બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Did people vote for Modi looking at his degree, asks Ajit Pawar

રાજકીય સાથ / 'ડિગ્રી નહીં કરિશ્માથી ચૂંટણી જીત્યાં PM', કોંગ્રેસના સાથી અજિત પવારે મોદીના સપોર્ટમાં નેતાઓને સંભળાવ્યું

Hiralal

Last Updated: 02:52 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી અજિત પવારે પીએમ મોદીની ડિગ્રી વિવાદ પેદા કરનાર નેતાઓને સંભળાવતા પીએમ મોદીનો સપોર્ટ કર્યો છે.

  • અજિત પવારે પીએમની ડિગ્રી વિવાદ પેદા કરનાર નેતાઓને સંભળાવ્યું 
  • કહ્યું કે લોકોએ ડિગ્રી જોઈને નહીં કરિશ્મા જોઈને પીએમને વોટ આપ્યાં
  • પીએમની ડિગ્રી કરતાં દેશ માટે મોંઘવારી અને બેરોજગારી મહત્વના  મુદ્દા 

હાલમાં દેશમાં પીએમ મોદીની ડિગ્રી પર રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાત કોર્ટે પણ તેમની ડિગ્રી જાહેર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોંગ્રેસ આ મુદ્દે લગાતાર પીએમ મોદી પર નિશાન સાધી રહી છે પરંતુ આ દરમિયાન મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી પક્ષ એનસીપીના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી અજિત પવાર ડિગ્રીના મુદ્દે પીએમ મોદીના સપોર્ટમાં આવ્યાં છે અને તેમણે એક મોટું નિવેદન આપીને વિવાદ પેદા કરનાર નેતાઓને એક સંકેત આપ્યો છે. 

લોકોએ ડિગ્રી જોઈને પીએમ મોદીને નથી આપ્યો વોટ 

 PM મોદીના રાજકિય ડિગ્રી વિવાદ પર બોલતાં એનસીપીના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી અજિત પવારે કહ્યું કે 2014 (સામાન્ય ચૂંટણીમાં) શું લોકોએ  ડિગ્રી જોઈને તેમને (મોદીને) મત આપ્યો હતો? 2014માં તેમણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક કરિશ્મા પેદા કર્યો હતો, જે ભાજપ પાસે નહોતો તેનો સંપૂર્ણ શ્રેય નરેન્દ્ર મોદી સાહેબને આપવો જોઈએ.

ડિગ્રીમાં શું માંડ્યું છે સંસદમાં જીતે તે શૂર 
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અજિત પવારે કહ્યું, "ડિગ્રીમાં શું છે? અત્યાર સુધી આપણા લોકતંત્રમાં સંસદમાં બહુમતિ મહત્વની માનવામાં આવે છે. 543 બેઠકો પર (લોકસભામાં) જે પણ બહુમતી ધરાવે છે તે મુખ્ય બને છે. એ જ રીતે આપણા રાજ્યમાં જેને પણ 145-146 વિધાનસભા બેઠકો (કુલ 288માંથી) મળે છે તે મુખ્યમંત્રી બને છે. મેડિકલ સેક્ટરમાં પ્રેક્ટિસ કરવા માટે એમબીબીએસ કે અન્ય સમાન ડિગ્રી હોવી જરૂરી છે, પરંતુ રાજકારણમાં એવું કશું હોતું નથી એમ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધપક્ષના નેતાએ જણાવ્યું હતું.

પીએમની ડિગ્રી કરતાં ફૂગાવો અને બેરોજગારી મહત્વનો મુદ્દો
પવારે કહ્યું કે કહ્યું, "તેઓ (મોદી) નવ વર્ષથી દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મેં જોયું છે કે તેમના અથવા અન્ય કોઈ પ્રધાનની (શૈક્ષણિક) ડિગ્રીનો મુદ્દો ઉપાડવામાં આવી રહ્યો છે. પીએમની ડિગ્રી કરતાં દેશમાં ફૂગાવો અને બેરોજગારી મહત્વનો મુદ્દો છે. એલપીજી સિલિન્ડર અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. યુવાનોના પ્રશ્નો, વિવિધ રાજ્યના વિભાગોમાં બેઠકો ભરવાની જાહેરાત અને ખેડૂતો અને મજૂરોના પ્રશ્નોનો પણ ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ આ અંગે ચર્ચા કરવા માગતું નથી. એનસીપી નેતાએ કહ્યું, "મને નથી લાગતું કે આ મુદ્દા (મોદીની શૈક્ષણિક ડિગ્રી)ને બિલકુલ મહત્વ આપવું જોઈએ.

કેજરીવાલે માગી હતી પીએમ મોદીની ડિગ્રી 
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે ગયા અઠવાડિયે કેન્દ્રીય માહિતી આયોગ (સીઆઈસી)ના આદેશને રદબાતલ રાખ્યો હતો, જેમાં ગુજરાત યુનિવર્સિટીને પીએમ મોદીની ડિગ્રી અંગેની માહિતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપવાનું કહેવામાં આવ્યું હતું. સીઆઈસીના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીની અપીલને માન્ય રાખતા જસ્ટિસ બિરેન વૈષ્ણવે કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ