બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 03:38 PM, 12 November 2023
ADVERTISEMENT
આજે દેશભરમાં દિવાળીનો પર્વ ઊજવવામાં આવશે. આજનાં દિવસે લોકો મંદિરોથી લઈને પોતાના ઘર આંગણે બધે જ દીવડા પ્રગટાવે છે. સાથે જ માં લક્ષ્મી, ભગવાન ગણેશ, દેવી સરસ્વતી અને કુબેરજીની પૂજા પણ કરે છે. શાસ્ત્રોમાં દિવાળીનાં દિવસે કેટલાક ચોક્કસ કાર્ય કરવાથી ઘરમાં ખુશી અને સુખ-સૌભાગ્ય આવે છે જેનાથી આપણી આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે.
દિવાળીનાં દિવસે જાતકોએ પોતાની રાશિ અનુસાર એવા ક્યા ઉપાય કરવા જોઈએ જેથી તેમની સુખ-સંપત્તીમાં વધારો થાય?
ADVERTISEMENT
મેષ રાશિ
જો તમે અઢળક ધન પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો દિવાળીનાં દિવસે હત્થાજોડીનાં મૂળની પૂજા કરવી જોઈએ અને એ બાદ રાત્રીનાં સમયે તેને પોતાની તિજોરીમાં રાખી દેવું જોઈએ. હત્થાજોડી એક છોડનાં મૂળ હોય છે જેની આકૃતિ માણસનાં જોડાયેલા હાથ જેવી હોય છે. દિવાળીનાં દિવસે આ ઉપાય કરવાથી ધન ચુંબક માફક તમારી તરફ આકર્ષાય છે.
વૃષભ રાશિ
જો તમે ઈચ્છો છો કે તમારી પાસે ધન ક્યારેય ઘટે નહીં તો દિવાળીનાં દિવસે સિદ્ધ અને અભિમન્ત્રિત સ્ફટિક શ્રીયંત્રને દીવાળીનાં દિવસે પૂજા કરીને ઘરમાં સ્થાપિત કરી દેવું અને મનમાં મા લક્ષ્મીનું ધ્યાન કરવું. આવું કરવાથી જીવનમાં ક્યારેય ધનનો અભાવ થતો નથી.
મિથુન રાશિ
જો તમે ઈચ્છો છો કે આખું વર્ષ તમારું બિઝનેસ સતત વધતું રહે અને ધનવર્ષા થતી રહે તો એ માટે તમારે એક એકાક્ષી નારિયેળ કે જેને માં લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવ્યું છે તેનું પૂજન કરવું જોઈએ. આ બાદ તેને પોતાના પૂજાઘર કે તિજોરીમાં રાખવા જોઈએ.
કર્ક રાશિ
જો તમે તમારી પારિવારિક ઈનકમમાં વૃદ્ધિ કરવા ઈચ્છો છો તો દિવાળીનાં દિવસની રાત્રે ચાંદીની ડબ્બીમાં નાગકેસર અને મધ મિક્સ કરી પૂજા સ્થળ પર રાખવું જોઈએ. પૂજા બાદ તમે ઈચ્છો ચો પોતાના પૈસા રાખવાનાં સ્થળ પર પણ તેને રાખી શકો છો. દીવાળીનાં દિવસે આવું કરવાથી તમારી પારિવારિક આવકમાં વૃદ્ધિ થશે.
સિંહ રાશિ
જો તમે કોઈ નોકરી કરી રહ્યાં છો તો તમારી સેલેરીમાં વધારા માટે અને પ્રમોશન માટે દિવાળીનાં દિવસે પૂજા કરતાં સમયે કમળગટ્ટાને માતા લક્ષ્મીનાં વિગ્રહ પર અર્પિત કરવું જોઈએ અને એ બાદ તમે તેને પોતાની તિજોરીમાં મૂકી શકો છો. આવું કરવાથી તમને પ્રમોશન મળશે સાથે જ સેલેરીમાં ઈન્ક્રીમેંટ થશે.
કન્યા રાશિ
જો તમે દિવાળીમાં પોતાના દુર્ભાગ્યનો અંત કરવા ઈચ્છતા હોય તો દિવાળીનાં દિવસે 3 ગોમતી ચક્રનો ચૂકણ બનાવી ઘરની સામે ફેલાવી દેવો. સાથે જ પાંચ ગોમતી ચક્ર, હળદર, ચાંદીનાં સિક્કાને પીળા વસ્ત્રમાં બાંધીને પોતાની તિજોરીમાં રાખી દેવું. દિવાળીનાં દિવસે આવું કરવાથી તમારા દુર્ભાગ્યનો નાશ થશે અને ધનવર્ષા થશે.
તુલા રાશિ
જો તમે પ્રયાસો કરતાં હોવા છતાં પણ ઈનકમમાં વધારો કરવામાં નિષ્ફળ થાઓ છો તો દિવાળીની રાત્રે કાળી હળદરને ચાંદીનાં સિક્કાની સાથે પીળા વસ્ત્રમાં બાંધીને પોતાની તિજોરીમાં રાખી દેવું. દિવાળીનાં દિવસે આવું કરવાથી તમે ઈનકમ વધારવામાં સફળ રહેશો.
વૃશ્ચિક રાશિ
દિવાળીનાં દિવસે ગાંઠવાળી પીળી હળદરને ઘરે લાવવું. આ હળદરને કોરા કપડાંમાં રાખીને સ્થાપિત કરવું અને ષડોશપચારથી પૂજન કરવું અને તેને તિજોરીમાં રાખી દેવું. આવું કરવાથી ધનલાભનાં અવસર પ્રાપ્ત થશે.
ધનુ રાશિ
જો તમે બેહિસાબ ધન-સંપ્તિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો દિવાળીનાં દિવસે કોડી ખરીદીને લાવવી જોઈએ અને રાત્રે મહાલક્ષ્મીનાં ષડોષોપચારથી પૂજન કરી કેસરથી રંગાયેલી કોડીઓ સમર્પિત કરીને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખવી. દિવાળીનાં દિવસે આવું કરવાથી તમારી ધન-સંપત્તિની પ્રાપ્તિ થશે.
મકર રાશિ
માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવાળીનાં દિવસે તેમની સાથે 11 કોડીઓનું પણ પૂજન કરવું. આ કોડીઓને પીળા રંગનાં કપડાંમાં બાંધીને પોતાની તિજોરીમાં રાખી દેવું. દિવાળીનાં દિવસે આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે અને ફળસ્વરૂપે તમારી તિજોરી હંમેશા પૈસાથી છલકાતી રહેશે.
કુંભ રાશિ
પોતાના ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે તમારા ઘરનાં મુખ્યદ્વાર પર 11 કોડીઓને લાલ કપડાંમાં બાંધીને લટકાવી દેવું. દિવાળીનાં દિવસે આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને સાથે જ તમારા ઘરમાં કોઈપણ નકારાત્મક ઊર્જા પ્રવેશ નથી કરતી.
મીન રાશિ
જો તમે પોતાને ખરાબ નજરથી બચાવવા ઈચ્છો છો તો દિવાળીનાં દિવસે એક પીળા રંગની કોડીને પોતાના ગળામાં પહેરી લેવું. આવું કરવાથી ખરાબ નજર લાગતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.