બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Covovax to be available on CoWIN as booster dose soon. Check details

મહામારીનું હથિયાર / વધતાં જતાં કોરોના વચ્ચે રાહતની રસી ! CoWIN પર લઈ શકાશે કોવોવેક્સનો બૂસ્ટર ડોઝ, જાણો કેટલી કિંમત

Hiralal

Last Updated: 09:14 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધતાં જતાં કોરોનાની વચ્ચે એક રાહતની રસી આવી છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં CoWIN પર કોવોવેક્સને મંજૂરી આપવાની છે તેવું સરકારી સૂત્રોએ જણાવ્યું છે.

  • દેશમાં વધતાં જતા કોરોનાની વચ્ચે રાહતની રસી 
  • સરકારે થોડા વખતમાં કોવોવેક્સને આપશે બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી 
  • CoWIN પર મળશે કોવોવેક્સ
  • એક ડોઝની કિંમત 225 રુપિયા 

દેશના અલગ અલગ ભાગોમાં કોરોના વાયરસથી સંક્રમણના વધતા કેસો વચ્ચે રસીકરણને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા કોવિન પોર્ટલમાં કોવોવેક્સ રસીને પુખ્ત વયના લોકો માટે "વિજાતીય બૂસ્ટર" ડોઝ તરીકે શામેલ કરવાની મંજૂરી આપે તેવી સંભાવના છે. સોમવારે સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી. 'હેટરોલોગસ બૂસ્ટર'નો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિએ અગાઉ રસી લીધી હોય, તો તેને બૂસ્ટર ડોઝ તરીકે અન્ય કંપની દ્વારા રસી આપવામાં આવી શકે છે.

થોડા દિવસમાં કોવિન પોર્ટલ પર મળશે, કિંમત 225 રૂપિયા
સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવોવેક્સ વેક્સિન થોડા દિવસોમાં કોવિન પોર્ટલ પર ઉપલબ્ધ થવાની સંભાવના છે. તેની કિંમત 225 રૂપિયા પ્રતિ ડોઝની આસપાસ હોઈ શકે છે. આ ઉપરાંત મૂલ્ય પર એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) પણ લાગુ પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર પ્રકાશ કુમાર સિંહે 27 માર્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને પત્ર લખ્યો હતો. આ પછી જ આ પગલું ભરવામાં આવ્યું છે. એક સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર, સિંહે મંત્રાલયને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે કોવોવેક્સ એક વિશ્વ કક્ષાની રસી છે જેને વિવિધ જાણીતી સંસ્થાઓ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેને કોવિન પોર્ટલ પર પુખ્ત વયના લોકો માટે 'હેટરોલોગસ બૂસ્ટર' ડોઝ તરીકે સામેલ કરવી જોઈએ. આનો અર્થ એ છે કે કોવોવેક્સ એવા લોકોને આપી શકાય છે જેમણે અગાઉ કોવિશિલ્ડ અથવા કોવેક્સિન રસી લીધી છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આ એક સારુ પગલું છે. 

કોને બૂસ્ટરની જરૂર?
ગયા મહિને, ડો.એન.કે.અરોરાની અધ્યક્ષતામાં કોવિડ -19 કાર્યકારી જૂથે પણ આરોગ્ય મંત્રાલયને ભલામણ કરી હતી. કોવોવેક્સને કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના 2 ડોઝ લેનારા પુખ્ત વયના લોકો માટે હેટરોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે પોર્ટલમાં સામેલ કરવો જોઈએ. 16 જાન્યુઆરીએ, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (જીસીજીઆઈ) એ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બે ડોઝ મેળવનારા લોકો માટે કોવોવેક્સ રસીના બજાર પ્રમાણપત્રને મંજૂરી આપી હતી. આ રસીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુએસએફડીએ વગેરે તરફથી મંજૂરી મળી ચૂકી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ