બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / dogs attack in india in three years15 million indians became victims of animals

તમારા કામનું / ત્રણ વર્ષમાં ભારતના દોઢ કરોડ લોકો બન્યા શ્વાનના હુમલાનો શિકાર, જાણો શું કહે છે કાયદો

MayurN

Last Updated: 02:45 PM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં દર વર્ષે પાલતુ શ્વાન કરતાં રખડતાં કૂતરાંનો ત્રાસ વધારે જોવા મળ્યો છે. માહિતી મુજબ 2019થી જુલાઈ 2022 વચ્ચે લગભગ 1.5 કરોડ લોકો જાનવરોના કરડવાનો ભોગ બન્યા છે.

  • પાલતું પ્રાણી માટે કુતરાઓ પહેલી પસંદ 
  • કુતરાઓ પોતાના માલિક માટે સૌથી વધુ વફાદાર
  • જાણો આપણા દેશમાં કુતરાને લગતા કાયદાઓ

પાળતુ પ્રાણી તરીકે મોટા ભાગે કૂતરાઓ હંમેશાં લોકોની પહેલી પસંદ રહ્યા છે. સામાન્ય રીતે, લોકો કૂતરાઓ વિશે વિચારે છે કે તેઓ તેમના માલિક માટે સૌથી વફાદાર પ્રાણીઓ છે. આ ઉપરાંત ઘણા લોકોને સેફ્ટીના કારણોસર પણ ડોગ્સ સૌથી વધુ પસંદ આવે છે. તો ઘણા રોફ જમાવવા માટે કેટલાક દુર્લભ બ્રીડના કૂતરાઓનો પણ ઉછેર કરવામાં આવે છે. પરંતુ તેની સામે ત્રણ વર્ષમાં, લગભગ 1.5 કરોડ લોકો પ્રાણીઓના કરડવાનો ભોગ બન્યા છે.

ભારતમાં કુતરાઓનો ત્રાસ સૌથી વધુ
ભારતમાં દર વર્ષે પાલતુ શ્વાન કરતાં રખડતાં કૂતરાંનો ત્રાસ વધારે જોવા મળ્યો છે. સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ 2019થી જુલાઈ 2022 વચ્ચે લગભગ 1.5 કરોડ લોકો જાનવરોના કરડવાનો ભોગ બન્યા છે. જેમાંથી સૌથી વધુ કેસ વર્ષ 2019માં નોંધાયા છે. વર્ષ 2019માં લગભગ 72.77 લાખ લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે. તે જ સમયે, 2020 માં 46.33 લાખ લોકો અને 2021 માં 17 લાખ લોકો પ્રાણીઓના કરડવાનો ભોગ થયા છે. જ્યારે 2022ના પહેલા સાત મહિનામાં 14.50 લાખ લોકો ભોગ બન્યા છે. આ સાથે જ સૌથી વધુ રખડતાં કૂતરાં ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

WHOએ શું કહ્યું?
ભારતમાં કૂતરાઓને કારણે થતી હડકવાની બીમારી કેટલી ભયાનક છે? આ વાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ડેટા પરથી જાણી શકાય છે. ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર, ભારતમાં વિશ્વમાં હડકવાથી થતા મોતની સંખ્યા સૌથી વધુ છે. દર વર્ષે લગભગ 18,000- 20,000 લોકો આ રોગના લીધ મૃત્યુ પામે છે. જે વિશ્વના કુલ મોતના લગભગ 36 ટકા છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર, મનુષ્યમાં હડકવાના 99 ટકા કેસ કૂતરાના કરડવાના છે.

ભારતમાં હડકવાથી થતા મોતની સંખ્યા સૌથી વધુ
ભારતમાં હડકવાથી થતાં મૃત્યુની સૌથી વધુ ચિંતા એ છે કે 30-60 ટકા મૃત્યુ 15 વર્ષ સુધીના બાળકોમાં હોય છે, જ્યાં સુધી કૂતરાઓથી થતી ઇજાઓ અને મૃત્યુના કિસ્સામાં કોઈ વળતરની જોગવાઈની વાત કરીએ, હાલ સુધી કેન્દ્રીય સ્તરે આવો કોઈ કાયદો નથી. કેરળ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં વળતર નક્કી કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

પિટબુલનો ઇતિહાસ શું છે?
ભારતમાં સરળતાથી ઉપલબ્ધ પાલતુ કૂતરાઓની ઘણી જાતિઓ છે. જેમાં એક નામ 'પિટબુલ' આજકાલ હેડલાઇન્સમાં છે. પિટબુલ કૂતરો કોઈ ભારતીય પ્રજાતિ નથી. આ અમેરિકન કૂતરાની જાતિની હાઇબ્રીડ પ્રજાતિ છે. તે જ સમયે, પિટબુલને અમેરિકામાં બુલડોગ અને ટેરિયર્સના વંશજોની જાતિના કૂતરા કહેવામાં આવે છે. યુકે જેવા અન્ય દેશોમાં તેને અમેરિકન પિટબુલ ટેરિયર એટલે કે એપીબીટી તરીકે ઓળખવામાં આવે છે. તે ખરેખર કૂતરાઓની કેટલીક પ્રજાતિઓનું hybridization સ્વરૂપ માનવામાં આવે છે. 

સૌથી વધુ તાકાતવર અને નીડર
અમેરિકન પિટ બુલ ટેરિયર એ બુલડોગની એક જાતિ છે અને ટેરિયર કૂતરાઓના Hybridization માંથી જન્મેલી એક જાતિ છે, જે સૌથી વધુ ટેરિયર એજિલિટી, બુલડોગનો પાવર અને ખેલકૂદની વધુ ક્ષમતા ધરાવે છે. શરૂઆતમાં, આ કૂતરાઓને ઇંગ્લેન્ડમાં પેદા કરવામાં અને ઉછેરવામાં આવ્યા હતા. પ્રથમ વખત 1870માં બ્રિટિશ દેશોમાંથી ઇમિગ્રન્ટ નાગરિકો સાથે અમેરિકા લાવવામાં આવ્યા હતા. પિટ બુલ જાતિના કૂતરાઓને સામાન્ય કૂતરાઓ કરતા વધુ તાકતવર માનવામાં આવે છે. તેઓ ખૂબ જ એક્ટીવ અને મજબૂત જડબાં સાથે હિંમતવાન, નીડર અને લડાયક હોય છે. વિશ્વમાં ઘણી જગ્યાએ, તેનો ઉપયોગ ડોગફાઇટિંગ રમતો માટે પણ કરવામાં આવે છે.

પાલતુ કૂતરાઓ વિશે ભારતીય કાયદો શું કહે છે?

  • ભારતમાં કૂતરા કે પાલતુ પ્રાણીઓને લગતો કાયદો બહુ કડક નથી. જો તમે હાઉસિંગ સોસાયટી કે રહેણાક વિસ્તારમાં રહેતા હોવ તો તમે કૂતરું, બિલાડી કે કોઇ પાલતુ પ્રાણી રાખી શકો છો. તમારો સોસાયટી કે એથોરીટી તેમને અટકાવી શકે નથી. આ સાથે તમે કાનૂની અપીલ પણ દાખલ કરી શકો છો.
  • એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, જો સોસાયટી ઓથોરિટી કોઈ પણ વ્યક્તિને તેના પાલતુ પ્રાણીને દૂર કરવા દબાણ કરે છે, તો તે સોસાયટીની સત્તા પર કલમ 11 (Pet Laws)  હેઠળ 'પ્રાણીઓ વિરુદ્ધ ક્રૂરતા' માટે કેસ દાખલ કરી શકાય છે.
  • ભારતીય કાયદાની કલમ 51(A) g કહે છે કે તમામ નાગરિકોની ફરજ છે કે તેઓ તમામ જીવો સાથે સારું વર્તન કરે.
  • મત્સ્યપાલન અને પશુપાલન મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ભારતીય કાનૂનમાં કૂતરા કરડવાથી પીડિતોને વળતર આપવાની કોઈ જોગવાઈ નથી.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ