બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Delhi Police nabbed Deepak Boxer gangster linked to Lawrence Bishnoi from Mexico

BIG NEWS / દિલ્હી પોલીસને મોટી સફળતા: લોરેન્સ બિશ્નોઇ સાથે જોડાયેલ વધુ એક ગેંગસ્ટરને મેક્સિકોમાંથી દબોચ્યો

Megha

Last Updated: 12:48 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપક બોક્સર બિલ્ડરની હત્યાના કેસમાં વોન્ટેડ હતો, 9 જાન્યુઆરી 2023ના રોજ તે કોલકાતાથી ફ્લાઈટ લઈને મેક્સિકો ભાગી ગયો હતો પણ દિલ્હી પોલીસે દીપકની ધરપકડ કરી છે

  • બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલ ગેંગસ્ટર દીપક બોક્સરની ધરપકડ
  • સ્પેશિયલ સેલની ટીમે FBIની મદદથી દીપકને મેક્સિકોથી પકડ્યો
  • 29 જાન્યુઆરી 2023ના રોજ કોલકાતાથી ફ્લાઈટ લઈને મેક્સિકો ભાગ્યો હતો 

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલ ગેંગસ્ટર દીપક બોક્સરની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. જણાવી દઈએ કે સ્પેશિયલ સેલની ટીમે FBIની મદદથી દીપકને મેક્સિકોથી પકડ્યો છે અને દિલ્હી પોલીસે દેશની બહાર ગયા બાદ પહેલીવાર કોઈ ગેંગસ્ટરને પકડ્યો છે.

મેક્સિકો ભાગી ગયો હતો દીપક બોક્સર
પોલીસના જણાવ્યા અનુસાર લોરેન્સ બિશ્નોઈએ દીપક બોક્સરને ભારતમાંથી ભાગવામાં મદદ કરી હતી. મળતી જાણકારી અનુસાર દીપકને એકથી બે દિવસમાં ભારત લાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે દીપક બોક્સર સિવિલ લાઈન્સ વિસ્તારમાં બિલ્ડરની હત્યાના કેસમાં વોન્ટેડ હતો.  દિલ્હી-એનસીઆરનો ટોપ ગેંગસ્ટર દીપક બોક્સર રોહિણી કોર્ટમાં જીતેન્દ્ર ગોગીની હત્યા બાદ ગોગી ગેંગની કમાન સંભાળી રહ્યો હતો. દીપક બોક્સરને મુરાદાબાદથી રવિ અંતિલના નામે ખોટો પાસપોર્ટ બનાવ્યો હતોઅને 29 જાન્યુઆરી 2023ના રોજ કોલકાતાથી ફ્લાઈટ લઈને મેક્સિકો ભાગી ગયો હતો.

28 ગેંગસ્ટરોના નામ જાહેર કર્યા હતા 
નોંધનીય છે કે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ગેંગસ્ટર સંબંધિત ઘણા કેસોની તપાસ કર્યા પછી મોટી જાહેરાત કરી છે. વાત જાણે એમ છે કે, NIA દ્વારા લગભગ 28 ગેંગસ્ટરોના નામ અને તેમની ક્રાઇમની યાદી કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)ને સુપરત કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ ગેંગસ્ટરના પંજાબ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સહિત કેટલાક અન્ય રાજ્યો સાથે પણ કનેક્શન છે. 

ગેંગસ્ટર સંબંધિત ઘણા કેસોની તપાસ કર્યા પછી આ લોકોના નામ જાહેર કર્યા 
NIA દ્વારા જાહેરાત કરાયેલ આ તમામ ગેંગસ્ટરો વિદેશમાં રહીને ભારતમાં ટાર્ગેટ કિલિંગ, ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી સહિત અનેક મોટા  ગુનાહિત કેસોને અંજામ આપવામાં રોકાયેલા છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ તે ગેંગસ્ટરોના નામોની સૂચિ તૈયાર કરી છે જેઓ ભારત છોડીને વિદેશ ભાગી ગયા છે અને ત્યાંથી ભારતના ઘણા રાજ્યોમાં ગુનાહિત કેસોને અંજામ આપવાનું ચાલુ રાખે છે. મહત્વનું છે કે, હવે વિદેશ મંત્રાલય દ્વારા સંબંધિત દેશોને જાણ કર્યા પછી આ ગેંગસ્ટરો સામે કેવી રીતે કાર્યવાહી કરવી અને તેમને ભારત પ્રત્યાર્પણ કેવી રીતે કરવું તે અંગેની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ગેંગસ્ટર સંબંધિત ઘણા કેસોની તપાસ કર્યા પછી આ લોકોના નામ અને સરનામાની યાદી જાહેર કરી છે. 

સૂત્રો મુજબ ગેંગસ્ટરોના નામ અને સ્થાન 
ગોલ્ડી બ્રાર ઉર્ફે સતીન્દરજીત સિંહ – મૂળ પંજાબનો રહેવાસી છે, પરંતુ કેનેડા કે અમેરિકામાં છુપાયેલો છે.
અનમોલ બિશ્નોઈ – મૂળ પંજાબનો રહેવાસી, પણ અમેરિકામાં છુપાયેલો છે.
કુલદીપ સિંહ – પંજાબનો રહેવાસી છે અને હાલમાં UAEમાં છુપાયેલો છે.
જગજીત સિંહ - પંજાબનો આ ગેંગસ્ટર હાલ મલેશિયામાં રહે છે.
ધર્મન કાહલોન – મૂળ પંજાબનો રહેવાસી અને હાલમાં અમેરિકામાં છુપાયેલો છે.
રોહિત ગોદારા - રાજસ્થાનનો રહેવાસી રોહિત હાલમાં યુરોપના એક દેશમાં છુપાયેલો છે.
ગુરવિંદર સિંહ – પંજાબનો રહેવાસી ગુરવિંદર કેનેડામાં છુપાયેલો છે.
સચિન થાપન - પંજાબનો રહેવાસી સચિન હાલમાં અઝરબૈજાનમાં છુપાયેલો છે.
સતવીર સિંહ – પંજાબનો રહેવાસી પરંતુ કેનેડામાં છુપાયેલો છે.
સંવર ધિલ્લોન - તે કેનેડિયન ગેંગસ્ટર છે, પરંતુ તેના પૂર્વજો ભારતીય હતા.
રાજેશ કુમાર - બ્રાઝિલમાં રહે છે.
ગુરપિન્દર સિંહ પંજાબનો રહેવાસી છે અને હાલમાં કેનેડામાં છુપાયેલો છે.
હરજોત સિંહ ગિલ – પંજાબ મૂળનો હરજોત હાલમાં અમેરિકામાં છુપાયેલો છે.
દરમનજીત સિંહ ઉર્ફે દરમન કાહલોન અમેરિકામાં છુપાયેલો છે.
અમૃત બલ અમેરિકામાં છુપાયેલો છે.
સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકે કેનેડામાં છુપાયેલો છે.
ગુરપિન્દર સિંહ ઉર્ફે બાબા દલ્લા કેનેડામાં છુપાયેલો છે.
સતવીર સિંહ વારિંગ ઉર્ફે સેમ હાલમાં કેનેડામાં રહે છે.
લખબીર સિંહ લંડા કેનેડામાં છુપાયો છે.
અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલા - કેનેડામાં છુપાયેલો છે.
ચરણજીત સિંહ ઉર્ફે રિંકુ બિહલા - કેનેડામાં છુપાયેલો છે.
રામદીપ સિંહ ઉર્ફે રમણ જજ – કેનેડામાં છુપાયેલો છે.
ગૌરવ પટિયાલ ઉર્ફે લકી પટિયાલ - આર્મેનિયામાં છુપાયેલો છે.
સુપ્રીપ સિંહ હેરી ચટ્ટા – મૂળ પંજાબનો પરંતુ જર્મનીમાં છુપાયેલો છે.
મનપ્રીત સિંહ ઉર્ફે પીતા - મૂળ પંજાબનો પરંતુ હાલમાં ફિલિપાઈન્સમાં રહે છે.
રમનજીત સિંહ ઉર્મ રોમી હોંગકોંગ હાલમાં હોંગકોંગમાં રહે છે.
ગુરજંત સિંહ ઉર્ફે જનતા — ઓસ્ટ્રેલિયામાં રહે છે.
સંદીપ ગ્રેવાલ ઉર્ફે બિલ્લા હાલમાં ઈન્ડોનેશિયામાં રહે છે અને ભારતમાં ગુના કરી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ