બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / devotees lili parikrama junagadh Covid guideline change

BIG NEWS / છેલ્લી ઘડીએ લીલી પરિક્રમાના નિયમમાં ફેરફાર, હવે 400-400ના જૂથમાં લોકો કરી શકશે પરિક્રમા

Hiren

Last Updated: 08:29 AM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીને પગલે લીલી પરિક્રમા માટે તંત્ર દ્વારા માત્ર 400 લોકોની મંજૂરી મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. મુખ્ય પ્રવેશ દ્વારા પર શ્રદ્ધાળુઓના ઉમટી પડ્યા હતા. ત્યારે લોકલાગણીને ધ્યાને રાખીને તંત્રએ નિયમમાં ફેરફાર કર્યો છે.

  • શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર
  • કરી શકાશે ગિરનારની લીલી પરિક્રમા
  • 400 લોકોના જથ્થાને તબક્કાવાર મોકલાશે

આજથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થતા પ્રવેશદ્વાર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કોવિડને ધ્યાને રાખીને આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે મંજૂર આપવામાં આવી હતી. આમ, છતા મોટા પ્રમાણમાં ગેટ પર લોકો એકઠા થઇ જતા તંત્ર દ્વારા તાત્કાલિક નિયમમાં ફેરફાર કરાયો છે. જૂનાગઢમાં યાત્રાળુઓનો ધસારો જોતા જિલ્લા કલેકટર રચિત રાજે છેલ્લી ઘડીએ પરિક્રમાને શરતી મંજૂરી આપતા ભવનાથમાં એકત્રિત થયેલ આશરે એક લાખ પરિક્રમાર્થીઓમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ.

400 લોકોના જથ્થાને તબક્કાવાર મોકલાશે

ગિરનારની લીલી પરિક્રમા અંગે જૂનાગઢ વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લેતા હવે 400ની મર્યાદામાં લોકો તબક્કાવાર જઈ શકશે. 400-400ના જૂથમાં લોકો પરિક્રમામાં જઈ શકશે. સંતો, સામાજિક સંગઠન અને શ્રદ્ધાળુઓની માંગને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો છે. અગાઉ માત્ર 400 લોકોની મર્યાદા સાથે પરિક્રમા યોજવાની હતી. પહેલા માત્ર સાધુ-સંતો જ લેવાના હતા ભાગ
હવે 400ના જથ્થામાં સામાન્ય લોકો પણ પરિક્રમા કરી શકશે.

શ્રદ્ધાળીઓ અને વિશ્વ હિન્દુ સંગઠને કર્યો હતો વિરોધ

કોરોનાના કારણે લીલી પરિક્રમામાં માત્ર 400 લોકોને મંજૂરી અપાઇ હતી, જેમાં માત્ર સાધુ સંતો જ જોડાઈ શકે છે, તંત્રના આવા નિર્દેશને પગલે આજે શ્રદ્ધાળુઓ અને વિશ્વ હિન્દુ સંગઠન ભારે વિરોધ કર્યો હતો. વિરોધને પગલે પરીક્રમાના મુખ્ય ગેટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પરિક્રમાના એન્ટ્રી ગેટ પર લોકોએ કર્યો હતો હલ્લાબોલ

દર વર્ષે કારતક સુદ અગિયારસથી કાર્તિક પૂર્ણિમા સુધી યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે ઓછા લોકો સાથે યોજવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રમાં આસ્થાનું કેન્દ્ર એવા જૂનાગાઢમાં કોરોના વાયરસનાં કારણે છેલ્લા બે વર્ષથી લીલી પરિક્રમાનું આયોજન કરી શકાયું ન હતું ત્યારે આ વર્ષે કલેકટરની બેઠકમાં લીલી પરિક્રમાને મંજૂરી આપવામાં આવી છે. આ પરિક્રમા દરમિયાન માત્ર 400 લોકો જ ભાગ લઈ શકે તેવો નિર્ણય લેવાયો હતો. જેમાં કોરોના ગાઈડલાઈનનું પણ પાલન કરવાનું રહેશે. જોકે પરિક્રમાના ગેટ પર લોકોએ હલ્લાબોલ કરતા 400 લોકોને મંજૂરી વાળી ગાઇડલાઇનમાં હવે ફેરફાર કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ