બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Daily eat these healthy foods to fight coronavirus

હેલ્ધી ડાયટ / કોરોના વાયરસના ચેપથી બચવું હોય તો શરીરને આ રીતે કરો તૈયાર, આટલી વસ્તુઓ ચોક્કસથી ખાઓ

Noor

Last Updated: 07:37 PM, 4 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તંદુરસ્તી માટે રોગ પ્રતિકારક શક્તિ સૌથી અનિવાર્ય પાસું છે. આમ તો આ વાત આપણે જાણીએ છીએ, પરંતુ તેનો અમલ કરતા નથી. તાજેતરમાં સમગ્ર દુનિયા અને દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વાત વારંવાર કહેવામાં આવી રહી છે. ખુદ વડાપ્રધાને લોકોને ટ્વીટ કરીને આ અંગે માહિતિ આપી હતી. આયુષ મંત્રાલયે પણ ગાઇડલાઇન બહાર પાડીને લોકોને હેલ્ધી રહેવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાના સૂચન કર્યા હતા.

  • કોરોનાથી જીતવું હોય તો શરીરને કરો તૈયાર
  • રોગ પ્રતિકારક શક્તિ વધારીને હરાવી શકાય છે આ ચેપને
  • આયુષ મંત્રાલયે પણ લોકોને હેલ્ધી રહેવાની આપી સલાહ

સાથે સાથે કેટલીક બાબતો એવી છે જેનો જિંદગીભર ખ્યાલ રાખવો જોઇએ. રોગપ્રતિકારક શક્તિ કોઈપણ પ્રકારની માંદગી કે ઇન્ફેક્શન સામે લડત લડી શકે છે. તમારો ખોરાક સંતુલિત હોય તો તમારા શરીરને તેનો લાભ ચોક્કસ મળશે. મોટાભાગના સામાન્ય દર્દો, શરદી, ફ્લુ કે ઇન્ફેક્શન સામે ટકી રહેવામાં યોગ્ય ડાયટ મહત્વનો ભાગ ભજવે છે.તમારી રોગપ્રતિકારક શક્તિ હશે તો તમારું શરીર કોઇ પણ રોગ સામે વધારે સારી રીતે લડત આપી શકશે અને તમારી રિકવરી ઝડપી હશે. 

વિટામીન સી

વિટામીન સી એક સુપર પોષક તત્વ છે. રોગપ્રતિકારક શક્તિ માટે તે બહુ મહત્વનું છે. તે કોઈપણ પ્રકારના સામાન્ય ઇન્ફેક્શનની સામે લડવામાં મદદરૂપ છે. વિટામીન સી એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે, જે કોષોને થતી હાનીને રોકે છે. વિટામીન સી માટે તમે તમારા ખોરાકમાં રોજ લીંબુ, સંતરા, જામફળ, આમળાં કે કેપ્સીકમનો ઉપયોગ કરી શકો છો. 

બદામ અને સનફ્લાવર સિડ્સ

બદામ અને સુરજમુખીના બીજમાં રહેલાં વિટામિન રોગપ્રતિકારક શક્તિ માટે બહુ જરૂરી છે. તે ચરબીને ઓગાળે તેવું વિટામીન છે જે પ્રતિકારક શક્તિ ના કોષને પ્રવૃત્ત રાખે છે તથા બેક્ટેરિયા અને વાયરસ ની સામે લડવાની શરીરની ક્ષમતા વધારે છે. 

શાકભાજી અને કલરફુલ ફ્રુટ્સ

રોગ પ્રતિકારક શક્તિને  વધુ સારી બનાવવા માટે જેટલાં શાકભાજી ખાશો તેટલું સારું છે. રંગીન ફળો અને શાકભાજીમાં એન્ટિઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. લાલ, લીલા અને પીળા કેપ્સીકમ, લાલ કોબી,બ્રોકલી પણ ખૂબ લાભદાયી છે.

હળદર અને આદુ

હળદરમાં રહેલા કર્ક્યુમાઇનોડિસ રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં ખૂબ મહત્વના સાબિત થાય છે. તે એન્ટિ-ઇન્ફ્લેમેટરી સ્નાયુઓને કરનારા તથા હીલિંગ ક્ષમતા ધરાવે છે. ઓસ્ટીઓઆર્થરાઇટીસ અને રૂમેટોઈડ આર્થરાઈટીસ માં પણ તે રાહત આપનાર  છે. પારંપરિક હળદર વાળું દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આદર્શ પીણું છે. આદુ ખૂબ જ સક્ષમ એન્ટિઓક્સિડન્ટ છે અને સાહજિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે વિવિધ પ્રકારના વિટામિન્સ જેમકે આયરન અને કેલ્શિયમ રહેલા હોય છે. 

બેરીઝ

બેરિઝ એટલે કે રસ ઝરતા ફળો, ખાસ કરીને ખાટાં ફળો ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. બેરિઝમાં ખૂબ વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. બ્લેક બેરીઝ, સ્ટ્રોબેરી અને બ્લુબેરીઝમાં ફ્લેવોનોઇડ્ઝ હોય છે જે ખૂબ જ અસરકારક એન્ટીઓક્સીડેન્ટ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ