બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Diwali is not the same for the tribal Bhil community living in Chotaudepur, it is decided to celebrate their Diwali

વર્ષો જૂની પરંપરા / ગુજરાતમાં આ જિલ્લામાં અત્યારે નહીં ઉજવાય દિવાળી, વર્ષોથી ગામના આગેવાનો નક્કી કરે છે સમય

Dinesh

Last Updated: 09:03 PM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુરમા વસવાટ કરતા આદિવાસી ભીલ સમાજ હજુ ખેતીકામમાં વ્યસ્ત છે કેમ કે તેમની દિવાળી હજુ આવી જ નથી. તેમની દિવાળીની ઉજવણી કરવાની નક્કી કરવામાં છે

કેલેન્ડરમાં આ લોકોની દિવાળી નથી
એમના આગેવાનો નક્કી કરશે દિવાળી
પ્રકૃતિની ગોદમાં સાદગીથી ઉજવશે તહેવાર


સમગ્ર ભારતમાં લોકો અલગ અંદાજમાં દિવાળીનાપર્વ ને ઉજવી રહ્યા છે. ત્યારે શહેરના લોકો પોતાના ઘરોને લાઈટોથી ડેકોરેશન કરી રહ્યા છે અને મોંઘાદાટ ફટાકડાથી આતશબાજી કરી રહ્યા છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામા વસવાટ કરતા આદિવાસી ભીલ સમાજ હજુ ખેતીકામમાં વ્યસ્ત છે કેમ કે તેમની દિવાળી હજુ આવી જ નથી. આદિવાસીઓની દિવાળી ક્યારે આવે છે ચાલો જાણીએ.

છોટાઉદેપુરમાં આદિવાસીઓની દિવાળી ક્યારે?
સમગ્ર ભારતમાં લોકો અલગ અંદાજમાં દિવાળીનાપર્વ ને ઉજવી રહ્યા છે. શહેરના લોકો પોતાના ઘરોને લાઈટોથી ડેકોરેશન કરી રહ્યા છે અને મોંઘાદાટ ફટાકડાથી આતશબાજી કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામા રહેતા આદિવાસી ભીલ સમાજ હજુ ખેતીકામમાં વ્યસ્ત છે, તેઓના પોતાના ખેતરમાં ઉગેલા પાક જેવા કે મકાઈ, અડદ, અને ડાંગર જેવા પાકને લણવામાં વ્યસ્ત છે. એટલું જ નહિ અહીં દરેક  પરિવાર માંથી અમુક સભ્યો જે ધંધા રોજગાર અને ખેતી કામ માટે સૌરાષ્ટ્ર તરફ ગયા છે તે પણ હજુ પરત ફર્યા નથી. કારણ એટલુ જ છે કે તેમની દિવાળી હજુ આવી નથી. કદાચ આ સ્ટોરી વાંચી તમને પણ નવાઈ લાગશે. પરંતુ હા આ આદિવાસી લોકોની દિવાળી કોઈ કેલેન્ડરમાં નહીં પરંતુ ગામના આગેવાનો જે દિવસ નક્કી કરે તે દિવસે હોય છે.

દિવાળી નક્કી કરવાની પરંપરા 
છોટાઉદેપુર જિલ્લાના વિવિધ  જંગલ વિસ્તારમાં પહાડમાં  વસવાટ કરતો  આદિવાસી ભીલ સમાજ વર્ષોથી જૂની પરંપરા મુજબ તેઓ અલગથી દિવાળીની ઉજવણી કરે છે,  આ સમાજ અત્યારે કૃષિકામમાં વ્યસ્ત છે. દેવદિવાળી આસપાસ  વિવિધ પાકોની ઉપજ  તેમના ઘરમાં આવશે. તેમાંથી જરૂરિયાત જેટલું પોતાની પાસે રાખશે, બીજું બજારમાં વેચશે પછી જે પૈસા આવે તેનાથી દિવાળી ઉજવશે. આપને જણાવી દઈએ કે, દિવાળીનો પર્વ આવતાં શહેરના લોકો પોતાના મકાનોને રોશની થી શણગરવાનું કામ કરવામાં વ્યસ્ત થઈ જાય છે, જયારે છોટાઉદેપુરનો આ લોકો અત્યારે પોતાના ખેતી કામમાં વ્યસ્ત છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ