બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Cricket Video: Toby Roland jones hit six but declared out in country championship

VIDEO / બેસ્ટમેને છગ્ગો માર્યો, અમ્પાયરે બે હાથ ઊંચા કરી છગ્ગાનો નિર્ણય આપ્યો, પણ તે જ બોલમાં ખેલાડી થયો આઉટ, જુઓ શું થયું

Vaidehi

Last Updated: 07:04 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ મેચ દરમિયાન પ્લેયરે છગ્ગો ફટકાર્યો પરંતુ તેમની આ ખુશી થોડી સેકન્ડ્સ માટે જ ટકી રહી કારણકે ત્યારબાદ એમ્પાયરે તેમને આઉટ જાહેર કરી દીધાં. જુઓ વીડિયો.

  • કાઉંટી ચેંપિયનશિપ દરમિયાન બની વિચિત્ર ઘટના
  • પ્લેયરે છગ્ગો ફટકાર્યો, એમ્પાયરે પણ સિક્સ જાહેર કર્યો
  • પરંતુ પછી સામેની ટીમે કર્યો ખુલાસો

બેટ્સમેને છગ્ગો ફટકાર્યો અને અંપાયરે સિક્સનો ઈશારો પણ કરી દીધો પરંતુ પછી એ જ બોલ પર બેટ્સમેન આઉટ જાહેર થયો. આ ઘટના સાંભળવામાં થોડી વિચિત્ર લાગે છે પરંતુ ઈંગ્લેંડમાં ચાલતી કાઉંટી ચેંપિયનશિપ ડિવિઝન વનમાં મેચ દરમિયાન કંઈક આવું જ બન્યું હતું.  ખ્યાતનામ પ્લેયર ટોબી રોલેંડ જોંસની સાથે જ આ બનાવ બન્યો હતો. જુઓ વીડિયો.

થોડી સેકેન્ડસમાં જ છગ્ગો આઉટમાં ફેરવાઈ ગયો
ટોબી રોલેંડ છગ્ગો ફટકાર્યાં બાદ ખુશ થઈ ગયાં હતાં પરંતુ તેમની આ ખુશી થોડી સેકેન્ડ્સ માટે જ ટકી રહી. થોડી જ ક્ષણમાં એમ્પાયેરે તેમને આઉટ જાહેર કરી દીધાં. જોંસે 50મી ઓવરનાં છેલ્લા બોલમાં છગ્ગો ફટકાર્યો અને કોઈ રન પણ ન લીધો. તેમણે બોલને બાઉંડ્રીની બહાર પણ ફેંકી દીધો હતો. ફીલ્ડ એમ્પાયરે સિક્સનો ઈશારો પણ કર્યો પરંતુ સામેની ટીમનાં વિકેટકીપર બર્ગેસે અંપાયરનું ધ્યાન સ્ટંપ તરફ વાળ્યું. વિકેટ બેલ્સ નીચે પડી ગયાં હતાં એટલે કે જોંસે જ્યારે છગ્ગો હિટ કર્યો ત્યારે બેટ સ્ટંપને અડકી ગયો હતો અને તેઓ આઉટ થયાં હતાં.

કાઉંટી ચેંપિયનશિપ દરમિયાન બની ઘટના
બર્મિઘમમાં મિડલસેક્સ અને વોરિકશોયરની વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચમાં વોરિકશોયરની ટીમ 22.5 ઓવરમાં 66 રન બનાવી શકી. મિડિલસેક્સનાં કેપ્ટન પ્રથમ ઈનિંગમાં રોલેંડ 9માં ક્રમ પર બેટિંગ કરવા માટે ઊતર્યાં હતાં. તે સમયે ટીમનો સ્કોર 43.1 ઓવરમાં 7 વિકેટ પર 148 રન હતો. જોંસે 50મી ઓવરનાં છેલ્લા બોલમાં છગ્ગો ફટકાર્યો ત્યારે આ સમગ્ર બનાવ બન્યો હતો.

રોલેંડ જોંસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર રોલેંડ જોંસનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો અલગ-અલગ પ્રકારની કમેંટ કરી રહ્યાં છે. મિડિલસેક્સે પહેલી ઈનિંગમાં 199 રન બનાવ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ