બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / covid 19 fourth wave new xe variant in india

BIG NEWS / કોરોનાની ચોથી લહેરને લઈને સૌથી મોટી આગાહી: IITએ કર્યો મોટો દાવો, નવા વેરિએન્ટ પર WHOએ આપી ચેતવણી

Pravin

Last Updated: 07:14 PM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ફરી એક વાર કોવિડ 19ના કેસો ઝડપથી વધી રહ્યા છે. જેનાથી સ્વાસ્થ્ય વિભાગમાં ચિંતાના વાદળો છવાયા છે.

દેશમાં ફરી એક વાર કોવિડ 19ના કેસો ઝડપથી વધી રહ્યા છે. જેનાથી સ્વાસ્થ્ય વિભાગમાં ચિંતાના વાદળો છવાયા છે. લગભગ છેલ્લા 2 વર્ષથી સતત કોવિડ 19ના નવા નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે. તેની સાથે ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ XE ભારતના બે રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં એન્ટ્રી લઈ ચુક્યા છે. હેલ્થ મિનિસ્ટ્રી તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 949 નવા કોરોનાના કેસો આવ્યા છે. તેની સાથે જ ઈંડિયામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 11,191 થઈ ગઈ છે. કેસ સતત વધ્યા બાદ એક્સપર્ટે ચોથી લહેરની આશંકા વ્યક્ત કરી છે. ચોથી લહેરને લઈને IIT કાનપુરે એક સ્ટડી કર્યો હતો, જેમાં જણાવ્યું છે કે, ચોથી લહેર ક્યારે આવશે.

શું કહ્યું હતું IIT કાનપુરે

આઈઆઈટી કાનપુરના નિષ્ણાંતોએ થોડા સમય પહેલા એર રિસર્ચ કર્યું હતું, તેમના રિસર્ચ અનુસાર ભારતમાં કોવિડ 19 મહામારીની સંભવિત ચોથી લહેર 22 જૂન 2022ની આસપાસ શરૂ થશે. આ લહેરનું પીક ઓગસ્ટના અંતમાં હોઈ શકે છે. ચોથી લહેરની ઓળખ કરવા માટે સાંખ્યિકીય મોડલ અપનાવામા આવી શકે છે. જેમાં સંભવિત નવી લહેર 4 મહિના સુધી ચાલશે.

રિસર્ચમાં કહેવાયુ હતું કે, સ્ટડીના ડેટા એ વાત પર ઈશારો કરે છે કે, ભારતમાં કોવિડ 19ની ચોથી લહેર પ્રાથમિક ડેટા મળવાની તારીખથી 936 દિવસ બાદ આવશે. પ્રાથમિક ડેટાની તારીખ 30 જાન્યુઆરી 2020 છે. એટલા માટે ચોથી લહેરની સંભવિત તારીખ 22 જૂન 2022થી શરૂ થઈ શકે છે. 23 ઓગસ્ટની આસપાસ પીક પર રહેશે અને 24 ઓક્ટોબર 2022 સુધીમાં ખતમ થઈ જશે. 

IIT કાનપુરના ગણિત અને વાણિજ્યિક વિભાગના સબરા પ્રસાદ રાજેશ ભાઈ, સુભરા શંકર ધર અને શલભના નેતૃત્વમાં આ સ્ટડી કરવામા આવે છે અને તેમાંથી જાણવા મળે છે કે, ચોથી લહેરની ગંભીરતા દેશભરમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ અને વેક્સિનેશનની સ્થિતિ પર નિર્ભર કરશે. 

વૈજ્ઞાનિક મૂલ્ય પર તપાસ જરૂરી

આ વર્ષે જૂલાઈમાં કોવિડની ચોથી લહેરની ભવિષ્યવાણી કરનારા IIT કાનપુરના સ્ટડી પર નીતિ આયોગે કહ્યું હતું, તેઓ આ પ્રકારના સ્ટડીને અત્યંત સન્માનપૂર્વક જોવે છે. પણ એ તપાસનું બાકી છે કે, આ સ્પેશિયલ રિપોર્ટનું વૈજ્ઞાનિક મૂલ્ય છે કે નહીં.

નવા વેરિએન્ટ પર શું કહે છે એક્સપર્ટ

હિંદુજા હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટર, ખારમાં ક્રિટિકલ કેયરના સલાહકાર ડો. ભારેશ ડેઢિયાના જણાવ્યા અનુસાર XE હાઈબ્રિડ સ્ટ્રેનનું મેડિકલી રૂપથી કોઈ પણ આ વેરિએન્ટની વચ્ચે અંતર નહી કરી શકે. એવું લાગે છે કે, નવા સબ વેરિએન્ટ XE, ઓમિક્રોનના તમામ લક્ષણોની સમાન છે. આ આમ તો હળવો છે અને બહું ગંભીર નથી. એ ધ્યાન રાખવું પડશે કે, XE વેરિએન્ટ લગભગ 3 મહિનાથી છે અને હજૂ સુધી ઓમિક્રોનની માફક સમગ્ર દુનિયામાં ફેલાયો નથી. એટલા માટે કહેવાય છે કે, આ કોઈ અલગ વેરિએન્ટ નથી, પણ ઓમિક્રોનની માફક જ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ