બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / Deepak Chahar is a burden for Chennai Super Kings, has more salary then MS Dhoni

IPL 2023 / ચેન્નાઈ સુપર કિંગ્સ માટે બોજો બની રહ્યો છે આ ખેલાડી, MS ધોની કરતા પણ લે છે વધુ પગાર

Megha

Last Updated: 04:50 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપક ચહર જેને ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022 પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં 14 કરોડની રકમમાં ખરીદ્યો હતો પણ ઇજાને કારણે બહાર થઈ ગયો હતો.

  • ધોની કરતા વધારે પગાર લેનાર ખેલાડી ફ્રેન્ચાઈઝી માટે બોજો બની ગયો
  • ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડની રકમમાં ખરીદ્યો હતો આ ખેલાડીને 
  • BCCIએ પણ ચહરને તેના વાર્ષિક કરારમાંથી કાઢી નાખ્યો

IPL 2023માં એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રણ મેચમાં બે જીત બાદ 4 પોઈન્ટ એકઠા કર્યા છે. ટીમ માટે ઋતુરાજ ગાયકવાડ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મોટી મેચમાં અજિંક્ય રહાણેએ 27 બોલમાં 61 રન બનાવીને હેડલાઈન્સ બનાવી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજા અને મિશેલ સેન્ટનરે પણ શાનદાર સ્પિન બોલિંગ કરીને સામેની ટીમના બેટ્સમેનોને હંફાવી દીધા હતા પણ આ બધાની વચ્ચે એક એવો ખેલાડી છે જે કેપ્ટન ધોની કરતા વધારે પગાર લે છે પરંતુ ફ્રેન્ચાઈઝી માટે બોજો બની ગયો છે. 

14 કરોડની રકમમાં ખરીદ્યો હતો
એ ખેલાડી છે દીપક ચહર જેને ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022 પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં 14 કરોડની રકમમાં ખરીદ્યો હતો પણ ઇજાને કારણે બહાર થઈ ગયો હતો. આ સાથે જ આ સિઝનમાં પણ તેને ફ્રેન્ચાઈઝીએ એટલી જ રકમમાં જાળવી રાખ્યો હતો પણ તેને હજુ સુધી કોઈ સારું પ્રદર્શન કર્યું નથી. જણાવી દઈએ કે ચહરે ત્રણ મેચ રમી હતી પણ એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. આ સાથે જ ગુજરાત ટાઇટન્સ સામે 4 ઓવરમાં 29 રન, લખનૌ સામે 55 રન અને મુંબઈ ઈન્ડિયન્સ સામે એક ઓવર ફેંકી 10 રન આપ્યા હતા. 

ફરી ઘાયલ થયો ચાહર?
વાનખેડે ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે બોલિંગ કરવા માટે દીપક ચહર આવ્યો અને તેણે એક ઓવર ફેંકી જેમાં તેણે 10 રન આપ્યા. આ પછી તે મુશ્કેલીમાં જોવા મળ્યો અને ફરીથી બોલિંગ કરવા નીચે આવ્યો નહીં. તે મેદાનની બહાર પણ ગયો હતો અને કથિત રીતે તેને હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી. આ ઇજાને કારણે દીપક ચહર ઓછામાં ઓછી ચાર-પાંચ મેચો ચૂકી શકે છે. 

છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે, દીપક ચહર રમવા આવે છે અને એક-બે મેચ રમીને જ ટીમમાંથી બહાર થઈ જાય છે અને તેનું કારણ માત્ર તેની ઈજા છે. નોંધનીય છે કે ચહર એમએસ ધોની કરતા વધુ પગાર લઈ રહ્યો છે પણ CSK માટે સારું પ્રદર્શન કરી શક્યો નથી. તાજેતરમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ પણ ચાહરને તેના વાર્ષિક કરારમાંથી કાઢી નાખ્યો હતો. 

હવે જો આમ જ ચાલતું રહ્યું તો તે દિવસ દૂર નથી જ્યારે CSK ફ્રેન્ચાઈઝી તેમને IPLમાં પણ દૂર કરી દેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ