બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Dhoni got emotional after reaching the final: I am with CSK about the future plan

IPL 2023 / ફાઇનલમાં પહોંચ્યા બાદ ઈમોશનલ થયો ધોની: ફ્યુચર પ્લાનને લઈને કહ્યું હું CSKની સાથે જ...

Priyakant

Last Updated: 10:21 AM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 News: ચેન્નાઈ સુપર કિંગ્સ 10મી વખત IPLની ફાઇનલમાં પહોંચ્યા પછી કેપ્ટન ધોનીએ કહ્યું કે, તે રમવાનું ચાલુ રાખે કે ન રમે, તે હંમેશા ચેન્નાઈ ટીમ સાથે રહેવાનું પસંદ કરશે

  • IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીત 
  • જીત બાદ ધોનીએ ફ્યુચર પ્લાનને લઈને કહ્યું હું CSKની સાથે જ 
  • ફાઇનલમાં પહોંચ્યા બાદ ઈમોશનલ થયો મહેન્દ્રસિંહ ધોની

IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ 23 મેના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. મહત્વનું છે કે, ચેન્નાઈએ આ મેચ 15 રને જીતી લીધી જેના કારણે તે IPL 2023ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની. ચેન્નાઈ સુપર કિંગ્સ 10મી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલમાં પહોંચ્યા પછી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, તે રમવાનું ચાલુ રાખે કે ન રમે, તે હંમેશા ચેન્નાઈ ટીમ સાથે રહેવાનું પસંદ કરશે.

IPL ક્વોલિફાયરની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 15 રને જીત બાદ ચેન્નાઈના ખેલાડી સહિત સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ તરફ જ્યારે કોમેન્ટેટર હર્ષ ભોગલેએ ધોનીને પૂછ્યું કે શું તે અહીં (ચેન્નઈ) ફરી રમશે? ધોનીએ કહ્યું, મને ખબર નથી મારી પાસે નિર્ણય લેવા માટે આઠ-નવ મહિના છે. મારી પાસે વિચારવા માટે પૂરતો સમય છે, તેથી હું હમણાં તેના વિશે વિચારીને મારી જાતને માથાનો દુખાવો આપવા માંગતો નથી.

ચેન્નાઈને ચાર વખત ચેમ્પિયન બનાવનાર કેપ્ટને કહ્યું, ચાહે તે ચેન્નાઈ માટે મેદાન પર રમવાની વાત હોય કે બાઉન્ડ્રીની બહાર બેસવાની, હું ચેન્નાઈની સાથે રહેવાનું પસંદ કરીશ. તેણે કહ્યું આગામી IPL હરાજી ડિસેમ્બરમાં છે. ત્યારે વિચારશે. હું આ વર્ષે જાન્યુઆરીથી ઘરની બહાર છું, માર્ચથી પ્રેક્ટિસ કરું છું પછી જોઈશ.

ધોનીએ શું આપ્યાં સંકેત ? 
તમને જણાવી દઈએ કે,ધોનીએ આ સિઝનમાં કેટલાક એવા સંકેત આપ્યા છે, જેના કારણે એવું લાગી રહ્યું છે કે તે આગામી વર્ષોમાં પણ IPLમાં રમતા જોવા મળશે. 

શું થયું હતું ગઈકાલની મેચમાં ? 
પ્રથમ ક્વોલિફાયર મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા અને ગુજરાત સામે 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 173 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની બેટિંગ સંપૂર્ણ ફ્લોપ રહી હતી. તે 20 ઓવરમાં 157 રન બનાવીને ઓલઆઉટ થઈ અને 15 રનથી મેચ હારી ગઈ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ