બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Depression in the stock market Sensex fell 300 points

મંદી / શેરબજારમાં પણ તેજીના વાવાઝોડા પર બ્રેક, સેન્સેક્સ 300 અંક ગગડ્યો, આ શેરોમાં 'ભારે દબાણ'

Kishor

Last Updated: 04:04 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેર બજારમાં તેજીના વાવાઝોડા પર આજે બ્રેક લાગી હતી અને BSE સેંસેક્સ 310 અંકનો ઘટાડો નોંધાયો હતો.

  • વાવાઝોડાની આફત વચ્ચે શેર બજારમાં ઉથલપાથલ
  • BSE સેંસેક્સ 310 અંકનો ઘટાડો
  • રોકાણકારોનું ટેન્શન વધી ગયું

વાવાઝોડાની આફત વચ્ચે શેર બજારમાં ઉથલ પાથલ જોવા મળી હતી. ત્રણ દિવસ તેજીના લીલા રંગના અંકો દેખાયા બાદ ફરી ગુરુવારે અચાનક એ અંકો લાલ થઇ ગયા હતા. ત્રણ દિવસ બાદ બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. BSE સેંસેક્સ 310 અંકનો ઘટાડો થશે રોકાણકારોનું ટેન્શન વધી ગયું હતું. બીએસઇ સેંસેક્સ 62,917 પર બંધ રહ્યું હતું. તો નિફ્ટીમાં પણ 67 પોઇન્ટ નીચે ઉતરીને 18,688 પર બંધ રહ્યું હતું. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે બજારમાં આવેલા ઘટાડા પાછળ બેંકિંગ શેર જવાબદાર રહ્યાં હતા. જેમાં નિફ્ટીમાં ઇન્ડસઇન્ડ બેંક અને SBIના શેરમાં સૌથી વધારે ઘટાડો આવ્યો હતો. આ પહેલા બુધવારે બીએસઇ 85 અંકના વધારા સાથે 63,228 પર બંધ રહ્યો હતો. 

Topic | VTV Gujarati

એપોલો હોસ્પિટલ નો શેર 4.20 ટકા વધ્યો

બીજી બાજુ નિફ્ટીમાં જે શેરમાં વધારો જોવા મળ્યો તેમાં નજર કરીએ તો એપોલો હોસ્પિટલ +4.20 ટકા, Divi Lab +2.80 ટકા, Dr Reddy +2.30 ટકા, Cipla +2.10 ટકા રહ્યો હતો. જ્યારે ઘટાડો આવ્યો એવા શેરની વાત કરીએ તો હિરો મોટોકોર્ટ -3.30 ટકા, ઇન્ડસઇન્ડ બેંક -2 ટકા, વિપ્રો -2 ટકા, એસબીઆઇ -1.90 ટકા રહ્યાં હતા. 

Tag | VTV Gujarati

મેડિકલ ડિવાઇસ અને હોસ્પિટલના શેરમાં જબ્બર ઉછાળો

તો બીજી બાજુ શેર બજારમાં તેજી દેખાડનારા શેર પર નજર કરીએ તો મેડિકલ ડિવાઇસ અને હોસ્પિટલના શેરમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો હતો. Poly Medicure 13.50 ટકા, Fortis Health +2.50 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે બજારમાં આવેલા ઉતાર ચઢાવ પર FEDની પોલીસીની અસર જોવા મળી હતી. ફાર્ટા, ઓટો, FMCG સ્ટોકમાં ખરીદારી જોવા મળી હતી. બેંક, NBFC, IT, મેટલના શેરમાં ઘટાડો નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ