બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Cut in edible oil prices: Relieved of high edible oil prices, the government instructed companies to reduce prices

રાહતના સમાચાર / ખાદ્યતેલના ભાવમાં થશે ઘટાડો, સરકારે કંપનીઓને ભાવ ઘટાડવા માટે આપી દીધી સૂચના

Pravin Joshi

Last Updated: 08:26 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાદ્ય પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રાલયે ખાદ્ય તેલ બનાવતી કંપનીઓને ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવા જણાવ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઘટાડો થવા છતાં તેલના ભાવમાં પેકેજ્ડ ફૂડના ભાવ જેટલો ઘટાડો થયો નથી.

  • ખાદ્યતેલના મોંઘા ભાવથી લોકો મળશે રાહત
  • સરકારે ખાદ્ય તેલ કંપનીઓને ભાવ ઘટાડવા કહ્યું
  • આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થયો ઘટાડો

ટૂંક સમયમાં તમને ખાદ્યતેલના મોંઘા ભાવથી રાહત મળી શકે છે. ખાદ્ય પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રાલયે ખાદ્ય તેલ બનાવતી કંપનીઓને ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરવા જણાવ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઘટાડો થવા છતાં તેલના ભાવમાં પેકેજ્ડ ફૂડના ભાવ જેટલો ઘટાડો થયો નથી.

Tag | VTV Gujarati

સરકારે ખાદ્ય તેલ કંપનીઓને ભાવ ઘટાડવા કહ્યું

સરકારે સાલ્વેન્ટ એક્સટ્રેક્ટ એસોસિએશનના સભ્યોને ખાદ્ય તેલની MRP ઘટાડવા કહ્યું જેથી ગ્રાહકોને રાહત મળી શકે. સરકારનું માનવું છે કે હાલ સ્થાનિક બજારમાં ખાદ્યતેલની કિંમત ઘણી ઊંચી છે. ખાદ્ય મંત્રાલયનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં પામ ઓઈલ, સોયાબીન અને સનફ્લાવર ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેથી આ સિઝનમાં સરસવ, મગફળી અને સોયાબીનના ઉત્પાદનમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

ગૃહિણીઓ માટે ખુશખબર આવી, સીંગતેલના ભાવમાં ધાર્યા કરતાં પણ મોટો ઘટાડો, એક  ડબ્બો હવે આટલામાં પડશે | Edible oil prices have come down in Gujarat

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટ્યા!

ભારત પામ તેલનો મુખ્ય આયાતકાર છે, ભારત તેના ખાદ્ય તેલના વપરાશના 56 ટકા આયાત કરે છે. છેલ્લા એક વર્ષમાં મુંબઈમાં પામ ઓઈલના લેન્ડિંગ ભાવમાં 44 ટકાનો ઘટાડો થયો છે. જ્યાં એક વર્ષ પહેલા તેની કિંમત $1,791 પ્રતિ ટન હતી, તે હવે ઘટીને $1,000 પ્રતિ ટન થઈ ગઈ છે. ક્રૂડ સોયા અને સનફ્લાવર ઓઈલના ભાવમાં પણ છેલ્લા એક વર્ષમાં 50 થી 55 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

Tag | VTV Gujarati

એક વર્ષમાં ભાવમાં ઘટાડો

ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર 2 મે, 2022ના રોજ સીંગદાણાનું તેલ 185.46 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું, જે એક વર્ષ પછી 189.95 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. એક વર્ષ પહેલા પેક્ડ સરસવનું તેલ 184.95 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું, જે હવે 151.26 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. એક વર્ષ પહેલા પેક્ડ પામ ઓઈલ રૂ. 157.69 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું, જે હવે રૂ. 110.45 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. સૂર્યમુખી તેલ 190 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું જે હવે 145.12 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે.

Tag | VTV Gujarati

છૂટક ભાવ ઊંચા છે

આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડાના હિસાબે ભાવમાં ઘટાડો થયો નથી. અને તેથી જ સરકારે કંપનીઓને રિટેલ માર્કેટમાં કિંમતો ઘટાડવા માટે કહ્યું છે જેથી કરીને સામાન્ય લોકોને રાહત મળી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ