બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Denmark's Ministry of Defense banned the use of Tik Tok on the phones of government employees

નિર્ણય / US-કેનેડા બાદ હવે આ દેશે મૂક્યો TikTok પર પ્રતિબંધ! સાઇબર સિક્યોરિટીને લઇ સરકાર એલર્ટ

Dinesh

Last Updated: 03:24 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાએ હાલમાં જ સરકારી માલિકીના તમામ ગેજેટ્સ પર શોર્ટ વિડિયો પ્લેટફોર્મ ટિક ટોક પર પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી અમેરિકાની સેનેટે પણ આ અંગે એક બિલ પાસ કર્યું હતું.

  • ડેનમાર્કના રક્ષા મંત્રાલયે સરકારી કર્મચારીઓના ફોનમાં ટિક ટોકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો
  • ડેનમાર્ક સરકારે   એપની સુરક્ષા અને ડેટા ગોપનીયતાને લઈ ચિંતા વ્યક્ત કરી
  • અમેરિકાની સેનેટે પણ આ અંગે એક બિલ પાસ કર્યું હતું


શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટિકટોક પર પ્રતિબંધ મૂકવાનો સિલસિલો યથાવત છે. અમેરિકા બાદ હવે ડેનમાર્કના રક્ષા મંત્રાલયે સરકારી કર્મચારીઓના ફોનમાં ટિક ટોકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. નાટો સદસ્ય ડેનમાર્કના રક્ષા મંત્રાલયે સાઈબર સિક્યુરિટીને લઈને આ પગલું ભર્યું છે. ડેનમાર્ક સરકારે   એપની સુરક્ષા અને ડેટા ગોપનીયતાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી સરકારી ઉપકરણોમાં ટિક ટોકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

કર્મચારીઓને ટિક ટોક હટાવવા આદેશ
નાટો સદસ્ય ડેનમાર્કના રક્ષા મંત્રાલયે તેમના કર્મચારીઓને સાયબર સિક્યુરિટીનો હવાલો આપી તેમના કામના ફોન પર વિડિયો-શેરિંગ એપ્લિકેશન ટિકટોકને હટાવી નાખવા   સૂચના આપી છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે સત્તાવાર એકમો પર એપ્લિકેશનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રક્ષા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કર્મચારીઓના સર્વિસ ફોન અને અન્ય ઓફિશિયલ ઉપકરણો પર ટિક ટોક ઇન્સ્ટોલ કરેલું   હોય   તો તેને તાત્કાલિક હટાવી દેવામાં આવે. 

એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે સ્કૈંડિનેવિયાઈ  દેશના સેન્ટર ફોર સાઈબર સિક્યુરિટીએ મૂલ્યાંકન કર્યું હતું કે એપ્લિકેશને ચોક્કસ અધિકારો અને ઉપકરણની ઍક્સેસ માંગી હતી, જેનાથી જાસૂસીનો ખતરો હતો. ગયા મહિને ડેનમાર્કની સંસદે 179 સભ્યોની વિધાનસભામાં સાંસદો અને સ્ટાફને   જાસૂસીના જોખમનો હવાલો આપી   સાયબર સુરક્ષા ઉપાય તરીકે કામના ફોન પર ટિક ટોક રાખવા વિરુદ્ધ આગ્રહ કર્યો હતો. 

અમેરિકાએ ટિકટોકને સુરક્ષા માટે ખતરો ગણાવ્યો
અમેરિકાએ હાલમાં જ સરકારી માલિકીના તમામ ગેજેટ્સ પર શોર્ટ વિડિયો પ્લેટફોર્મ ટિક ટોક પર પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી અમેરિકાની સેનેટે પણ આ અંગે એક બિલ પાસ કર્યું હતું. આ બિલમાં સરકારી કર્મચારીઓ અને સરકારી ગેજેટ્સમાં ટિક ટોકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવામાં આવી હતી. 

સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કે, આ સામાન્ય યૂઝર્સ માટે પ્રતિબંધ ન હતો. સરકારી સાધનોમાંથી શોર્ટ વિડિયો પ્લેટફોર્મ ટિકટોકને તાત્કાલિક અનઇન્સ્ટોલ કરવા સૂચના આપવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ટૂંક સમયમાં આ અંગે કાયદો બનાવી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ