બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / વિશ્વ / decision of Australia will increase the problem of Indian students! Biggest Update on Visa Rules

મોટા સમાચાર / ઓસ્ટ્રેલિયાના આ એક નિર્ણયથી વધશે ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી! વીઝાના નિયમોને લઇને આવી સૌથી મોટી અપડેટ

Megha

Last Updated: 03:12 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા હવે પોતાની માઈગ્રન્ટ પોલિસીને વધુ કડક બનાવવા જઈ રહ્યું છે. 2022-23માં નેટ ઈમિગ્રેશન રેકોર્ડ 510,000 પર પંહોચાવની ધારણાને કારણે વિઝા નિયમોને કડક બનાવવાનો નિર્ણય કર્યો છે.

  • ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝા નિયમોમાં કડકાઈનો આદેશ આપ્યો છે
  • ઓસ્ટ્રેલિયા પોતાની માઈગ્રન્ટ પોલિસીને વધુ કડક બનાવવા જઈ રહ્યું છે 
  • 2022-23માં ઈમિગ્રેશન રેકોર્ડ 510,000 સુધી પહોંચવાની ધારણા

વિદેશમાં ભણવા જવાનું અને ત્યાં સ્થાયી થવાનું સપનું જોતાં લોકો માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે એક તરફ કેનેડાએ GIC ફી 10 હજારથી વધારીને 20635 ડોલર કરી છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ સ્ટુડન્ટ વિઝા નિયમોમાં કડકાઈનો આદેશ આપ્યો છે. 

સ્ટુડન્ટ વિઝા નિયમોમાં કડકાઈનો આદેશ 
વાત એમ છે કે ઓસ્ટ્રેલિયા હવે પોતાની માઈગ્રન્ટ પોલિસીને વધુ કડક બનાવવા જઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ સોમવારે જણાવ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઓછા કુશળ કામદારો માટે વિઝા નિયમો કડક બનાવશે, જે આગામી બે વર્ષમાં તેની migrant entry એટલે કે સ્થળાંતર પ્રવેશને અડધી કરી શકે છે. માઈગ્રન્ટ લઈને એક સિસ્ટમ બનાવવામાં આવી હતી જે તૂટી ગઈ છે અને સરકાર હવે પરિસ્થિતિ સુધારવા માંગે છે. નવી નીતિઓ હેઠળ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અંગ્રેજી એક્ઝામમાં ઉચ્ચ રેટિંગ્સ હાંસલ કરવાની જરૂર પડશે અને વિદ્યાર્થીની બીજી વિઝા અરજી પર વધુ તપાસ થશે, જેના કારણે તેમના વિઝા આવવામાં વધુ સમય લાગી શકે છે.

ઈમિગ્રેશન રેકોર્ડ 510,000 સુધી પહોંચવાની ધારણા
આ નિર્ણય 2022-23માં ઈમિગ્રેશન રેકોર્ડ 510,000 સુધી પહોંચવાની ધારણા છે તે પછી લેવામાં આવ્યો છે. સત્તાવાર ડેટા અનુસાર આ આંકડો 2024-25 અને 2025-26માં લગભગ એક ક્વાર્ટર મિલિયન થવાનો અંદાજ છે. ઓસ્ટ્રેલીયાના ગૃહ મંત્રી ક્લેર ઓ'નીલે જણાવ્યું હતું કે 2022-23માં વિદેશી સ્થળાંતરમાં વધારો મોટાભાગે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા થયો છે. સરકારે વિદેશીઓની સંખ્યા ઘટાડવા માટે પહેલાથી જ કેટલાક સુધારા કર્યા છે, જે અસરકારક છે અને સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં ઘટાડો તરફ દોરી જશે.

મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા જાય છે
દર વર્ષે ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જાય છે. ગ્લોબલ ડેટા અને બિઝનેસ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ સ્ટેટિસ્ટાના રિપોર્ટ અનુસાર, જુલાઈ 2023 સુધીમાં 118,869 ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. ઑસ્ટ્રેલિયન ગૃહ મંત્રાલયની વેબસાઇટ અનુસાર, જૂન 2021ના અંતમાં, ભારતીય મૂળના 710,380 લોકો ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા. 30 જૂન, 2011ના રોજ, આ સંખ્યા અડધા (337,120) કરતા પણ ઓછી હતી. બ્રિટન પછી ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકો સૌથી વધુ છે. 

ઓસ્ટ્રેલિયામાં વધી બેઘરોની સંખ્યા 
ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે તેના વાર્ષિક સ્થળાંતર સંખ્યામાં વધારો કર્યો હતો જેથી કર્મચારીઓની અછતને ભરવા માટે વ્યવસાયોને ભરતી કરવામાં મદદ મળી શકે કારણ કે COVID-19 મહામારીને કારણે કડક સરહદ નિયંત્રણો અને વિદેશી વિદ્યાર્થીઓ અને કામદારોને લગભગ બે વર્ષ સુધી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિદેશી કામદારો અને વિદ્યાર્થીઓના અચાનક ધસારા અને ઘરોના વધેલ રેન્ટને કારણે ઓસ્ટ્રેલીયામાં બેઘર લોકોની સંખ્યામાં વધારો નોંધાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ