બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Dates of by-elections on 6 seats of Gujarat along with Lok Sabha announced

Lok Sabha Election 2024 / લોકસભા સાથે ગુજરાતની 5 બેઠકો પરની પેટાચૂંટણીની તારીખો જાહેર, જાણો કઇ સીટ પર ક્યારે મતદાન?

Dinesh

Last Updated: 04:39 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

By Assembly election 2024: ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે યોજાશે

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. આજે ચૂંટણી પંચે પણ સત્તાવાર રીતે ચૂંટણી તારીખો જાહેર કરી દીધી છે.  ચૂંટણી પંચે મતદાન તારીખથી લઈ મતદાન ગણતરી સુધીના તમામ કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે. ત્યારે આ બધાની સાથે વિધાનસભાની ખાલી બેઠકોને લઈ  પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી દીધી છે.  આપને જણાવીએ કે, ગુજરાતની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી દીધી છે.

7 મેના રોજ ગુજરાતમાં મતદાન થશે
દેશમાં 26 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે યોજાશે. અત્રે જણાવીએ કે, દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં  યોજાશે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. અત્રે જણાવીએ લોકસભાની ચૂંટણીનો પરિણામ 4 જૂને રજૂ કરાશે. પ્રથમ તબક્કામાં ચૂંટણી 19 અપ્રિલના રોજ યોજાશે. 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થશે

5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી
આ 6 બેઠકની વાત કરીએ તો આ પહેલા 4 બેઠકો પર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી. જ્યારે એક બેઠક પર 1 SS જીતી હતી અને 1 અપક્ષના નેતાએ જીતી હતી પરંતુ આ છ બેઠક પરથી ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપતા હવે 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. 

વિગતે વાંચવા અહીં ક્લિક કરો

કયાં ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું હતું ?

બેઠક નામ કયાં પક્ષમાંથી રાજીનામું આપ્યું
વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ
માણાવદર અરવિંદ લાડાણી કોંગ્રેસ
ખંભાત ચિરાગ પટેલ કોંગ્રેસ
વિજાપુર સી.જે.ચાવડા કોંગ્રેસ
પોરબંદર અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ

વર્તમાનમાં કયાં પક્ષ પાસે કેટલા ધારાસભ્ય બળ
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 182 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જે ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 17 બેઠકો મેળવી હતી અને AAPએ 5 તેમજ અપક્ષ 3 અને સમાજવાદી પાર્ટીએ 1 બેઠક મેળવી હતી. પરંતુ સમયજતા અત્યાર સુધીમાં 6 ધારાસભ્યોએ પદ પરથી અને પક્ષમાંથી રાજીનામુ આપી દેતા છ બેઠકો અત્યારે ખાલી પડી છે. જે 6માં 4 કોંગ્રેસ તેમજ 1 AAP અને એક અપક્ષના ધારાસભ્યએ રાજીનામુ આપતા અત્યારની સ્થિતિએ ભાજપ પાસે 156 બેઠકો છે જ્યારે  કોંગ્રેસ પાસે 13 અને આમ આદમી પાર્ટી પાસે 4 અને અપક્ષ પાસે 2 અને સપા પાસે 1 બેઠક છે તો 6 બેઠકો ખાલી પડી છે. જેમાંથી પાંચ બેઠકોને ચૂંટણીની જાહેરાત છે

દેશમાં 26 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે ચૂંટણી યોજાશે. અત્રે જણાવીએ કે, દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં  યોજાશે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે

કોણ ઉમેદવાર હશે ?
સૂત્રો પાપ્ત વિગતો મુજબ ભાજપ આ વખતે આ તમામ બેઠક પર કદાચ પક્ષ પલટો કરી આવેલા પૂર્વ ધારાસભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. જ્યારે કોંગ્રેસ 5 બેઠકો પરથી કોને ઉતારે તે સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે, ચાર બેઠકો પરથી કોંગ્રેસી ધારાસભ્ય જ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા છે. તો બીજી તરફ એક સવાલ એ પણ છે કે, આમ આદમી પાર્ટી વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમના ઉમેદવારો રાજકીય ઉતારશે કે કેમ ? કારણ કે, લોકસભાની ચૂંટણીને લઈ AAP અને કોંગ્રેસની ગઠબંધનની ગાંઠ વળી ગઈ છે.  

'ચૂંટણીનો પર્વ દેશનો ગર્વ '
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, ચૂંટણીનો પર્વ દેશને ગર્વ છે. તેમણે માહિતી આપતા કહ્યું કે, ચૂંટણીમાં 10.5 લાખ પોલિંગ સ્ટેશન રહેશે. દેશમાં કુલ મતદાતાઓ 96.8 કરોડ છે. જેમાં પુરૂષ મતદાતા 49.7 કરોડ છે જ્યારે 47.1 કરોડ મહિલાઓ છે તેમજ ટ્રાન્સજેન્ડર મતદાતાઓ 48 હજાર છે. વધુમનાં વિગતો આપતા કહ્યું હતું કે, પ્રથમવાર મતદાન કરતા મતદાતાઓ (18-19 વર્ષ) 1.8 કરોડ છે. તો 85 વર્ષથી વધુ ઉંમરના 82 લાખ મતદાતાઓ છે

વાંચવા જેવું: દેશમાં આચાર સંહિતા લાગુ, જાણો હવે શું-શું બદલાવ થશે? સમજો એક એક પોઇન્ટમાં

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જણાવ્યું કે, 96.8 કરોડ નોંધાયેલા મતદારો નોંધાયા છે. જેની સામે 10.5 લાખ મતદાન મથકો, 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ, 55 લાખ EVM, 4 લાખ વાહનો છે. ચૂંટણીમાં બળ અને ધનના ઉપયોગને રોકવા માટે ચૂંટણી કમિશન કટિબદ્ધ છે. ચૂંટણીમાં હિંસાને કોઈ સ્થાન નથી, જે રોકવા માટે કડક પગલા લેવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ