બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / deepfake researchers alert users what it is and how to stay safe

એલર્ટ! / Deepfake બાદ હવે આ ClearFake શું છે? સંશોધકોએ આપી ચેતવણી, જાણો સુરક્ષિત રહેવાના ઉપાય

Arohi

Last Updated: 11:06 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ClearFake: સોશિયલ મીડિયા પર પોપ્યુલર સેલેબ્સના ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ આ મામલો ખૂબ જ ગરમાયો છે અને કેન્દ્ર સરકારે કંપનીઓને તેના પર એક્શન લેવા અને નિયમ બનાવવા માટે કહ્યું છે.

  • ડીપફેક બાદ હવે ClearFakeને લઈને ચેતાવણી 
  • જાણો શું છે ClearFake ટેક્નોલોજી 
  • ડીપફેક પર ઘણા સેલેબ્સના વીડિયો થયા હતા વાયરલ 

ડીપફેકને લઈને કેન્દ્ર સરકાર અને પીએમ મોદી લોકોને ચેતવી રહ્યા છે. AIનો ખોટો ઉપયોગ કરી ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ વિષયમાં કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને એક્શન લેવા અને કડક કાયદો બનાવવાની વાત કહી છે. કંપનીઓ આ દિશામાં કામ કરી રહી છે. આ વચ્ચે રિસર્ચર્સે ClearFakeને લઈને લોકોને ચેતવ્યા છે. જાણો શું છે ClearFake અને કેવી રીતે આ લોકોને નુકસાન પહોંચાડી રહ્યું છે. 

શું છે ClearFake? 

  • ક્લિયરફેક પણ ડીપફેકની જેમ જ છે. જેમાં પણ ઠગ AI દ્વારા ફેક વીડિયો, ફોટો, વેબસાઈટ વગેરેનો ઉપયોગ કરી લોકોને પોતાના જાળમાં ફસાવે છે. તેના દ્વારા લોકો સુધી ખોટી જાણકારી, વીડિયો, ફોટો અને મેલવેયર પહોંચાડવામાં આવે છે. 
  • ClearFakeનો ઉપયોગ કરી ઠગ લોકોને સિસ્ટમમાં ખોટા સોફ્ટવેર ઈનસ્ટોલ કરાવી રહ્યું છે અને પછી તેમની ખાનગી જાણકારીને સિસ્ટમથી ચોરી રહ્યું છે. 
  • આ વર્ષની શરૂઆતમાં રિસર્ચર્સને એક નવા સાઈબર ખતરા એટોમિક macOs સ્ટીલરની શોધ કરી હતી જે એક પરિષ્કૃત મેલવેયર છે. જે મુખ્ય રીતે એપ્પલ ઉપયોગકર્તાઓને લક્ષિત કરે છે. એકવખત જ્યારે આ યુઝરની સિસ્ટમમાં ઈનસ્ટોલ થઈ જાય છે તો તે સંવેદનશીલ જાણકારી કાઢવાની ક્ષમતા રાખે છે. જેમાં iCloud કિચન પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ વિવરણ, ક્રિપ્ટો વોલેટ અને બીજા પ્રકારની ફાઈલ શામેલ છે. 
  • આ મેલવેયર પહેલાથી જ યુઝર્સ માટે એક ખતરો સાબિત થયો હતો પરંતુ હવે ઠગ ClearFake દ્વારા મેલવેરને લોકોના સિસ્ટમમાં નાખી રહ્યા છે. ક્લિયરફેકનો ઉપયોગ કરી ઠગ હવે ફેક વેબસાઈટ બનાવી રહ્યા છે અને યુઝર્સના બ્રાઉઝરને અપડેટ કરવા માટે કહે છે. આ વેબસાઈટ અને પ્રાંપ્ટ આ પ્રકારના ડિઝાઈન માટે છે જે યુઝર્સને લાગે છે કે વેબસાઈટ એકદમ અસલી છે અને તે કમ્પ્રોમાઈઝ્ડ બ્રાઉઝર જેમાં ખોટા જાવાસ્ક્રિપ્ટ કોડ રહે છે તેને ઈનસ્ટોલ કરી લે છે. જેનાથી એએમઓએસ સિસ્ટમમાં ઈન્સ્ટોલ થઈ જાય છે તો આ તમામ પ્રકારની જાણકારીને એકત્ર કરવા લાગે છે અને અહીંથી યુઝર્સની પ્રાઈવસી ખતમ થવા લાગે છે. જાણકારીને હાસિલ કરી ઠગ લોકોને ફરી અલગ અલગ પ્રકારના ટાર્ગેટ કરે છે. 

કેવી રીતે રહેશો સુરક્ષિત? 

  • આ પ્રકારના એટેકથી બચવા માટે હંમેશા સોફ્ટવેરને ઓફિશ્યલ વેબસાઈટ સાથે ડાઉનલોડ કરો. કોઈ પણ થર્ડ પાર્ટીથી કોઈ પણ સોફ્ટવેર ક્યારેય પણ ઈન્સ્ટોલ ન કરો. 
  • પોતાના સોફ્ટવેરને અપ-ટૂ ડેટ રાખો. 
  • એવી એપ્સ જે macOS ગેટકીપર સુરક્ષાને બાયપાસ કરવા માટે કહે છે તેનાથી પણ સાવધાન રહો અને તેને ઈનસ્ટોલ ન કરો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ