બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / dheeraj sahu problems increased after finding of notes now congress also raised questions on its leader

IT raid / 250થી 300 કરોડ... નોટોનો પહાડ ઊભો કરનાર ધીરજ સાહૂને કોંગ્રેસે પણ આપ્યો ઝટકો, કહ્યું તેમના બિઝનેસ સાથે અમારે કોઈ લેવા નથી

Manisha Jogi

Last Updated: 08:58 AM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘીરજ સાહૂના ઘર અને અન્ય ઠેકાણાઓ પરથી ધનનો ખજાનો મળી આવ્યો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે, સાંસદ ધીરજ સાહૂના બિઝનેસ સાથે કોંગ્રેસનો કોઈ સંબંધ નથી.

  • ઘીરજ સાહૂના ઘરેથી ધનનો ખજાનો મળી આવ્યો
  • ઘીરજ સાહૂના ઠેકાણા પરથી 300 કરોડની રોકડ જપ્ત
  • કોંગ્રેસ નેતાએ જ ધીરજ સાહૂ પર ઊભા કર્યા સવાલ

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ હાલમાં મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા છે. ઘીરજ સાહૂના ઘર અને અન્ય ઠેકાણાઓ પરથી ધનનો ખજાનો મળી આવ્યો છે. 4 દિવસ પછી પણ નોટોની ગણતરા  કરવામાં આવી રહી છે. 136 બેગમાં રહેલ રોકડની ગણતરી કરવામાં આવશે. કોંગ્રેસે પણ પોતાના જ નેતા પર સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે, સાંસદ ધીરજ સાહૂના બિઝનેસ સાથે કોંગ્રેસનો કોઈ સંબંધ નથી. આવકવેરા વિભાગના અધિકારીઓએ રોકડ જપ્ત કરી છે, જેથી આ અંગે માત્ર તેઓ જ જાણકારી આપી શકે છે. 

રોકડ મળવાની રાજનીતિ
સાંસદ ધીરજ સાહૂના ઠેકાણા પરથી રોકડ મળ્યા પછી રાજનીતિ કરવામાં આવી રહી છે. ઝારખંડ ભાજપ નેતાઓ જણાવી રહ્યા છે કે, જપ્ત થયેલ રોકડ કોંગ્રેસ નેતાની છે, તો બીજી તરફ કોંગ્રેસ કહી રહી છે કે તે ભાજપ નેતાઓની છે. ભાજપ સાસંદ સંજય શેઠે જણાવ્યું કે, ‘અત્યાર સુધાrમાં 300 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. હજુ પણ રોકડની ગણતરી કરવામાં આવી રહી છે. મશીન ખરાબ થઈ રહી છે, પરંતુ પૈસા ખતમ નથી થઈ રહ્યા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જણાવે કે, આ પૈસા ક્યાંથી આવ્યા. જેની યોગ્ય તપાસ થવી જોઈએ, આ પૈસા સારી કમાણીના છે કે, કાળુ નાણું છે.’

સાંસદ ધીરજ સાહૂના ધરેથી 300 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. ઉપરાંત જ્વેલરીની 3 સૂટકેસ પણ મળી છે. 

50 કર્મચારી ગણતરી કરી રહ્યા છે
ભારતીય SBI બાલાંગિરના ક્ષેત્રીય પ્રબંધક ભગત બેહરાએ જણાવ્યું કે, અમે બે દિવસમાં તમામ રોકડની ગણતરી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 50 કર્મચારી નોટની ગણતરી રહ્યા છે તથા અન્ય લોકોને પણ બોલાવવામાં આવ્યા છે. કેટલાક પૈસા ટિટલાગઢમાં ગણવામાં આવ્યા. આવકવેરા અને પોલીસ વિભાગે બેન્ક ક્ષેત્રમાં તમામ સુરક્ષા વ્યવસ્થા કરી છે. 

8-10 તિજોરીમાંથી 300 કરોડ મળી આવ્યા
મીડિયા રિપોર્ટ અનુસાર બાલાંગિર જિલ્લામાં કંપનીના પરિસરમાં રાખવામાં આવેલ 8-10 તિજોરીઓમાંથી લગભગ 300 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. અન્ય સંપત્તિ ટિટલાગઢ, સંબલપુર અને રાંચીમાંથી જપ્ત કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ