બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Danapith market closed in protest against 5 percent GST on pulses

રાજકોટ / દાણાપીઠ બજાર આજે બંધ, કઠોળમાં GST લાદવામાં આવતા વેપારીઓમાં રોષ, ગણાવી જીવન જરૂરિયાતની વસ્તુ

Khyati

Last Updated: 11:30 AM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનાજ, કઠોળ, ગોળ પર GST લગાવવાના વિરોધમાં ભારત બંધનું એલાન, ગુજરાતમાં વેપારી મંડળ દ્વારા અપાયો ટેકો

  • વેપારી મંડળ દ્વારા ભારત બંધનું એલાન
  • ભારતીય ઉદ્યોગ વેપાર મંડળ દ્વારા બંધનું એલાન
  • અનાજ, કઠોળ, ગોળ પર GST લગાવવાના વિરોધમાં બંધનું એલાન

કેન્દ્ર સરકારે અનબ્રાન્ડેડ પેકેજડ ખાદ્યચીજોમાં પણ પાંચ ટકા જીએસટી લાદી દેતા વેપારીઓમાં વિરોધનો સૂર છેડાયો છે.  ભારતીય ઉદ્યોગ વેપાર મંડળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. અનાજ, કઠોળ, ગોળ પર જીએસટી લગાવાવના વિરોધમાં આજે વેપારીઓ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને ગુજરાતમાં પણ વેપારી મંડળ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. 

જીએસટી ઝીંકવાના વિરોધમાં દેશવ્યાપી બંધનું એલાન

દેશભરના 7300 માર્કેટયાર્ડ, 13000 દાળમીલો, 9600 ચોખામીલ, 8000 આટામીલ તથા 3 કરોડ જેટલા અનાજ-કઠોળ તથા અન્ય ચીજોના નાના વેપારીઓ હડતાળમાં જોડાવાના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. .મહત્વનું છે કે ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળ દ્વારા વિવિધ ચીજોમાં જીએસટી ઝીંકવાના નિર્ણયના વિરોધમાં દેશવ્યાપી બંધનુ એલાન આપવામાં આવ્યું છે. 

રાજકોટ દાણાપીઠ બજાર બંધ

રાજકોટ માર્કેટયાર્ડ તથા અનાજ-કઠોળના હોલસેલ-રીટેઈલ વેપારીઓએ બંધના એલાનને સમર્થન આપવાનું જાહેર કર્યુ છે. જેને લઇને હરાજી સહિતના તમામ કામકાજ ખોરવાશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું દ્વારા  વેપારીઓને સમર્થન આપવામાં આવ્યુ છે.  રાજકોટની દાણાપીઠ બજાર આજે બંધ પાળવામાં આવ્યો છે.. કઠોળમાં GST લાદવામાં આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી દાણાપીઠના વેપારીઓએ બજાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો.  વેપારીઓનો મત, કઠોળ જીવન જરૂરિયાતની સામગ્રી છે તેમાં જીએસટી ન હોવો જોઇએ. 

 

ગ્રાહકો પર વધશે નાણાંકીય બોજ 

 વેપારીઓના કહેવા પ્રમાણે સોમવારથી જીએસટીમાં આવતી ચીજો સીધી જ પાંચ ટકા મોંઘી થઈ જશે. ગ્રાહકો પર નાણાંકીય બોજો વધશે જયારે વેપારીઓને જીએસટી રીટર્ન ભરવા સહિતની ઝંઝટનો સામનો કરવો પડશે. તમામે તમામ વર્ગના લોકોને માથે બોજ પડવાનો છે તે સામે વિરોધ દર્શાવવા બંધનું એલાન અપાયુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ