બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / Delhi BJP leader Tajinder Bagga has been arrested by Punjab police.

ધરપકડ / ભાજપ નેતાને દિલ્હીથી ઉપાડી ગઈ પોલીસ, CM કેજરીવાલ વિશે બોલવા મુદ્દે કાર્યવાહી

ParthB

Last Updated: 12:37 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી ભાજપના નેતા તજિન્દર બગ્ગાની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. સાયબર સેલની ટીમે આ કાર્યવાહી કરી છે. તેની સામે મોહાલી સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

  • પંજાબ પોલીસે ભાજપના નેતા તજિન્દર બગ્ગા ઘરેથી કરી ધરપકડ 
  • તજિન્દર બગ્ગાના પિતાએ પંજાબ પોલીસ પર માર માર્યા હોવાનો આક્ષેપ કર્યો 
  • પંજાબના મોહાલીમાં દિલ્હીના BJP નેતા તજિન્દર બગ્ગા વિરુદ્ધ કેસ નોંધાયો છે

મહત્વનું છે કે, તજિન્દર બગ્ગાને પંજાબ પોલીસ દ્વારા તપાસમાં જોડાવા માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ તે તેની સામે આવ્યો ન હતો. બગ્ગા પર ફિલ્મ કાશ્મીર ફાઇલને લઈને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ છે.

પંજાબ પોલીસના તજિન્દર બગ્ગા ઘરેથી ધરપકડ કરી હતી  

બગ્ગાના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર, 50 પોલીસકર્મીઓ લગભગ 12 વાહનોમાં તેના દિલ્હીના ઘરે પહોંચ્યા હતા. સંબંધીઓએ કહ્યું કે પહેલા કેટલાક પોલીસવાળા ઘરની અંદર આવ્યા. થોડીવાર વાત કરી. જે બાદ બહારથી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઘરમાં ઘૂસી ગયા અને બગ્ગાને લઈ ગયા. બગ્ગાનો મોબાઈલ પણ પોલીસે જપ્ત કર્યો હતો.   
 

કપિલ મિશ્રાએ કહ્યું- બગ્ગા સાચા સરદાર છે, ડરશે નહીં

ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે બગ્ગા સાચા સરદાર છે. તેને આવી હરકતોથી ડરાવી કે નબળો પાડી શકાતો નથી. મિશ્રાએ કહ્યું કે પંજાબ પોલીસનો ઉપયોગ કેજરીવાલની અંગત નારાજગી અને ગુસ્સાને થાળે પાડવા માટે કરવામાં આવી રહ્યો છે. આ પંજાબ અને પંજાબના જનાદેશનું અપમાન છે.

તજિન્દર બગ્ગા ના પિતાએ કહ્યું- પોલીસકર્મીઓએ મારા ચહેરા પર મુક્કો માર્યો

તજિન્દર બગ્ગાના પિતા પ્રિતપાલ સિંહે કહ્યું, "પંજાબ પોલીસના જવાનો તાજિન્દરને ખેંચીને લઈ ગયા. તેને પાઘડી પહેરવાની પણ છૂટ નહોતી. જ્યારે મેં વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો તો મને રોકીને એક રૂમમાં લઈ જવામાં આવ્યો. ત્યાં મને મોઢા પર મુક્કો મારવામાં આવ્યો. પંજાબ પોલીસે મારો ફોન પણ છીનવી લીધો હતો. અરવિંદ કેજરીવાલ મારા પુત્રને બળજબરીથી ફસાવવા માંગે છે. આ પછી પ્રિતપાલ બગ્ગાના પુત્ર વિશે માહિતી મેળવવા જનકપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યો.

કોંગ્રેસે કહ્યું- કેજરીવાલ પંજાબ પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે

કોંગ્રેસે બગ્ગાની ધરપકડને ખોટી ગણાવી છે. કોંગ્રેસ નેતા અલકા લાંબાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ પોતાના એજન્ડા માટે પંજાબ પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમણે બગ્ગાની જે રીતે ધરપકડ કરવામાં આવી હતી તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.

AAP પ્રવક્તાના નિવેદન પર કેસ નોંધવામાં આવ્યો હતો

પંજાબના મોહાલીમાં દિલ્હીના બીજેપી નેતા તજિન્દર બગ્ગા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. AAP પ્રવક્તા સની અહલુવાલિયાના નિવેદનના આધારે મોહાલી સાયબર ક્રાઈમ સેલમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી સની અહલુવાલિયાએ બગ્ગા વિરુદ્ધ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપવાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ IPCની કલમ 153A, 505, 505(2) અને 506 હેઠળ નોંધવામાં આવ્યો છે. આ સંદર્ભમાં બગ્ગાના એક વિવાદાસ્પદ ટ્વીટને ટાંકવામાં આવ્યું છે. જે દિલ્હી વિધાનસભામાં કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર કેજરીવાલના નિવેદન બાદ કરવામાં આવ્યું હતું. ફરિયાદીનો આરોપ છે કે બગ્ગાએ ધમકીભર્યા સ્વરમાં એક પછી એક ટ્વિટ કર્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ