બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / Deficiency of this vitamin in the body causes white spots,

આરોગ્ય ટીપ્સ / શરીરમાં આ વિટામિનની ઉણપ થતાં દેખાય છે સફેદ ડાઘ, ગંભીર બીમારીનો સંકેત, હાથ, પગ, ગળામાં પહેલી અસર

Kishor

Last Updated: 10:59 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વિટામીનની કમિના લીધે શરીરમાં સફેદ દાગ થાય છે, વધુમાં ગંભીર બીમારીનું જોખમ પણ જોવા મળતું હોય છે.

  • આ વિટામિનની કમિના લીધે શરીરમાં થાય છે અઢળક રોગ
  • સફેદ દાગની સમસ્યા પણ લે છે જન્મ
  • વિટામિનની કમિના લીધે આ સમસ્યા થઈ શકે છે 

આજકાલ દુનિયામાં લોકો તેમની જીવનશૈલીથી સંબધિત બીમારીઓથી પરેશાન છે. લોકો જંક ફૂડ, તેલીય વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. જેનાથી શરીરમાં રોગ થવાની સમસ્યા વધી જાય છે. વધારે પડતું બહારનું ખાવાથી શરીરમાં ઘણા વિટામિન અને પોષક તત્વોની કમી જણાય છે. એવામાં એક વિટામિન છે B 12, જો તમારા શરીરમાં આની કમી જણાય તો તમારું શરીર રોગનું ઘર બની શકે છે. શું તમે જાણો છો વિટામિન B 12 ની કમિના લીધે શરીર પર સફેદ દાગ થઈ શકે છે. જાણીએ કે આ વિટામિનની કમિના લીધે તમારા શરીરમાં કઈ સમસ્યાઓ થઈ શકે છે. 

ચહેરા પર છે કાળા ડાઘ! તો ચિંતા ન કરો, આ રીતે મેળવો છૂટકારો, જાણો કયા  કારણોસર થાય છે ડાર્ક સ્પોટ્સ? | There are black spots on the face! So don't  worry, get

વિટામિનની B 12 ની સમસ્યા
સફેદ દાગ જેને પાંડુરોગ પણ કહેવામાં આવે છે. તમારા શરીરમાં વિટામિન  B 12 ની કમિના લીધે તમને આ રોગ થઈ શકે છે. પાંડુરોગ હાયપરપીગ્મેન્ટેશન થી તદન જુદું છે. શરીર માં મેલેનિનની કમી ના લીધે પાંડુરોગ થાય છે. જેનાથી શરીર પર સફેદ દાગ થવા લાગે છે. સૂર્યના સીધા સંપર્કમાં આવતા શરીરના ભાગ પર પાંડુરોગ ની સમસ્યા થાય છે. તમારી ચામડી, હાથ, પગ અને ગળાના ભાગમાં તેની અસર જોવા મળે છે. 

હાયપરપીગ્મેન્ટેશનથી થતી સમસ્યાઓ 
તમારી ચામડી ઉપર દાગ-ફોલ્લીઓ જોવા મળે તો સમજી જવું કે તમે હાયપરપીગ્મેન્ટેશનના શિકાર થઈ ગયા છો. શરીરમાં મેલાનિનનું પ્રમાણ વધી જવાથી આવું થાય છે. વધતી જતી ઉંમર અને તડકામાં વધુ ફરતા લોકોમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. 

ખરતા વાળની સમસ્યા 
તંદુરસ્ત વાળ માટે તમારા શરીરમાં વિટામિન B 12 ભરપૂર માત્રામાં હોવું જરૂરી છે. વિટામિન B 12 ની ઉણપ હશે તો ગમે તે કરો વાળને ખરતા અટકાવી નહિ શકો. 

ઇનફર્ટિલિટીની સમસ્યા વધે 
વિટામિન B 12 ની કમિના લીધે પુરુષો અને મહિલાઓમાં ઇનફર્ટિલિટીની સમસ્યા જોવા મળે છે. વિટામિન B 12 ની કમીના લીધે હોમોસિસ્ટીનમાં [ હોમોસિસ્ટીન લોહીમાં હાજર હોમોસિસ્ટીન એમીનો એસિડની માત્રાને માપે છે] જાડા લોહીના લીધે ભ્રૂણને નુકશાન થઈ શકે છે. જેના લીધે ઇનફર્ટિલિટીની સમસ્યા વધી જાય છે.  

એનીમિયાની સમસ્યા 
વિટામિન B 12 આપણાં નર્વસ સિસ્ટમને મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી હોય છે. જો તમે શાકાહારી હોય અને B 12 માટે અન્ય કોઈ સપ્લીમેંટ નથી લેતા તો તમને આની વધુ ઉણપ જણાય શકે છે. કોઈ વિકાર હોય તો તમે પણ આ વિટામિનની ઉણપથી પીડાય શકો છો. તેની કમિના લીધે લાલ રક્ત કણો નથી બનતા જેના લીધે લોહીની કમી થવા લાગે છે. જેનાથી તમને એનીમિયા થઈ શકે છે. 

વિટામિન  B 12 ની ઉણપને આ રીતે પુરી કરો 
વિટામિન B 12 ની ઉણપને પુરી કરવા માટે તમારા આહારમાં ઈંડા, દૂધ, દહી, કેળાં, બદામ, ટામેટાં, ટોફુ, અંકુરિત અનાજ, મશરૂમ, માછલી અને માંસ વિટામિનથી ભરપૂર ખોરાકને તમારા આહાર સમાવેશ કરવો જોઇએ. તમારા શરીરમાં વધુ વિટામિન B 12 ની કમી જણાય તો તમારે ડૉક્ટરની સલાહથી વિટામિન B 12 ના સપ્લીમેન્ટ લેવા જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ