું હેલ્થ drinking water
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ