બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Deputy Director of Agriculture Agriculture Officer suspended in Chikhli in government urea matter

ફરજ મોકૂફ / ચીખલીમાં નાયબ ખેતી નિયામક, ખેતી અધિકારી પર તવાઈ, થયા સસ્પેન્ડ, મામલો સરકારી યુરિયાનો

Kishor

Last Updated: 12:12 AM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના ચીખલી ખાતે રૂ.૮૮.૩૭ લાખની કિંમતનો શંકાસ્પદ યુરીયા ખાતરનો અંદાજીત ૧.૪૨ લાખ કિલોની ૨૯૫૨ બેગ ખાતરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ મામલે નવસારી જિલ્લાના નાયબ ખેતી નિયામક અને ખેતી અધિકારીને ફરજ મોકૂફ કરાયા છે.

  • યુરીયા ખાતરનાં અનઅધિકૃત વપરાશ-નિકાસ મામલે
  • નવસારી જિલ્લાના નાયબ ખેતી નિયામક અને ખેતી અધિકારીને કરાયા ફરજ મોકૂફ
  • ફરજ પ્રત્યે નિષ્કાળજી બદલ લેવાયો નિર્ણય 

રાજ્યમાં ખેતી વપરાશનાં યુરીયાનો અનઅધિકૃત ઔધોગિક વપરાશ થતો અટકાવવા તથા આ સંબંધિત ગુનાખોરી પર નજર રાખી આવુ કૃત્ય આચરતા તત્વોને પકડી તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી  હતી.


રૂ.૮૮.૩૭ લાખની કિંમતનો શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો ઝડપાયો હતો

જે અંતર્ગત નવસારીના ચીખલી ખાતે રૂ.૮૮.૩૭ લાખની કિંમતનો શંકાસ્પદ યુરીયા ખાતરનો અંદાજીત ૧.૪૨ લાખ કિલોની ૨૯૫૨ બેગ ખાતરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ યુરીયા ખાતરનાં અનઅધિકૃત વપરાશ-નિકાસ મામલે ફરજ પ્રત્યે નિષ્કાળજી બદલ નવસારી જિલ્લાના નાયબ ખેતી નિયામક પ્રફુલ્લભાઇ રમણભાઇ ચૌધરી, વર્ગ-૧ તેમજ ચીખલીના ખેતી અધિકારી ટીપ્લેશકુમાર કાંતિલાલ પટેલ વર્ગ-૨ને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ)ના નિયમો મુજબ શિસ્ત વિષયક કાર્યવાહી કરીને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકાયા છે તેમ, ખેતી નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.


અન્ય બેગમાં ટ્રાન્સફર કરી યુરિયાનો કરાયો હતો નિકાલ
ઉલ્લેખનીય છે કે  ખેતીવાડી ખાતા દ્વારા ખેતી વપરાશનાં યુરીયાનો અનઅધિકૃત ઔધોગિક વપરાશ તથા તેને અન્ય બેગમાં ટ્રાન્સફર કરી નિકાસ થતો હોવાની મળેલી ચોક્ક્સ બાતમીનાં આધારે તાજેતરમાં નવસારી જિલ્લાના ચીખલી પંથકમાં દરોડા પાડવામા આવ્યા હતાં. ચીખલી તાલુકાનાં આલીપોર (ખુંધ) ખાતે આવેલી આદિત્ય ઇન્ડસ્ટ્રીઝ, આલીપોર ખાતે આવેલી વિન્ડસન કેમીકલ પ્રાઇવેટ લીમીટેડ તથા થાલા ખાતેના શિવકૃપા હોટેલમાં તપાસ કરવામાં આવી હતી. આ વિવિધ સ્થળોએ પાડેલા દરોડામાં ૬ અલગ અલગ વાહનોમાંથી રૂ.૮૮.૩૭ લાખની કિંમતનો શંકાસ્પદ યુરીયા ખાતરનો અંદાજીત ૧.૪૨ લાખ કિલોની ૨૯૫૨ બેગ ખાતરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો જે અંતર્ગત સંબંધિત અધિકારીઓની ફરજમાં નિષ્કાળજી બદલ કાર્યવાહી કરીને તેમને ફરજ મોકૂફી હેઠળ મૂકાયા છે તેમ વધુમાં જણાવાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ