બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Despite the many efforts of the traffic police in Ahmedabad, drivers are breaking the rules

અમદાવાદ / તમે ગમે તેટલાં ધમપછાડા કરો, અમે તો નહીં જ સુધરીએ! 'તથ્ય કાંડ' બાદ પણ વાહનચાલકો નિયમો તોડવામાં અવ્વલ

Malay

Last Updated: 03:35 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું ગમે તેટલું પાલન કરવાનું કહેવામાં આવે તો પણ તે નહીં કરે, ટ્રાફિક પોલીસની અનેક મહેનત છતાંય વાહનચાલકોમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.

  • હજુ પણ પૂરઝડપે વાહનો લઇને નીકળી રહ્યા છે ચાલકો 
  • શોર્ટકટથી જવા માટે રોંગસાઇડનો પણ કરી રહ્યા છે ઉપયોગ 
  • પોલીસની કામગીરીથી વાહચાલકોના પેટનું પાણી પણ નથી હલતું 

અમદાવાદ ન્યૂઝઃ રોંગ સાઇડમાં જવું, હેલ્મેટ નહીં પહેરવી, ટ્રાફિક પોલીસ કર્મચારી સામે જ સિગ્નલ તોડીને જવું, સીટ બેલ્ટ ન પહેરવો આવા અનેક ટ્રાફિકના નિયમો તોડવાનો અનોખો શોખ વાહનચાલકોને થઇ ગયો છે. વાહનચાલકોના ટ્રાફિકના નિયમો તોડવાના શોખનો ભોગ ઘણી વખત નિર્દોષ લોકો બની રહ્યા છે. વાહનચાલકોમાં ટ્રાફિકની સેન્સ આવે તે માટે ટ્રાફિક પોલીસ મહેનત કરી રહી છે પરંતુ તેની કોઇ અસર દેખાતી નથી. ટ્રાફિકના નિયમો તોડીને વાહનચાલકોએ પોલીસને બતાવી દીધું છે કે તમે ગમે તેવા ધમપછાડા કરશો પરંતુ અમે તો નથી જ સુધરવાના. વાહનચાલકો મૂંગા મોઢે નિયમો તોડીને કહી રહ્યા છે તમે ગમે તેવા કિલર બમ્પ પણ મૂકશો તો પણ અમે તો રોંગ સાઇડમાં જ જવાના છીએ. 

સાવધાન! છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નોંધાયા ટ્રાફિક ભંગના 192 કેસ,  લારી-ગલ્લા પર પણ તવાઇ | 192 cases of traffic violations reported in  Ahmedabad in last 24 hours
ફાઈલ ફોટો

વાહનચાલકોને સુધારવા મેદાનમાં ઉતરી હતી પોલીસ
ઇસ્કોનબ્રિજ પર એક મહિના પહેલાં પૂરઝડપે આવી રહેલી જેગુઆર કારના ચાલક તથ્ય પટેલે સંખ્યાબંધ લોકોને અડફેટમાં લીધા હતા. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ સહિત નવ લોકોનાં કરુણ મોત થયાં હતાં. આ ઘટના ટોફ ઓફ ધ ટાઉન નહીં પરંતુ ટોક ઓફ ધ કન્ટ્રી બની હતી. ચિત્તાની ઝડપે આવી રહેલા તથ્ય પટેલે સર્જેલા અકસ્માતના કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો જ્યારે પોલીસ પણ વાહનચાલકોને સુધારવા માટે મેદાનમાં ઊતરી ગઇ હતી. ટ્રાફિકના નિયમો તોડનાર વાહનચાલકો સામે અમદાવાદ પોલીસે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન 
રાખ્યું હતું.

નિયમોની ઐસી કી તૈસી
અમદાવાદ સિવાય રાજ્યનાં તમામ શહેરો તેમજ જિલ્લાઓમાં પણ પોલીસે વાહનચાલકો માટે ખાસ ડ્રાઇવ યોજી હતી. અમદાવાદ ટ્રાફિક પોલીસે વાહનચાલકો વિરુદ્ધ સંખ્યાબંધ કાર્યવાહી કરી છે પરંતુ કોઇ અસર દેખાઇ રહી નથી. પોલીસની કામગીરીથી વાહચાલકોના પેટનું પાણી પણ હલતું નથી તેવું લાગી રહ્યું છે. એસજી હાઇવે પર પૂરઝડપે વાહનો લઇને હજુ પણ ચાલકો નીકળી રહ્યા છે જ્યારે શોર્ટકટથી જવા માટે રોંગસાઇડનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આજે સવારે સોલાથી એક કાર પસાર થઇ રહી હતી જેને થલતેજમાં જવાનું હોવાથી તેણે બ્રિજ ઊતરતા રોંગ સાઇડમાં કાર લેવાની કોશિશ કરી હતી. થોડા સમય સુધી કારચાલકે રોંગ સાઇડમાં જવાની કોશિશ કરી હતી પરંતુ સતત વાહનો આવતાં હોવાથી અંતે તેણે અંડરબ્રિજ ઉતારીને પકવાન સર્કલથી યુ ટર્ન માર્યો હતો. જો વાહનો આવતાં ના હોત તો કદાચ કારચાલક પૂરઝડપે રોંગ સાઇડમાં નીકળી ગયો હતો. 

બોર્ડ લગાવેલું હતું છતાં તોડ્યો નિયમ
સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે કારચાલકે જ્યાં રોંગ સાઇડમાં જવા માટેની કોશિશ કરી હતી ત્યાં જ ટ્રાફિક પોલીસે બોર્ડ લગાવેલું હતું. નિયમોની ઐસી કી તૈસી કરવી તો કોઇ વાહનચાલકો પાસેથી જ શીખે તેવું ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કહી રહ્યા છે. વહેલી સવારે બનેલી આ ઘટના સાબિત કરે છે કે પોલીસ ગમે તેવી કડક કાર્યવાહી કરશે પરંતુ વાહનચાલકોને કોઇ ફરક પડવાનો નથી. 

વાહનચાલકોને ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષા નથી આવડતી કે શું?
‘યુ ટર્ન લેવાની મનાઇ છે’ આ એક જ લાઇન પોલીસે ત્રણ અલગ અલગ ભાષામાં લખી છે. સ્કૂલમાં જતાં બાળકો પણ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી સમજી શકે છે. પરંતુ કેટલાક વાહનચાલકોને ત્રણેય ભાષા ન આવડતી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે ત્રણેય ભાષામાં લખ્યું છે છતાંય સમજવાની શક્તિ વાહનચાલકોમાં ઓછી થઇ ગઇ છે. કદાચ વાહનચાલકોને ખબર છે તે છતાંય તેઓ વટ ઉપર રોંગ સાઇડમાં નિકળવાનું પસંદ કરે છે. એસજી-1 પોલીસ સ્ટેશન દ્વારા બોર્ડમાં સ્પષ્ટ લખાણ લખવામાં આવ્યું છે રોંગ સાઇડમાં લેશો તો આઇપીસી 279, એમવી એક્ટ (મોટર વિહિકલ એક્ટ) 184 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દરેકને દેખાય તેવું બોર્ડ લગાવાયું છે પણ વાહનચાલકો કેમ સમજવા તૈયાર થતા નથી કે આપણી એક ભૂલ બીજાનો જીવ જોખમમાં મૂકી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ