બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Crime Branch has prepared an action plan to prevent the growing circulation of drugs in Ahmedabad

કાળો કારોબાર / 8 કરોડનો જથ્થો, 55થી વધુ ગુના, 150 ડ્રગ્સ પેડલરની ધરપકડ..., અંતે અમદાવાદમાં વધતા દૂષણને અટકાવવા ક્રાઇમ બ્રાન્ચે તૈયાર કર્યો એક્શન પ્લાન

Kishor

Last Updated: 04:37 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ડ્રગ્સના વધતા દુષણ વચ્ચે 2022 કરતા 2023મા ડ્રગ્સની હેરાફેરીના વધુ કેસ નોંધાયા છે અને તહેવારોમાં ડ્રગ્સનું દુષણ અટકે તે માટે પોલીસ અને એજન્સી કામે લાગી છે.

  • અમદાવાદમાં વધ્યું ડ્રગ્સનું દૂષણ વધ્યું
  • યુવાપેઢીઓ રેવ પાર્ટી કરે તેવી શકયતાઓ
  • ક્રાઈમ બ્રાન્ચના ડ્રગ્સ સેલનો એકશન પ્લાન

અમદાવાદમા ડ્ગ્સનુ દુષણ દિવસેને દિવસે વકરી રહ્યુ છે અને તહેવારમા યુવાપેઢીઓ રેવ પાર્ટી કરે તેવી શકયતાને પગલે ક્રાઈમ બ્રાન્ચના ડગ્સ સેલએ એકશન પ્લાન બનાવ્યો છે. હાલની સ્થિતિએ 2022 કરતા 2023મા ડ્ગ્સની હેરાફેરીના વધુ કેસ નોંધાયા છે. જ્યારે ક્રાઈમ બ્રાંચે 150થી વધુ ડ્ગ્સ પેડલરને પણ દબોચી લીધા છે.

ડ્રગ્સનો આંતક : ગુજરાતમાં 3 વર્ષમાં 5000 થી વધુ યુવાનો નશાના રવાડે ચડયા,  નશાખોર મહિલાઓનો આંકડો સાંભળીને ચોંકી જશે | In Gujarat, 5000 more youths  became Drugs ...

ડ્રગ્સના 55થી વધુ નોંધાયા ગુના 
અમદાવાદ શહેરમા ડ્ર્ગ્સનુ દુષણ વધી રહયુ હોવાના ચૌકાવનારા આકંડા સામે આવ્યા છે. દર વર્ષ કરતા 2023મા ડ્ગ્સની હેરાફેરીના સૌથી વધુ ગુના નોંધાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી નારકોટિક્સ સેલની રચના બાદ ડ્રગ્સના 55 થી વધુ ગુના નોંધાયા છે અને 8 કરોડથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એટલું જ નહીં આ સેલ દ્વારા ઔરંગાબાદમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપીને મોટી સફળતા મેળવી છે અને ડ્રગ્સની હેરાફેરીના નેટર્વકને થોડા અંશે અટકાવ્યું છે. 

અમદાવાદમાં ખુલ્લેઆમ હથિયારોની હેરાફરી કરતી ટોળકીનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો  પર્દાફાશ, 6 પિસ્તોલ સાથે 2ની ધરપકડ | Ahmedabad Crime Branch busted a gang  dealing in weapons

150થી વધુ ડ્રગ્સ પેડલર ઝડપાયા

 નારકોટિક્સ સેલએ અત્યાર સુધીમાં 150 થી વધુ ડ્રગ્સ પેડલરની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે.જેમાં મહિલા પેડલર પણ હવે ડ્રગ્સના નેટવર્કમાં પ્રવેશ કર્યો હોવાના ઘટસ્ફોટ થયો છે. દિવાળીનો તહેવાર હોવાથી ડ્રગ્સ માફિયા રેવ પાર્ટી માટે યુવા પેઢીને ડ્રગ્સ પહોંચાડશે. જેથી નારકોટિક્સ સેલએ ડ્રગ્સ પેડલરની પકડવા એક્શન પ્લાન બનાવ્યો છે. ખાસ કરીને એમડી ડ્ગ્સ મધ્ય પ્રદેશ, રાજેસ્થાન અને મહારાષ્ટ્રથી આવે છે.

વાહન ચેકીગની સાથે કેફે પર પણ વોચ
જ્યારે ગાંજો ઓરીસ્સાથી અને અફીણ મધ્યપ્રદેશ અને રાજેસ્થાનથી ડ્ગ્સ માફિયા ગુજરાતમા મોકલે છે.જયારે  ચરસનુ નેટવર્કનુ કનેકશન જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશનુ હોવાનુ ખુલ્યુ છે. ગુજરાતમા ડ્ગ્સ પેડલરોને કમિશન આપીને ડ્ગ્સની હેરાફેરી કરવામા આવે છે. તહેવારોમા પણ ડ્ગ્સ માફિયા સક્રીય થયા છે. તહેવારોની આડમા ચાલતી રેવ પાર્ટી પર પણ ક્રાઈમ બ્રાન્ચની નાર્કોટીકેસ સેલની નજર રહેશે. ખાસ કરીને ડ્ગ્સ કીટનો ઉપયોગ કરીને વાહન ચેકીગની સાથે કેફે પર પણ વોચ રાખવા માટે જુદી જુદી ટીમો સક્રીય કરી છે. આ ઉપરાંત ડ્ગ્સની હેરાફેરી કરનાર પેડલરો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ