બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Don't worry if the train is missed: now get your refund quickly and easily, know what are the railway rules

તમારા કામનું / ટ્રેન છૂટી જાય તો ચિંતા ન કરતા: હવે ફટાફટ સરળતાથી મેળવો તમારું રિફન્ડ, જાણો શું છે રેલવેનો નિયમ

Megha

Last Updated: 01:57 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેન છૂટી જાય તો મગજમાં સૌથી પહેલો વિચાર એમ આવે કે મને આ ટ્રેનની ટિકિટનું રિફંડ મળશે કે નહીં? તો ચાલો આજે તમારી આ મૂંઝવણને દૂર કરીએ..

  • ટ્રેન ચૂકી જવા પર તમને રિફંડ મળે કે નહીં?
  • ટ્રેન છૂટવા પર શું છે રિફંડનો નિયમ?
  • ક્યારે આપવામાં આવે છે રિફંડ?

ટ્રેનમાં મુસાફરી કરતાં લોકો હંમેશા ટિકિટ બુક કરાવીને એમ જરૂર બોલે છે કે એક કલાક પહેલા પંહોચવું પડશે નહીં તો ટ્રેન છૂટી જશે! પણ હંમેશા એવું બને છે કે કેટલીય કોશિશ કરી લઈએ કોઈને કોઈ કારણોસર મોડું થઈ જ જાય છે. એવામાં ઘણી વખત તમારી પણ ટ્રેન છૂટી હશે. જો ટ્રેન છૂટી જાય તો મગજમાં સૌથી પહેલો વિચાર એમ આવે કે મને આ ટ્રેનની ટિકિટનું રિફંડ મળશે કે નહીં? જો તમને પણ આ વાતને લઈને દુવિધા છે તો આ સમાચાર તમારા કામના છે. તો ચાલો આજે તમારી આ મૂંઝવણને દૂર કરીએ અને જણાવીએ કે ટ્રેન ચૂકી જવા પર તમને રિફંડ મળે કે નહીં.

ક્યારે આપવામાં આવે છે રિફંડ ?
જણાવી દઈએ કે જો ટ્રેન કેન્સલ થવા પર કે મિસ થવા પર ભારતીય રેલ્વે દ્વારા સરળતાથી રિફંડ મેળવી શકો છો. રિફંડ મેળવવા માટે તમારે TDR ફાઈલ કરવાની રહશે અને આ પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ શકે છે.  જો કે આ માટે ભારતીય રેલ્વેની ઘણી શરતો છે, જેમ કે જો તમે 48 કલાકની અંદર અને તમારી ટિકિટ પર નિર્ધારિત પ્રસ્થાન સમયના 12 કલાક પહેલા તમારી ટિકિટ કેન્સલ કરો છો, તો તમારી ટિકિટની કિંમતમાંથી 25% સુધી પૈસા કાપવામાં આવશે અને જો તમે ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાનના સમયના 4 કલાક પહેલાં અને 12 કલાક વચ્ચે તમારી ટિકિટ કેન્સલ કરો છો તો તમારી ટિકિટમાંથી 50% કિંમત કાપવામાં આવે છે. 

ટ્રેન છૂટવા પર શું છે રિફંડનો નિયમ ?
જણાવી દઈએ કે ટ્રેન છૂટવા પર રિફંડ મેળવવા માટે પહેલા તમારા ID સાથે IRCTC એકાઉન્ટમાં લોગિન કરવું પડશે અને પછી PNR માટે TDR ભરવા માટે બુક કરેલી ટિકિટ હિસ્ટ્રી પર ક્લિક કરવું પડશે. એ પછી ફાઇલ TDR પર ક્લિક કરો અને TDR રિફંડ કરવા માંગો છો, તો ટિકિટની વિગતો ભરીને TDR રિફંડનું કારણ પસંદ કરી તેને સબમિટ કરો.

પૈસા રિફંડ થવાનું સ્ટેટ્સ 
જણાવી દઈએ કે તેમાં તમારે રિફંડનું કારણ લખવું પડશે અને પછી સબમિટ કરવું પડશે. TDR ફાઇલ કરવા માટે કન્ફર્મેશન આપી OK બટન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, તમને પૈસા ક્યારે રિફંડ થશે એ સ્ટેટ્સ પરથી ચેક કરી શકાય છે. 

ફોર્મ ધ્યાનથી ભરો 
આ માટે ટ્રેન છૂટવાનું સાચું કારણ જણાવવું પડશે જો ખોટી માહિતી શેર કરી તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. આ રીતે ટ્રેન ઉપડવાના 2 કલાક પછી ટિકિટ રિફંડ મેળવી શકો છો. તમે રિઝર્વેશન ઓફિસમાં જઈને રિફંડ મેળવી શકશો.

 જો તમે ટ્રેન છૂટ્યા પછી તે જ ટિકિટ પર બીજી ટ્રેનમાં મુસાફરી કરો છો તો TTE તમારી પાસેથી દંડ વસૂલ કરી શકે છે અને આ સાથે રેલવે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ