બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Detention of Congress leaders marching for Dandikucha in Ahmedabad

ગાંધીમાર્ગે આંદોલન / અમદાવાદમાં દાંડીકૂચ માટે નીકળેલા કોંગ્રેસી નેતાઓની અટકાયત, ધક્કામુક્કીમાં એક ઘાયલ

Shyam

Last Updated: 07:16 PM, 12 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાંડીયાત્રા પર નીકળેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રવક્તા મનિષ દોશી સહિત તમામ મોટા નેતાઓની અટકાયત કરીને પોલીસ વેનમાં બેસાડી દીધા

  • અમદાવાદમાં મંજૂરી વિના દાંડીકૂચ કોંગ્રેસીઓની અટકાયત
  • પોલીસે કોંગ્રેસ આગેવાનોની કૂચને અટકાવી
  • કોંગ્રેસના તમામ મોટા નેતાઓની પોલીસે કરી અટકાયત

અમદાવાદમાં મંજૂરી વિના દાંડીકૂચ કરતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રવક્તા મનિષ દોશી સહિત તમામ મોટા નેતાઓની અટકાયત કરીને પોલીસ વેનમાં બેસાડી દીધા હતા. પરેશ ધાનાણીની પણ અટકાયત કરી દેવાઈ છે. આ સાથે પોલીસ અને મહિલા કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. કોંગ્રેસની કૂચને અટકાવવા પોલીસનો મોટો કાફલો ઉતારી દેવાયો છે. 

પોલીસ અટકાયત બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન

પોલીસ અટકાયત બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, પોલીસ અત્યાચાર કરી રહી છે. શું ગુજરાતમાં ગાંધીપથ પર ચાલવાનો અધિકાર નથી. સાથે અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર પોલીસનો આશરો લઇ રહી છે. લોકશાહી બચાવવા કોંગ્રેસ લડતી રહેશે. દેશ અંગ્રેજો સામે ઝૂક્યો ન હતો તો સત્તા સામે પણ ઝૂકશુ્ં નહીં. 

કોંગ્રેસના મહિલા કાર્યકરો અને મહિલા પોલીસ વચ્ચે ઘર્ષણ

કોંગ્રેસની દાંડીકૂચને રોકવા માટે પોલીસના કાફલા ઉતારી દેવાયા હતા. તો સાથે મહિલા પોલીસનો પણ મોટો સ્ટાફ કોંગ્રેસ ભવન પહોંચી ગયો હતો. જ્યાં મહિલા કોંગ્રેસના સંગઠન દ્વારા પણ આ દાંડી કૂચ કરવામાં આવી રહી હતી. ત્યારે મહિલા કોંગ્રેસના નેતા પ્રગતિ આહીર અને મહિલા પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. 

કોંગ્રેસ ભવન પર પોલીસના કાફલા

ગાંધી આશ્રમ ખાતે આઝાદીના અમૃત મહોત્વનું આયોજન કરાયું હતું. જેમાં PM મોદીની હાજરી પણ હતી. PM મોદીના ગુજરાત પ્રવાસને કારણે જ, શહેરમાં ઠેર-ઠેર પોલીસનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ દાંડી કૂચ યાત્રાનું આયોજન કરી રહ્યા હતા. પરંતુ કોંગ્રેસના નેતાઓને સવારથી જ નજર કેદ કરી લેવાયા હતા. કોંગ્રેસ ભવનની બહાર મોટી સંખ્યામાં પોલીસની વેન પહોંચી ગઈ હતી. અને પોલીસના કાફલા ધડાધડ ઉતારી દેવાયા હતા. 

આઝાદીના અમૃત મહોત્સવમાં PM મોદીની હાજરી

12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. જેના 90 વર્ષ પૂરા થયાની યાદમાં આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરાયું હતું.  જેમાં PM મોદીએ લોકલ ફોર વોકલ ચરખાનું લોકાર્પણ કર્યું છે. હેસટેગ સાથે ટ્વિટ કરતા ચરખો ફરશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસી નેતાઓ પણ આજે દાંડીયાત્રા કરવા માટે નીકળ્યા હતા. પરંતુ કોંગ્રેસ ભવનખાતેથી કોંગ્રેસના નેતાઓ નીકળે તે પહેલા જ અટકાયત કરી લેવાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ