બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dark repercussions of Una checkpost vandalism action against 49 police personnel

ગીર સોમનાથ / LIST: ઉના ચેકપોસ્ટ તોડકાંડના ઘેરા પ્રત્યાઘાતો, 49 પોલીસ કર્મચારી પર ગાજ, છૂટયા ટ્રાન્સફર ઓર્ડર

Kishor

Last Updated: 10:22 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથની ઉના ચેકપોસ્ટ તોડકાંડને પગલે આકરા પાણીએ જિલ્લા પોલીસ વડાએ એકી સાથે 49 પોલીસ કર્મચારીને બદલીના આદેશ કરી દેધા છે.

  • ગીર સોમનાથની ઉના ચેકપોસ્ટ તોડકાંડના ઘેરા પ્રત્યાઘાતો 
  • જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મચારીના બદલીના કર્યા આદેશ
  • પોલીસ કર્મચારી અને ASIને અન્ય જગ્યા પર કરાઈ બદલી
  • મોટા ભાગના કર્મચારીને ઊના થી કોડીનારમાં બદલી કરાઈ

ગીર સોમનાથ જિલ્લામાં પોલીસના તોડકાંડ ઉઘાડો પાડયા બાદ હડકંપ મચી ગયો હતો. મળતિયાઓ મારફતે ઉનામાં પ્રવાસીઓનો તોડ થયો હોવાનું સામે આવ્યું હતું. દીવથી આવતા પ્રવાસીઓ પાસે ધમકીથી ઉધરાણાનો પર્દાફાશ થયા બાદ આ ઉના ચેકપોસ્ટ તોડકાંડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પોલીસની આબરૂ ધૂળધાણી થયા બાદ જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મચારીની  બદલીનો ઘણવો કાઢ્યો છે. એસપી દ્વારા પોલીસ કર્મચારી અને ASIની અન્ય જગ્યા પર બદલી કરવામાં આવતા હાલ આ બદલી જિલ્લા ભરમાં ચર્ચાના એરણે ચડી છે. 

કોડીનારના મોટાભાગના પોલીસ કર્મચારીને ઉના તાલુકા પોલીસ મથકમાં આપી નિમણૂક 
મોટા ભાગના કર્મચારીને ઊનાથી કોડીનારમાં બદલી કરી ફરજ સોંપવામાં આવી છે. જ્યારે કોડીનારના મોટાભાગના પોલીસ કર્મચારીને ઉના તાલુકા પોલીસ મથકમાં નિમણૂક અપાઈ છે. નોંધનિય છે કે આ મામલે ઉનાના PI,ASI અને વચેટિયા વિરૂદ્ધ FIR કરાઈ હતી. PI એન.કે.ગોસ્વામી વિરૂદ્ધ  ફરિયાદ બાદ વચેટિયા નિલેશ તડવીની ધરપકડ કરાઈ છે. બાદ 30મી ડિસેમ્બરે ACBએ ઉના પોલીસે ખાનગી વ્યક્તિની ધરપકડ કરી હતી. બાદમાં આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

30મી ડિસેમ્બરે ACBએ ઉના પોલીસે ખાનગી વ્યક્તિની ધરપકડ કર્યા બાદ કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગીર સોમનાથના ઉનાના PI ના ક્વાર્ટર્સને સીલ કરાયુ હતું. ACB ની ટીમે ઉના પોલીસ લાઈનમાં આવેલા ક્વાટર્સને સીલ કર્યુ હતું. જ્યારે દીવ ચેકપોસ્ટ ઉપર તોડકાંડનો મામલો બહાર આવતા PI અને ASI ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ