બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dark, heavy rain during the day in Ahmedabad; A bridge covered with hailstones in Rajkot

માવઠું / અમદાવાદમાં દિવસે અંધારું, ધોધમાર વરસાદ; રાજકોટમાં કરાની ચાદરથી ઢંકાયો બ્રિજ, સુરતમાં રસ્તા બંધ-વીજળી ગુલ: જુઓ મોટા શહેરોના કેવા થયા હાલ

Priyakant

Last Updated: 01:39 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Update News: રાજકોટ અને મોરબીમાં કાર સાથે વરસાદ આવતા રોડ ઉપર બરફ જામી ગયો હોય શિમલા-મનાલી જેવા દ્રશ્યો જોવા મળ્યા

  • હવામાન વિભાગની આગાહી મુજબ હવામાનમાં પલટો આવ્યો 
  • વાદળછાયા વાતાવરણ બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો
  • રાજકોટ અને મોરબીમાં કાર સાથે વરસાદ આવતા રોડ ઉપર બરફ જામી ગયો
  • શિમલા-મનાલી જેવા દ્રશ્યો જોવા મળ્યા, વહેલી સવારે કરા સાથે વરસાદ પડ્યો

Gujarat Rain Update : હવામાન વિભાગની આગાહી મુજબ હવામાનમાં પલટો આવ્યો છે . આ તરફ આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આજે અમદાવાદ શહેરમાં પણ વરસાદ ખાબક્યો તો રાજકોટ અને મોરબીમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ અને મોરબીમાં કાર સાથે વરસાદ આવતા રોડ ઉપર બરફ જામી ગયો હોય શિમલા-મનાલી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તરફ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે.

રાજકોટ-મોરબીમાં કરા પડ્યા 
રાજકોટના માલિયાસણમાં કરાનો વરસાદ થયો છે. વિગતો મુજબ માલિયાસણ પાસે આવેલ બ્રિજ બરફના ચાદરથી ઢંકાઈ ગઈ છે. આ તરફ સ્થાનિકો પ્રાકૃતિક દ્રશ્યો નિહાળવા બ્રિજ પર પહોંચ્યા છે.

આ સાથે મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. વાંકાનેર શહેરના આસપાસના વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ પડ્યો છે. મહત્વનું છેકે, પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો મૂંઝાયા છે. 

અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી વાતાવરણ
હવામાન વિભાગની આગાહી મુજબ હવામાનમાં પલટો આવ્યો છે. અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી વાતાવરણ હતું. જે બાદમાં નરોડા, નિકોલ, શાહિબાગ, વાડજ, ઉસ્માનપુરામાં વરસાદ પડ્યો હતો. જોકે વરસાદી વાતાવરણના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ સાથે આંબાવાડી, વસ્ત્રાપુર, નહેરુનગર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. આ સાથે બાવળામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. 

સુરતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ 
આ તરફ સુરત જિલ્લામાં ગાજવીજ પવન સાથે વરસાદ પડ્યો છે. આજે સવારના સમયે ઓલપાડ, માંગરોળ, માંડવી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. આ સાથે સુરતના નાનપુરા વિસ્તારમાં જૂની સિવિલ રોડ પર વરસાદી પાણી ભરાઇ ગયા છે. આ તરફ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ સાથે સુરતના અઠવાલાઇન્સ, અડાજણ, પાલ, વેસુ, સ્ટેશન, વરાછા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. 

દાંડી રોડ ઉપર ઝાડ પડવાંથી રસ્તો બંધ થયો
સુરતમાં ગાજ વીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. આ તરફ ઓલપાડ સહિતના વિસ્તારમાં સવારથી પવન સાથે વરસાદ વચ્ચે દાંડી રોડ ઉપર ઝાડ પડવાંથી રસ્તો બંધ થયો છે. મહત્વનું છે કે, 20 જેટલા ગામોના લોકો માટે રસ્તો બંધ થતાં નોકરી ધંધાર્થે જતાં લોકો અટવાયા હતા. મહત્વનું છે કે, અટોદરા સહિત અનેક ગામોમાં ધરતી પુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અંભેટા ગામ નજીક અને દાંડી રોડ ઉપર બન્ને જગ્યાએ ઝાડ પડવાની ધટના સામે આવતા અટોદરા સહિત અનેક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. 

રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વિગતો મુજબ જિલ્લાના ગોંડલ શાપર વેરાવળ સહિતના વિસ્તારોમાં વરસાદ પદુઓ છે. આ સાથે ભારે વરસાદ સાથે અમુક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. જોકે હવે ભારે વરસાદ બાદ પંથકમાં જીરું, ચણા સહિતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ