બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Do these mistakes while urinating Be prepared to suffer serious consequences

યૂરિનરી ઈન્ફેક્શન / પેશાબ કરતી વખતે કરો છો આ ભૂલો? ગંભીર પરિણામ ભોગવવા રહેજો તૈયાર, 5 પોઈન્ટમાં સમજો શું કરવું

Manisha Jogi

Last Updated: 05:56 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેશાબ કરવા સમયે આ પ્રકારની ભૂલો કરવાથી ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. આ પાંચ બાબતોનું ધ્યાન રાખવાથી ગંભીર બિમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે.

પેશાબ રોકી રાખવાથી થઈ શકે છે ગંભીર બિમારીઓ.
આ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરો. 
બ્લેડર સંપૂર્ણપણે ખાલી ના કરવાથી થઈ શકે છે યૂરિન ઈન્ફેક્શન.

પેશાબ કરવો તે એક દૈનિક ક્રિયા છે. અનેક લોકોને પેશાબ કરવાની યોગ્ય રીત વિશે જાણ હોતી નથી, જેના કારણે અનેક પ્રકારની સમસ્યા થાય છે. યોગ્ય પ્રકારે પેશાબ ના કરવાથી યૂરિનરી અને બ્લેડર સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. પેશાબ કરતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

પેશાબ રોકીને રાખવો

પેશાબ રોકી રાખવાથી આરોગ્ય પર ગંભીર અસર થાય છે. આ પ્રકારે કરવાથી કિડની પર પ્રેશર આવે છે અને કિડની પર સ્કાર પણ બની શકે છે, જેના કારણે ભવિષ્યમાં કિડની સંબંધિત બિમારીઓનો સામનો કરવો પડે છે. બ્લેડર નબળું થઈ જાય છે અને યૂરિન લીકેજની સમસ્યા થાય છે. પેશાબમાં રહેલ બેક્ટેરિયામાં વધારો થાય છે, જે બ્લેડર સુધી પહોંચી શકે છે અને UTIની સમસ્યા થાય છે. 

બ્લેડર સંપૂર્ણપણે ખાલી ના થવું

પેશાબ કરતા સમયે લોકો ઉતાવળમાં બ્લેડર સંપૂર્ણપણે ખાલી કરતા નથી. આ પ્રકારે કરવાથી બ્લેડર પેશાબ જમા થાય છે, જેના કારણે પેશાબનું ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. યૂરિનરી રિટેંશન થાય તો વ્યક્તિને ખબર નથી પડતી કે, તેનું બ્લેડર ખાલી થયું છે કે નહીં. આ કારણોસર યૂરિન લીકેજ અને ઈન્ફેક્શન થાય છે. જો તમને પણ બ્લેડર ભરેલું હોય તેવું લાગે તો તમારે પણ તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરવો જોઈએ.

પેશાબ કરતા સમયે ઉતાવળ કરવી

વારંવાર પેશાબ કરવા જવું તે જોખમી સાબિત થઈ શકે છે, જેના કારણે બ્લેડર યોગ્ય પ્રકારે યૂરિન એકત્ર કરી શકતું નથી. બ્લેડરમાં 450થી 500ml યૂરિન એકત્ર થાય છે. દર 30 મિનિટ અથવા કલાકે પેશાબ કરવા જવાથી બ્લેડર યોગ્ય રીતે કામ કરી શકતું નથી. આ પ્રકારે કરવાથી UTI, કિડની ઈન્ફેક્શન, બ્લેડર સ્ટોન અને ડાયાબિટીસ અથવા પુરુષોમાં પ્રોસ્ટેટની સમસ્યા થાય છે.

યૂરિન ઈન્ફેક્શનની તપાસ ના કરવી

કોઈપણ વ્યક્તિને યૂરિન ઈન્ફેક્શન થઈ શકે છે, પરંતુ મોટાભાગે આ સમસ્યા મહિલાઓમાં જોવા મળે છે. જેના કારણે પેશાબ કરતા સમયે દુ:ખાવો થાય છે. બેક્ટેરિયા યૂરિન પાઈપથી બ્લેડરમાં પ્રવેશ કરતા આ સમસ્યા થાય છે. બેક્ટેરિયા બ્લેડરમાં પહોંચે ત્યારબાદ યૂરિન એસિડિક બની જાય છે, જેના કારણે પેશાબ કરતા સમયે બળતરા થાય છે. પેશાબ કરતા સમયે દુ:ખાવાની સાથે UTI થાય તો વારંવાર પેશાબ કરવા જવું પડે છે. 

વર્ષમાં 3 વારથી વધુ વાર યૂરિન ઈન્ફેક્શન થાય તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરવો જોઈએ. એન્ટીબાયોટિક્સની મદદથી આ સમસ્યા દૂર કરી શકાય છે. આ સમસ્યા પર ધ્યાન આપવામાં ના આવે તો આ ઈન્ફેક્શન કિડની સુધી પહોંચી શકે છે. 

પેશાબ ગુલાબી અથવા લાલ રંગનો થવો

લાલ અથવા ગુલાબી રંગનો પેશાબ થાય તો તમારા ભોજન પર નિર્ભર કરે છે. આ પ્રકારની સમસ્યા થવી તે અનેક પ્રકારની બિમારીઓનું પણ કારણ હોઈ શકે છે. જે પ્રોસ્ટેટ, કિડની સ્ટોન, બ્લેડર અથવા કિડનીમાં ટ્યૂમર જેવી બિમારીઓનો સંકેત આપે છે. જ્યારે ઘાટ્ટા લાલ અથવા ગુલાબી રંગના ભોજનનું સેવન કરવાથી લાલ અથવા ગુલાબી રંગનો પેશાબ થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ