બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Disposed of 1569 complaints out of 1872 complaints after the introduction of Land Grabbing Act

કાર્યવાહી / ભૂપેન્દ્ર સરકારમાં દબાણ અને ભૂમાફિયારાજનો ખાતમો, લેન્ડગ્રેબિંગ એક્ટ આવ્યા બાદ 1872 ફરિયાદમાંથી 1569 ફરિયાદનો નિકાલ, અમદાવાદમાં સૌથી વધુ

Kishor

Last Updated: 08:09 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ફરિયાદ નોંધાઇ છે. લેન્ડગ્રેબીંગ અંગે જિલ્લા તંત્રને અત્યાર સુધીમાં 1800થી વધુ ફરિયાદ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • લેન્ડગ્રેબીંગ એક્ટ આવ્યા બાદ સૌથી વધુ ફરિયાદ અમદાવાદ જિલ્લામાં
  • લેન્ડગ્રેબીંગ અગે જિલ્લા તંત્રને અત્યાર સુધીમાં 1800થી વધુ ફરિયાદ મળી
  • 1872 ફરિયાદમાંથી 1569 ફરિયાદ નિકાલ કરાયો

સામાન્ય માનવી, ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોની જમીન હડપ કરનારાઓ સામે કાનૂની સંકજો કસવા લેન્ડગ્રેબીંગ એક્ટ આવકારદાયક સાબિત થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ એક્ટ તળે અનેક ફરિયાદ નોંધવામાં આવી છે. જેના અભ્યાસ નજર કરીએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ફરિયાદ નોંધાઇ છે. લેન્ડગ્રેબિંગ અંગે જિલ્લા તંત્રને અત્યાર સુધીમાં 1800થી વધુ ફરિયાદ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. લેન્ડ ગ્રેડિંગ તળે મળેલી 1872 ફરિયાદમાંથી 1569 ફરિયાદનો નિકાલ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત હાલ લેન્ડગ્રેબીંગની 303 ફરિયાદો પેન્ડિગ છે.

ahmedabad municipal corporation nikol demolition issue

54 કેસમાં ખાનગી જમીન ભૂ માફિયાના કબમાંથી ખાલી કરાવાઈ
સબંધિત વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 76 કેસોમાં 363 લોકો સામે FIR કરવામાં આવી છે. જેમાં 363 આરોપીમાંથી 147 આરોપીઓએ સરકારી જમીન હડપ કરી જવાના ઇરાદે દબાણ કર્યો હોવાનું તથા ખાનગી માલિકીની જમીન પર 216 શખ્સોએ દબાણ કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના આધારે  20  ફરિયાદોમાં પુન:તપાસ પણ કરવામા આવી છે. તે જ રીતે 22 કેસમાં સરકારી જમીન ભૂ માફિયાના કબજામાંથી અને 54 કેસમાં ખાનગી જમીન ભૂ માફિયાના કબમાંથી ખાલી કરાવાઈ છે. તો 2942 કરોડથી વધુ રકમની જમીન માફિયાએ પચાવ્યાની ફરિયાદો ઉઠી હતી.


શું છે લેન્ડગ્રેબીંગ કાયદો?

  • જે તે વખતે CM રુપાણીની અધ્યક્ષતામાં ભૂમાફિયાઓને અંકુશમાં લઇને ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ગુજરાત લેન્ડગ્રેબીંગ પ્રોહિબીશન એક્ટનો કડક અમલ કરતી કાયદાકીય જોગવાઇઓ જાહેર કરાઈ હતી. 
  • આ કાયદા અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં 7 અધિકારીઓની કમિટીની રચના
  • દરેક તબક્કે તપાસ પ્રક્રિયાની સમયસીમા નક્કી કરાઇ
  • ફરિયાદ લાંબો સમય પડતર રહે નહિ 
  • કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર 21 દિવસમાં નિર્ણય કરવાનો રહેશે
  • સરકારી જમીન પચાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેકટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે 
  • વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસાર પગલાં લેવા જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની સમિતીને તપાસ કરવા આદેશ-સૂચનાઓ આપી શકશે
  • જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટ 
  • દરેક સ્પેશ્યલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂંક કરાશે
  • 6 મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે
  • વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બેય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાશે
  • સામાન્ય માનવીને ઝડપી યોગ્ય ન્યાય અને કસૂરવાર ભૂમાફિયાને કડક સજા મળશે 
  • આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શિરે રહેશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ