બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / diarrhea can cause dehydration in summer tips

Health Tips / આ કારણોસર ગરમીમાં વધી રહી છે ડાયેરિયાની સમસ્યા, તો ચિંતા ન કરો, બચવા અપનાવો આ ઉપાય

Bijal Vyas

Last Updated: 12:18 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં ખોરાક ઝડપથી બગડે છે અને ઘણી વખત લોકો તેને અવગણના કરે છે અને તેને ખાય છે, તો ખોરાકમાં રહેલા ખતરનાક બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરીને ડાયરિયા કરે છે

  • ગરમીમાં સ્ટ્રીટ ફૂડના વધુ પડતા સેવનથી ઝાડા થઈ શકે છે
  • જમતા પહેલા બાળકોના હાથ સાબુથી સાફ કરાવી લો
  • દિવસમાં ઓછામાં ઓછુ 3 લીટર પાણી પીઓ, જેનાથી બોડી હાઇડ્રેટ રહે

Diarrhea Prevention Tips:જો તમારા ઘરમાં પણ નાના બાળકો છે તો આ ખબર ફક્ત તમારા માટે જ છે કારણ કે આ દિવસોમાં ઝાડા-ઉલટીનો પ્રકોપ વધી રહ્યો છે. વધતા તાપમાનના કારણે બાળકો હોય કે વડીલો દરેક બીમાર પડી રહ્યા છે. હકીકતમાં, ઉનાળામાં ખોરાક ઝડપથી બગડે છે અને ઘણી વખત લોકો તેને અવગણના કરે છે અને તેને ખાય છે, તો ખોરાકમાં રહેલા ખતરનાક બેક્ટેરિયા તેમના શરીરમાં પ્રવેશ કરે છે, જેના કારણે પેટમાં સખત દુખાવો થવા લાગે છે, તેને ડાયરિયા કહેવામાં આવે છે.

ડાયરિયા બેક્ટેરિયા અને વાયરસના કારણે થાય છે. રોટાવાયરસ એ બાળકોમાં તીવ્ર ઝાડાનું સામાન્ય કારણ છે. દૂષિત ખોરાક અથવા પાણીમાંથી બેક્ટેરિયા અને પૈરાસાઇટ્સ જ્યારે પેટમાં પહોંચે છે ત્યારે ઝાડા થાય છે.

શું છે ડાયરિયાની સમસ્યા?
ડાયરિયામાં  પાતળા પાણીની જેમ મળ આવે છે. પેટમાં મરોડ, ખેંચાણ, દુખાવાની સમસ્યા પણ રહે છે. દિવસમાં ઘણી વખત પાણીવાળા મળને કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે, જેના કારણે વ્યક્તિ ડિહાઇડ્રેશનનો શિકાર બની શકે છે.

કબજિયાતથી છો પરેશાન? તો રોજ કરો આ 4 આસન, થોડા જ દિવસોમાં સમસ્યાથી મળશે  છૂટકારો | Troubled by constipation? So do these 4 asanas daily, you will  get rid of the problem

કેમ થાય છે ડાયરિયા ?
ગરમીમાં સ્ટ્રીટ ફૂડના વધુ પડતા સેવનથી ઝાડા થઈ શકે છે. આ સાથે વાસી અને દૂષિત ખોરાક ખાવાથી, અમુક દવાઓનું સતત સેવન, અમુક વાઈરસ, અપચો, નાના કે મોટા આંતરડામાં કોઈ સમસ્યા હોવાને કારણે પણ ઝાડા થઈ શકે છે.

ડાયરિયાના લક્ષણ 

  • પાતળા જાડા
  • માથામાં દુખાવો અને થાક
  • પેશાબ ઓછો થવો
  • ચક્કર આવવાની સાથે ચિડિયાપણુ
  • બાળકોના પેટમાં મરોડ થવાની ફરીયાદ 
  • મોંઢા પર સોજા
  • મન ગભરાવુ તથા ડિહાઇડ્રેશન થવુ
  • આળશ તથા વધારે ઉંઘ આવવી 

આ વાતોનું ખાસ ધ્યાન રાખો 

  • જ્યૂસ તથા પ્રવાહીનું સેવન વધારે કરો
  • ઓઆરએસ વાળુ પાણી પીતા રહો
  • ફાઇબર યુક્ત શાકભાજીનું સેવન કરો
  • જમતા પહેલા બાળકોના હાથ સાબુથી સાફ કરાવી લો
  • સફર દરમિયાન બંધ બોટલનુ જ પાણી બાળકોને આપો. 
  • આરઓનું પાણી જ પીવું

તમારા શરીરની જરૂરીયાત કરતા વધારે પાણી પીવો છો તો જાણી લો આ વાત | How Much  Water Is Too Much Water To Drink in a Day?

અન્ય ઉપાય

  • ડાયરિયાથી બચવા માટે બહારની વસ્તુ ખાવાની ટાળો
  • દિવસમાં ઓછામાં ઓછુ 3 લીટર પાણી પીઓ, જેનાથી બોડી હાઇડ્રેટ રહે
  • વાસી ખોરાક ના ખાઓ
  • નારિયેળ અને લીંબુ પાણીનું સેવન ડાયરિયામાં રાહત આપે છે, તેનાથી શરીર હાઇડ્રેટેડ રહેશે

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ