બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ટેક અને ઓટો / Download e-ration card today at home, follow these steps

ટેક્નોલોજી / સરકારી ઓફિસોના ધક્કાથી બચવું છે! તો આજે જ ઘરે બેઠાં ડાઉનલોડ કરો ઇ-રાશન કાર્ડ, ફૉલો કરો આ સ્ટેપ્સ

Megha

Last Updated: 04:47 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે તમારું રેશન કાર્ડ ક્યાંક રાખીને ભૂલી ગયા છો કે ખોવાઈ ગયું છે તો આ સમાચાર તમારા કામના છે. તમે ઘરે બેઠા તમારું ઇ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરી શકો છો

  • તમે તમારું રેશન કાર્ડ ક્યાંક રાખીને ભૂલી ગયા છો?
  • ઇ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કોણ કરી શકે?

રેશન કાર્ડ જ્યાં એકબાજુ તમારી ઓળખનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, તો બીજી તરફ વધતી મોંઘવારીમાં ગરીબોને મફત રાશન અપાવવા માટે સૌથી જરૂરી દસ્તાવેજ પણ હોય છે. સરકાર દ્વારા દેશમાં ચલાવવામાં આવી રહેલી મફત રાશન યોજનાઓનો લાભ લેવા માટે તેની જરૂર પડે છે. રેશન કાર્ડ મોંઘવારીના આ યુગમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઓછા ભાવે રાશન આપવામાં મદદ કરે છે. એવામાં જો તમે તમારું રેશન કાર્ડ ક્યાંક રાખીને ભૂલી ગયા છો કે ખોવાઈ ગયું છે તો આ સમાચાર તમારા કામના છે. તમે ઘરે બેઠા તમારું ઇ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરી શકો છો ચાલો જાણીએ કઈ રીતે.. 

ઇ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કોણ કરી શકે? આ પ્રશ્નનો જવાબ આપતા જણાવી દઈએ કે જો તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર તમારા રેશન કાર્ડ સાથે લિંક હશે ત્યારે જ તમે ઈ-રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકશો. 

ઇ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે nfsa.gov.in પર જવું પડશે. આ સરકારી સાઈટ ખોલતા જ તમને સાઈટના હોમપેજ પર રેશન કાર્ડનો વિકલ્પ દેખાશે જ્યાં તમને રાજ્ય પોર્ટલ પર રેશન કાર્ડની વિગતો જોવા મળશે. 

સ્ટેટ પોર્ટલ પરના રાશન કાર્ડની વિગતો પર ક્લિક કરતા જ અલગ-અલગ રાજ્યોના નામ દેખાશે. ઉદાહરણ તરીકે આપણે ગુજરાત પર ક્લિક કર્યું તો ત્યાંથી સાઇટ તમને તે રાજ્યની ઓફિશિયલ સાઇટ પર લઈ જશે.

 ઈ-રેશન કાર્ડ  (E Ration Card) ડાઉનલોડ કરવા માટે તમારી પાસેથી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી માંગવામાં આવશે જેમ કે રેશન કાર્ડ નંબર, કુટુંબના વડાનું નામ, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ અને રજીસ્ટર મોબાઈલ નંબર. આ બધી જરૂરી માહિતી દાખલ કર્યા પછી OTP પ્રાપ્ત આવશે અને OTP દાખલ કર્યા પછી અને તમારું ઈ-રાશન કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ