બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health news benefits of eating curd daily

હેલ્થ / દરરોજ એક વાટકી દહીં ખાવાથી દૂર થઈ શકે છે અનેક બીમારીઓ, જાણો 5 ફાયદા

Arohi

Last Updated: 10:37 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Curd: આજકાલ વ્યસ્ત લાઈફ સ્ટાઈલના કારણે લોકો પોતાના ભોજન પર ધ્યાન નથી આપી શકતા. જેના કારણે પેટથી લઈને શરીરની ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે.

ઘણા લોકોને અવી મુશ્કેલી હોય છે કે તે ગમે તે ખાય તેમના પેટ અને છાતીમાં બળતરા થવા લાગે છે. દહીં તમારા શરીરને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. એવામાં જાણો દરરોજ એક વાટકી દહીં ખાવાથી તમને શું ફાયદા થઈ શકે છે. 

પેટ સંબંધિ સમસ્યા 
દહીં ખાવું ઘણા લોકોને ખૂબ જ પસંદ હોય છે. ન્યૂટ્રિશન એક્સપર્ટ્સ અનુસાર દરરોજ દહીંનું સેવન કરવાથી તમને પેટ સંબંધિત સમસ્યા નથી થતી. પાચનમાં સુધાર માટે આ તમારી ઘણી મદદ કરે છે. જો સવારના સમયે તમારૂ પેટ હંમેશા ખરાબ રહે છે તો તમને ખાલી પેટ રોજ તેનું સેવન કરવું જોઈએ. 

ઈમ્યૂનિટી 
તમારા કમજોર શરીરને મજબૂત બનાવવા માટે દહીં ખૂબ જ ફાયદાકારક છે. ઈમ્યૂનિટીને વધારવામાં તમારી આ ખૂબ જ મદદ કરે છે. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે. જે તમારા લોહીને યોગ્ય રીતે કામ કરવામાં તમારી મદદ કરે છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામીન બી12 વધારે પ્રમાણમાં હોય છે. જો તમે તેનું સેવન ખાલી પેટે કરો છો તો તમને ખૂબ વધારે ફાયદો જોવા મળશે. 

હાડકાને કરે છે મજબૂત 
હાડકા અને મસલ્સને મજબૂત બનાવી રાખવા માટે તમને તેનું સેવન રોજ કરવું જોઈએ. દહીં ઓછી કેલેરી વાળી વસ્તુ છે. જો તમે પોતાના વજનને ઓછુ કરવા માંગો છો અને તમને સમજ નથી આવી રહી કે તમે કેવી રીતે પોતાના વજનને સરળતાથી ઘટાડી શકો તો તમારે રોજ ખાલી પેટે તેનું સેવન કરવું. 

સોજા 
દહીંને ખાલી પેટે ખાવાથી શરીરના સોજા ઓછા થઈ શકે છે. દહીંમાં પ્રોબાયોટિક્સ મળી આવે છે. તેનું સેવન કરવાથી ઘણી જુની બીમારીઓ ઠીક થઈ શકે છે. કોલેસ્ટ્રોલ બનવાથી રોકવામાં આ તમારી મદદ કરે છે. 

વધુ વાંચો: શું તમારા શરીર પર પણ છે તલ-મસા? તો કેન્સરની નિશાનીના સંકેત, રંગ બદલાય તો ચેતજો

હાઈ બ્લડ પ્રેશર 
હાઈ બ્લડ પ્રેશર, બ્લડ પ્રેશર જેવી બીમારીઓને ઠીક કરવામાં દહીં તમારી મદદ કરે છે. ડાયેટમાં તમે તેનું સેવન કરી શકો છો. હાઈ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવામાં આ તમારી મદદ કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ