બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Devdutt Padikkal hits century in Vijay Hajare trophy 2023 after releasing from Rajasthan Royals

IPL 2024 / IPL 2024 પહેલા રાજસ્થાન રૉયલ્સે આ સ્ટાર ખેલાડીને બતાવ્યો બહારનો રસ્તો, તો જોરદાર બેટિંગ કરીને આપ્યો જવાબ, વિજય હજારે ટ્રોફીમાં કર્યો કમાલ

Vaidehi

Last Updated: 06:51 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન રૉયલ્સને થઈ શકે છે અફસોસ..કારણકે દેવદત્ત પડિક્કલે RRમાંથી નિકળ્યાં બાદ ફિલ્ડ પર પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડીને સૌને ફરી ચોંકાવી દીધાં છે.

  • IPL 2024 માટે ખેલાડીઓનાં થઈ રહ્યાં છે ટ્રેડ
  • રાજસ્થાન રૉયલ્સે દેવદત્તને લખનઉ સાથે ટ્રેડ કર્યું
  • આ બાદ ખેલાડીએ ફિલ્ડ પર મેચ દરમિયાન સદી ફટકારી દીધી

IPL 2024ની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ખેલાડીઓને રિલીઝ અને રિટેન કરવાની પણ ક્રિયા સતત ચાલી રહી છે. કેટલીક ફ્રેંચાઈઝી પોતાના ખેલાડીઓને બીજી ફ્રેંચાઈઝીઓથી ટ્રેડ કરી રહ્યાં છે. જેમાં રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયંટ્સ પણ શામેલ છે.

દેવદત્તે ફટકારી સદી
રાજસ્થાને પોતાના ખેલાડી દેવદત્ત પડિક્કલને લખનઉનાં ખેલાડી આવેશ ખાન સાથે ટ્રેડ કરી લીધું છે. તો રાજસ્થાનથી અલગ થયાં બાદ હવે વિજય હજારે ટ્રોફી 2023માં દેવદત્ત પડિક્કલનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. કર્ણાટક અને ઉત્તરાખંડ વચ્ચે ચાલી રહેલી મેચમાં દેવદત્ત પડિક્કલે કર્ણાટક માટે શાનદાર ઈનિંગ રમી. આ મેચમાં દેવદત્તે 122 બોલમાં 117 રનની શાનદાર મેચ રમી. પોતાની ઈનિંગ દરમિયાન દેવદત્તે 13 ચોગ્ગાં અને 5 છગ્ગા ફટકાર્યાં.

IPLમાં પણ શાનદાર આંકડા
દેવદત્ત પડિક્કલનાં IPLમાં પણ શાનદાર આંકડા છે. ખાસ કરીને 2020 અને 2021ની IPL સીઝનમાં દેવદત્તે રૉયલ ચેલેંજર્સ બેંગલોરની તરફથી જોરદાર પ્રદર્શન કર્યું. RCBની તરફથી બેટિંગ કરી રહેલા દેવદત્તને સારી ઓળખ મળી. આ બાદ IPL 2022માં રાજસ્થાન રૉયલ્સે તેમને પોતાની ટીમમાં સામેલ કર્યાં. પણ રાજસ્થાનની તરફથી દેવદત્ત એટલું સારું પ્રદર્શન ન કરી શક્યાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ