બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Diwali of government and cheap grain shopkeepers improved, strike ended after meeting with Supply Minister Kunwarji, what did Nivedo get?

BIG BREAKING / સરકાર અને સસ્તા અનાજના દુકાનદારોની દિવાળી સુધરી, પુરવઠા મંત્રી કુંવરજી સાથેની બેઠક બાદ હડતાળ સમેટાઈ, નિવેડો શું આવ્યો?

Vishal Khamar

Last Updated: 06:53 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી સસ્તા અનાજની દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા સાથે યોજાયેલ બેઠક યોજાઈ હતી જે બેઠકનો સુખદ અંત આવતા સસ્તા અનાજનાં દુકાનદારોની હડતાળ સમેટાઈ હતી.

  • સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ
  • પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથેની બેઠક સફળ
  • સસ્તા અનાજના દુકાનદારો અને સરકાર વચ્ચે સુખદ અંત

 છેલ્લા ઘણા દિવસથી સસ્તા અનાજની દુકાનનાં સંચાલકો તેઓની વિવિધ માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા તેમજ સસ્તા અનાજનાં દુકાનદારો વચ્ચે યોજાયેલ બેઠક બાદ સસ્તા અનાજનાં દુકાનદારોની હડતાળ સમેટાઈ હતી. 

કાલથી રાજ્યની સસ્તા અનાજની દુકાનો ખુલ્લી રહેશે

રાજ્યની સસ્તા અનાજની દુકાનધારકોના એસોશિએશન સાથે બેઠક બાદ તેમણે હડતાલ સ્થગિત કરવાનો નિર્ણય કરીને આવતીકાલ તા. ૦૩ નવેમ્બરથી દુકાનો ખુલ્લી રાખીને પુરવઠા વિતરણ ચાલુ કરવાની ખાતરી આપી છે તેને રાજ્ય સરકાર આવકારે છે તેમ આજે ગાંધીનગરથી અન્ન, નાગરિક અને પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.  અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે દિવાળીના તહેવારો બાદ એસોશિએશનની માંગણી પરત્વે સરકાર હકારાત્મક વિચારણા સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય કરશે.

ગત રોજ પુરવઠા મંત્રીએ દુકાન ધારકોને સ્પષ્ટ ચેતવણી આપી હતી
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સસ્તા અનાજનાં દુકાનદારોની હડતાળને લઈ સરકાર પર દબાણ વધી રહ્યું છે. આ તરફ રેશનિંગ દુકાનધારકોની હડતાળ મામલે કાર તરફથી સ્પષ્ટતા કરવામા આવી છે કે, નવેમ્બર માસમાં દિવાળી તહેવારના કારણે દુકાનદારધારકોને હડતાળ ન કરવા અનુરોધ કર્યો છે. મહત્વનું છે કે,  રેશનિંગ દુકાનો હડતાળને પગલે આજે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બાદમાં પત્રકારોને સંબોધતા કુંવરજી બાવળિયાએ રેશનિંગ દુકાનધારકોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. 

શું કહ્યું હતું કુંવરજી બાવળિયાએ ? 
પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતા મળેલ બેઠક બાદ કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  સરકારે કાર્ડધારકોની સંખ્યામાં કોઈ વધારો નથી કર્યો. પ્રજાપરેશાન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. આ સાથે કહ્યું કે, સરકાર સાથે રેશનિંગ એસો બેઠક કરવા ઈચ્છે તો કરી શકે છે, વ્યાજબી માંગણી હોય તો ચર્ચા કરવા તૈયારી છીએ. બાવળિયાએ કહ્યું કે, આંતરિક વિવાદ ના કારણે વિવાદ થઈ રહ્યો છે. રેશનિંગ એસો. દ્વારા નાક દબાવવાનો પ્રયાસ ખોટો છે, વિતરણ ની વૈકલ્પિક વ્યવસ્થા વિચારી ને બેઠક પણ કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, ખોટ રીતે દબાવવાના પ્રયાસ થશે તો હથીયાર ઉગામીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ