બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Assembly election 2023 / ગુજરાત / Distribution of sweets at Khanpur BJP office after victory in 3 states, Chief Minister Bhupendra Patel also joined the celebration

ઉજવણી / 3 રાજ્યમાં જીત બાદ ખાનપુર ભાજપ કાર્યાલયમાં મીઠાઈઓ વહેંચાણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉજવણીમાં જોડાયા

Vishal Khamar

Last Updated: 11:17 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થતા ભાજપની ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત થવા પામી હતી. ત્યારે અમદાવાદ ખાનપુર કાર્યાલય ખાતે ભાજપનાં કાર્યકરો દ્વારા એકબીજાનું મોં મીઠું કરાવી ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી.

  • વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યમાં ભાજપની ભવ્ય જીત
  • અમદાવાદ ખાનપુર કાર્યાલય ખાતે ભાજપે જીતની ઉજવણી કરી
  • મુખ્યમંત્રીએ કાર્યકરોને મોં મીઠું કરાવી જીતની ઉજવણી કરી

દેશના 3 રાજ્યોમાં ભાજપની જીતને લઈ દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી છે. જે ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે. કાર્યકરો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. ત્રણ રાજ્યમાં ભવ્ય જીત બાદ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. 

ડબલ એન્જીનની સરકારનો દરેકને લાભ મળશેઃ ભૂપેન્દ્ર પટેલ

આ ભવ્ય જીતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. વડાપ્રધાનની વિકાસની રાજનીતી, ગેરંટી અને ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસ તેમજ બધા સુખ, શાંતિ અને સમૃદ્ધિથી આગળ વધે તે માટે આજે પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી વિજયી બનાવી છે. અને વડાપ્રધાને જે વિકાસની રાજનીતી શરૂ કરી છે. તે દરેક રાજ્યમાં પણ ડબલ એન્જીન સરકારનો લાભ મળે અને દરેકે દરેક રાજ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધેએ માટે પ્રયત્ન થશે. ડબલ એન્જીનની સરકારનો દરેકને લાભ મળશે. 

ભારતના લોકોને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છેઃ વડાપ્રધાન
આજે 4 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યાં છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ માટે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ છે. ક્યાંક ગણતરી ચાલું છે તો ક્યાંક પરિણામો આવી ગયા છે. આ બધાની વચ્ચે એ નક્કી થઈ ગયું છે ક્યા રાજ્યમાં કોની સરકાર બનશે. આ ચૂંટણી મુદ્દે પરિણામ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી છે. તેમણે લખ્યું છે કે, જનતા જનાર્દનને નમન.. વધુમાં જણાવ્યું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતના લોકોને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે તેમજ તેમનો ભરોસો ભાજપમાં છે.

PM મોદીએ જનતાનો આભાર માન્યો
PM મોદીએ વધુમાં લખ્યું કે, ભાજપ પર અપાર સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદ વરસાવવા માટે તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, દીકરી અને અમારા યુવા મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું તેમને ખાતરી આપું છું કે અમે તમારા કલ્યાણ માટે અથાક કામ કરતા રહીશું. આ પ્રસંગે પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો વિશેષ આભાર. તમે બધાએ એક અદ્ભુત દાખલો બેસાડ્યો છે. તમે જે રીતે ભાજપની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને લોકોમાં સુધી પહોંચાડી છે તેના વખાણ કરી શકાય તેમ નથી. અમે વિકસિત ભારતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. આપણે ન તો અટકવાનું છે કે ન થાકવાનું છે. આપણે ભારતને વિજયી બનાવવું છે. આજે આપણે સાથે મળીને આ દિશામાં મજબૂત પગલું ભર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ