બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / do not drink coffee on an empty stomach in the morning can have these 5 disadvantages

સ્વાસ્થ્ય / સવાર સવારમાં કોફી પીવાની ટેવ હોય તો ચેતજો! શરીરમાં થઈ શકે છે આ 5 નુકસાન

Arohi

Last Updated: 12:22 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Drink Coffee On An Empty Stomach: સવારે ખાલી પેટે કોફી પીવાની આદત એસિડ રિફ્લેક્સને વધારી શકે છે અને કોર્ટિસોલના સ્તરને વધારી શકે છે. જેનાથી સ્ટ્રેસ વધી શકે છે.

ઘણા લોકોની સવાર કોફી વગર અધુરી હોય છે. પરંતુ ઘણા ફાયદા હોવા છતાં કોફીને ખાલી પેટ પીવી તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખાલી પેટે કોફી અપચાને ટ્રિગર કરી શકે છે અને પોષક તત્વોનું અવશોષણ કરવાની પ્રક્રિયામાં મુશ્કેલી ઉભી કરી શકે છે. જેનાથી રોગપ્રતિકારક ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. 

આ આદત એસિડ રિફ્લેક્સને પ્રોત્સાહન આપે છે અને કોર્ટિસોલના સ્તરને વધારી શકે છે. જેનાથી સ્ટ્રેસ વધે છે. જો તમે એવા વ્યક્તિ છો જેને સવારે એક કપ કોફી પીવાની આદત છે તો આ તમારા માટે હાનિકારક છે. 

ખાલી પેટ કોફી પીવાના ગેરફાયદા 
ચિંતા અને ગભરામણ 

કેફીન એક ઉત્તેજક છે જે સતર્કતા અને ઉર્જાના સ્તરને પ્રોત્સાહન આપે છે. જોકે ખાલી પેટે તેનું સેવન કરવાથી તેનો પ્રભાવ વધી શકે છે. જેનાથી ચિંતા, ગભરામણ અને સ્ટ્રેસ વધી શકે છે. ઉત્તેજનાની આ સ્થિતિ અસુવિધાજનક હોઈ શકે છે અને દૈનિક ગતિવિધિઓમાં મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે જેનાથી બેચેની અને ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી આવી શકે છે. 

પેટમાં એસિડિટીનો ખતરો 
કોફીમાં એસિડ હોય છે અને ખાલી પેટે તેનું સેવન કરવાથી પેટમાં એસિડિટીની સમસ્યા વધી શકે છે કેફીન અને એસિડના સ્તરનું સંયોજન પેટની સપાટીમાં બળતરા પેદા કરી શકે છે. જેનાથઈ દુખાવો, છાતીમાં બળતરા અને એસિડ રિફ્લેક્સ પણ થઈ શકે છે. સમયની સાથે કોફીના સતત સંપર્કથી ગેસ્ટ્રિટિસ કે પેપ્ટિક અલ્સર જેવી વધારે ગંભીર ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સ્થિતિઓના વિકાસમાં યોગદાન થઈ શકે છે. 

પોષક તત્વોના અવશોષણમાં મુશ્કેલી 
કોફીમાં ટેનિન નામનું તત્વ હોય છે જે આયરન અને કેલ્શિયમ સહિત અમુક પોષક તત્વોના અવશોષણમાં મુશ્કેલી ઉભી કરે છે. આ ખાસ રીતે તે વ્યક્તિઓ માટે ચિંતાનો વિષય છે જે કોઈ બીમારીમાં પોતાના સ્વાસ્થ્ય માટે પોષક તત્વોથી ભરપૂર આહાર પર નિર્ભર હોય છે. 

સ્ટ્રેસ 
કેફીન શરીરમાં કોર્ટિસોલને ઉત્તેજીત કરે છે. તેનુ વધારે સ્તર સ્વાસ્થ્ય પર હાનિકારક પ્રભાવ આપે છે. આ કમજોર રોગપ્રતિકારક ક્ષમતા, વજન વધવુ અને મૂડ સંબંધી વિકાર પેદા કરી શકે છે. ખાલી પેટે કોફી પીવાથી વધારે સ્ટ્રેસ ઉભો થઈ શકે છે. જેનાથી સંભવિત રીતે સ્ટ્રેસ ઉભો થઈ શકે છે. 

વધુ વાંચો: દરરોજ એક વાટકી દહીં ખાવાથી દૂર થઈ શકે છે અનેક બીમારીઓ, જાણો 5 ફાયદા

બ્લડ શુગરમાં હાઈ-બ્લડ પ્રેશર 
કેફીન ઈન્સુલિન સંવેદનશીલતા અને ગ્લૂકોઝ પાચનક્રીયાને પ્રભાવિત કરી શકે છે જેનાથી રક્ત શર્કરાના સ્તરમાં ઉતાર-ચડાવ થઈ શકે છે. જ્યારે ખાલી પેટ કોફીનું સેવન કરવામાં આવે તો તેનાથી રક્ત શર્કરામાં તેજીથી વૃદ્ધિ થઈ શકે છે. આ સ્થિતિ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સમયની સાથે ઉતાર-ચડાવ ઈંસુલિન પ્રતિકારકમાં યોગદાન કરી શકે છે અને ટાઈપ 2 ડાયાબિટીસ વિકસિત થવાનો ખતરો વધારી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ