બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / delhi cm kejriwal said on the ordinance increasing the powers of lgntc

વટહુકમ પર આરપાર / 'હાથમાં આવેલી બાજી જશે', બીક લાગતાં કેજરીવાલ થયા ગતિમાન, પાંચ મોટા એલાનથી રાજનીતિમાં હલચલ

Hiralal

Last Updated: 05:50 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સિવિલ સર્વિસ પરના કેન્દ્રના વટહુકમના મુદ્દે સીએમ કેજરીવાલ હવે ખુલીને વિરોધમાં આવ્યાં છે.

  • દિલ્હી સિવિલ સર્વિસ વટહુકમ પર કેજરીવાલ આવ્યાં મેદાનમાં
  • કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કરી 5 મોટી જાહેરાત
  • કેન્દ્રના વટહુકમને પડકારશે
  • ઘેર ઘેર જઈને કેન્દ્રના પગલાંની લોકોને જાણ કરશે 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં નેશનલ કેપિટલ સિવિલ સર્વિસીસ ઓથોરિટી (એનએસએ)ની રચના કરવાના કેન્દ્રના પગલાની ઝાટકણી કાઢી હતી. કેજરીવાલે પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે આ કેન્દ્રનું સુનિયોજિત કાવતરું છે. કેજરીવાલે કહ્યું કે તેઓ એ પણ જાણતા હતા કે અમે આ વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, "તેઓ ઉનાળાના વેકેશનમાં સુપ્રીમ કોર્ટ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા. તેઓએ પ્રતીક્ષા કરી કારણ કે તેઓ જાણે છે કે આ વટહુકમ ગેરકાયદેસર છે. તેઓ જાણે છે કે તે કોર્ટમાં 5 મિનિટ સુધી ચાલશે નહીં. જ્યારે 5 જુલાઈએ સુપ્રીમ કોર્ટ ખુલશે, ત્યારે અમે તેને પડકારીશું.

જનતાના ગાલ પર તમાચો
કેજરીવાલે આ વટહુકમને સુપ્રીમ કોર્ટનું અપમાન ગણાવ્યું હતું. દિલ્હીની બે કરોડ જનતાના ગાલ પર ભાજપનો આ તમાચો છે.

દિલ્હીના લોકોની સત્તા આંચકી
કેજરીવાલે કહ્યું કે હું જાતે ઘરે-ઘરે જઇશ અને દિલ્હીના લોકોને જણાવીશ કે કેવી રીતે કેન્દ્રએ તેમની સત્તા છીનવી લીધી છે. તેમણે કેજરીવાલની સત્તા છીનવી નથી, તેમણે દિલ્હીની જનતાની સત્તા આંચકી લીધી છે. કોઈ પણ જવાબદાર સરકાર ચલાવવા માટે, તે જરૂરી છે કે અધિકારીઓ ચૂંટાયેલી સરકાર પ્રત્યે જવાબદાર હોય. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. "જ્યારે અમે સારી શાળાઓ બનાવી રહ્યા હતા, ત્યારે તેઓએ અમારા શિક્ષણ પ્રધાનની ધરપકડ કરી હતી, તેઓએ અમારા આરોગ્ય પ્રધાનની ધરપકડ કરી હતી. તેમનો ઇરાદો અમારું કામ બંધ કરવાનો છે. હું દિલ્હીના મતદારોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે, કામની ગતિ ધીમી પડી શકે છે, પરંતુ હું વિકાસની ખાતરી આપીશ. તે હવે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર વચ્ચેની લડાઈ છે.

કેજરીવાલની 5 મોટી જાહેરાત 
1. સુપ્રીમ કોર્ટ ફરી ખુલ્યા બાદ દિલ્હી સરકાર વટહુકમને પડકારશે

2. કેજરીવાલ વિપક્ષી નેતાઓનો સંપર્ક કરશે. સાથે જ રાજ્યસભામાં આ બિલને રોકવાની કોશિશ કરશે.

3. સીએમ કેજરીવાલ કેન્દ્રના આ વટહુકમને લઈને દિલ્હીમાં ડોર ટુ ડોર કેમ્પેઈન શરૂ કરશે

4. કેન્દ્રના વટહુકમ સામે અરવિંદ કેજરીવાલની મેગા રેલી પણ યોજાશે

5. કેજરીવાલે કહ્યું કે આ દિલ્હીની જનતાનું અપમાન છે કે તેમના દ્વારા ચૂંટાયેલી સરકાર પાસેથી અધિકારો છીનવી લેવામાં આવે છે.

કેન્દ્ર સરકાર લાવી છે વટહુકમ 
શુક્રવારે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દિલ્હીના અધિકારીઓની બદલી-પોસ્ટિંગ માટે વટહુકમ લાવી હતી. આ વટહુકમ દ્વારા કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ ગવર્નરને ટ્રાન્સફર અને પોસ્ટિંગની સત્તા આપી છે. આ વટહુકમ દ્વારા કેન્દ્ર સરકાર નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની રચના કરશે, જે દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ અને વિજિલન્સનું કામ કરશે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ગૃહ સચિવ સહિત ત્રણ સભ્યો હશે. મુખ્યમંત્રીના વડપણ હેઠળની આ સમિતિ બહુમતીના આધારે અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ નક્કી કરશે. પરંતુ અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલ લેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ