બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ગુજરાત / devotees will be able to enter the sanctum sanctorum of Mahakal temple

નિર્ણય / મહાશિવરાત્રી પહેલા શિવભક્તો માટે ખુશખબર, ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતીએ લીધો મહત્વનો નિર્ણય

Khyati

Last Updated: 04:45 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાશિવરાત્રિ પૂર્વ ઉજ્જેન મહાકાલેશ્વર મંદિર સમિતીએ શ્રદ્ધાળુઓને ગર્ભગૃહમાં પ્રવેશ આપવાનો લીધો નિર્ણય

  • ઇજ્જૈન મહાકાલેશ્વરના મંદિર સમિતીનો નિર્ણય
  • ગર્ભગૃહમાં  શ્રદ્ધાળુઓને મળશે પ્રવેશ
  • મંગળવારથી શુક્રવાર ગર્ભગૃહમાં જઇ દર્શન શક્ય

મહાશિવરાત્રીનો પર્વ નજીકમાં છે તેવામાં મહાકાલના ભક્તો માટે એક અગત્યના સમાચાર આવ્યા છે. ઉજ્જૈનના મહાકાલેશ્વરના દર્શન કરવા માટે હવે શ્રદ્ધાળુઓને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાની અનુમતી મળી છે.હવે ભક્તો ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે. મંગળવારથી શુક્રવાર સુધી ભક્તો ગર્ભગૃહમાં બાબા મહાકાલના દર્શન કરી શકશે. જે માટે  બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

VIP ગેટથી પણ એન્ટ્રી ફ્રી રહેશે

મહાકાલ પ્રબંધન સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં સમિતિના પ્રમુખ કલેક્ટર આશિષ સિંહ, એસપી સત્યેન્દ્ર શુક્લા સહિત મંદિર સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. આ અંતર્ગત તમામ ભક્તોને મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. મંગળવારથી શુક્રવાર સુધી ભક્તો બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન ગર્ભગૃહમાં દર્શન કરી શકશે. VIP ગેટથી પણ એન્ટ્રી ફ્રી રહેશે. અગાઉ સો રૂપિયાની પ્રોટોકોલ ફી હતી પરંતુ તે નાબૂદ કરવામાં આવી છે.

મહાશિવરાત્રીએ 51 હજાર દીવા પ્રગટાવાશે

ગર્ભગૃહમાં પ્રવેશ માટે પંડિતો અને પુરોહિતોને એક દિવસમાં મળનારી 1500 રુપિયાની 5 રસીદ વધારીને 10 કરવામાં આવી છે. એમ નક્કી કરવામાં આવ્યુ છે કે પુજારી, પુરોહિતોની સાથે 1500 રુપિયાની જળાભિષેકની રસીદને એક દિવસમાં સવારે 6થી9, બપોરે 12થી1, સાંજે 6થી 8 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમયે ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિર સમિતિ દ્વારા મહાશિવરાત્રીના દિપોત્સવમાં વિવિધ નિયત સ્થળોએ 51 હજાર દીવા પ્રગટાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંદિરમાં શયન આરતીમાં ભક્તોના સહયોગથી દીવા પ્રગટાવવામાં આવશે.

કોરોનાને કારણે ગર્ભગૃહમાં પ્રવેશ બંધ હતો

કોરોના સંક્રમણને જોતા ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. પ્રોટોકોલની મુલાકાત લેનાર વીઆઈપીઓને રુ.100ની ફી સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ફી બુધવારથી સમાપ્ત થઈ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ