બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Cow Urine IVRI Research Benefits of Cow Urine Disadvantages of Cow Urine Research on Cow Urine Buffalo Urine

આ શું ? / 'ગાય કરતા ભેંસનું મૂત્ર વધુ અસરકારક', IVRIના રિસર્ચમાં ગૌમૂત્રને લઇ ચોંકાવનારો દાવો

Pravin Joshi

Last Updated: 04:48 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં દાયકાઓથી ગૌમૂત્રને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક લોકો તેનું સેવન કરવાથી શુદ્ધ થવાની સાથે-સાથે મોટી બીમારીઓથી પણ છુટકારો મેળવવાનો દાવો કરે છે તો કેટલાક લોકો તેનો વિરોધ પણ કરે છે. આ દરમિયા નવું સંશોધન સામે આવ્યું છે.

  • ગૌમૂત્રને લઈને IVRI નું એક નવું સંશોધન સામે આ
  • ગાયનું મૂત્ર મનુષ્ય માટે ફાયદાકારક નથી : IVRI
  • ગાય અને મનુષ્ય કરતાં ભેંસનું મૂત્ર વધુ ફાયદાકારક 

ગૌમૂત્રને લઈને ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IVRI)નું એક નવું સંશોધન સામે આવ્યું છે. સંસ્થા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગૌમૂત્ર મનુષ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યારે હવે તેને સીધું પીવાનું ટાળવું જોઈએ, નહીં તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. IVRI એ ભેંસના મૂત્રને ગૌમૂત્ર કરતાં વધુ અસરકારક ગણાવ્યું છે. સંસ્થાના ભોજ રાજ સિંહ જેઓ ત્રણ પીએચડી વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરે છે, તેમણે સંશોધનમાં શોધી કાઢ્યું છે કે ગૌમૂત્રમાં ઓછામાં ઓછા 14 પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હોય છે. તેની સાથે એસ્ચેરીચિયા કોલી પણ હાજર છે. આ બેક્ટેરિયાના કારણે પેટમાં ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. 

ગાય અને મનુષ્ય કરતાં ભેંસનું મૂત્ર વધુ ફાયદાકારક 

ઓનલાઈન વેબસાઈટ રિસર્ચગેટમાં સંશોધન અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ભોજ રાજ સિંહ કે જેઓ રોગશાસ્ત્ર વિભાગના વડા છે. સંશોધનમાં ત્રણ પ્રકારની ગાયો સાહિવાલ, થરપારકર અને વિંદાવાણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત માણસ અને ભેંસના મૂત્રનો નમૂના તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. એક ખાનગી ચેનલ સાથે વાત કરતા ભોજ રાજ સિંહે કહ્યું કે અભ્યાસમાં ગાય, ભેંસ અને મનુષ્યના કુલ 73 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે ગાય અને મનુષ્ય કરતાં ભેંસનું પૂત્ર વધુ ફાયદાકારક છે. 

ભારતીય બજારમાં ગૌમૂત્રનું પણ આડેધડ વેચાણ 

દેશમાં સામાન્ય માન્યતા છે કે ગૌમૂત્રના સેવનથી અનેક બીમારીઓને હરાવી શકાય છે. ભારતીય બજારમાં ગૌમૂત્રનું પણ આડેધડ વેચાણ થઈ રહ્યું છે. ભોજ રાજે કહ્યું છે કે જે પ્રકારનું પરિણામ સામે આવ્યું છે, તે સ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં મનુષ્ય માટે ગૌમૂત્રની ભલામણ કરી શકાય નહીં. જો કે અમે આ અંગે વધુ સંશોધન કરી રહ્યા છીએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ