બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Delhi CM Kejriwal will be arrested? Workers are gathering at AAP headquarters
Priyakant
Last Updated: 08:27 AM, 4 January 2024
ADVERTISEMENT
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDના સમન્સની સતત 3 વખત અવગણના કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થવાની સંભાવના છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પોતે દાવો કરે છે કે, ED આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. આમ આદમી પાર્ટીના આ દાવા બાદ હંગામો તેજ થઈ ગયો છે. વાત જાણે એમ છે કે, EDએ અરવિંદ કેજરીવાલને અત્યાર સુધીમાં 3 સમન્સ જાહેર કર્યા છે જોકે અહી નોંધનિય એ છે કે, કેજરીવાલે એકવાર પણ પૂછપરછમાં ભાગ લીધો નથી. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ટ્વિટ કરીને તેમની ધરપકડનો ડર વ્યક્ત કરી રહ્યા છે.
પોલીસે CM આવાસને ચારે બાજુથી ઘેરી લીધું ?
આમ આદમી પાર્ટીના સૂત્રોનો દાવો છે કે, પોલીસે CM આવાસને ચારે બાજુથી ઘેરી લીધું છે અને CM આવાસના કર્મચારીઓને પણ અંદર જતા રોકવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બુધવારે એક્સાઈઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા jaher કરવામાં આવેલા ત્રીજા સમન્સ પર પણ હાજર થયા ન હતા અને તેમણે નોટિસને ગેરકાયદે ગણાવીને લેખિત જવાબ મોકલ્યો હતો.
ADVERTISEMENT
Delhi | Security heightened outside the residence of Delhi CM & AAP leader Arvind Kejriwal
— ANI (@ANI) January 4, 2024
AAP Minister Atishi, in a post on social media X last night, claimed that they had information about the possible arrest of Arvind Kejriwal after a raid by the Enforcement Directorate at… pic.twitter.com/IlpkzbjOmy
આમ આદમી પાર્ટી (AAP)એ આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલને વારંવાર નોટિસ મોકલવી એ તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરવાના ષડયંત્રનો એક ભાગ છે. અરવિંદ કેજરીવાલને બુધવારે એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ED દ્વારા બોલાવવામાં આવ્યા હતા. AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને EDની આ ત્રીજી નોટિસ છે, આ પહેલા EDએ તેમને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું, પરંતુ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા.
ED આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. આ દાવો ખુદ આમ આદમી પાર્ટીએ કર્યો છે. સીએમ કેજરીવાલની ધરપકડના ડરને જોતા ગુરુવાર સવારથી જ AAP મુખ્યાલયની બહાર કાર્યકરોનો જમાવડો શરૂ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે EDએ કેજરીવાલને દારૂ કૌભાંડમાં ત્રણ સમન્સ જાહેર કર્યા છે, પરંતુ હજુ સુધી દિલ્હીના સીએમ ED સમક્ષ હાજર થયા નથી. જો કે ત્રણેય વખત કેજરીવાલે EDને લેખિત જવાબ મોકલીને તપાસમાં સહકાર આપવા જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.