બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Covid-19 Ahmedabad Civil hospital superintendent m prabhakar dhaman 1 controversy

અમદાવાદ / વિવાદ બાદ સિવિલમાં કેટલા ધમણ ઉપયોગમાં છે તેનો આંકડો આવ્યો સામે, સુપ્રિટેન્ડન્ટે આપ્યું નિવેદન

Hiren

Last Updated: 06:40 PM, 27 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. રોજ અનેક દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે તો તેની સામે એથી પણ વધારે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આરોગ્ય તંત્ર સામે કોરોના સંક્રમિતોને બચાવવાનો પડકાર ઊભો થયો છે. આ બધા વચ્ચે રાજ્યમાં સ્વદેશી વેન્ટીલેટર ધમણ પર વિવાદ ઊભો થઈ ગયો છે. આ વિવાદ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ધમણ વેન્ટલેટરના ઉપયોગને લઇને સુપ્રિન્ટેન્ડન્ટ એમ.પ્રભાકરે મહત્વનું નિવેદન આપ્યું છે.

  • અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ધમણ-1નો ઉપયોગ ઘટ્યો
  • હાલ સિવિલમાં 15 ધમણ વેન્ટિલેટરનો ઉપયોગ થઈ રહ્યો છે: સુપ્રિન્ટેન્ડન્ટ
  • ICUમાં સિવિયર દર્દી માટે જ ધમણનો ઉપયોગ થાય છે: સુપ્રિન્ટેન્ડન્ટ

અમદાવાદ સિવિલની કોરોના હોસ્પિટલમાં ધમણ-1નો ઉપયોગ ઘટ્યો હોવાનું સામે આવ્યું છે. અપગ્રેડ પ્રક્રિયા બાદ કોવિડ હોસ્પિટલમાં ઉપયોગ ઓછો થયો છે. સુપ્રિન્ટેન્ડ એમ.પ્રભાકરે જણાવ્યું કે, હાલ સિવિલમાં 15 ધમણ વેન્ટિલેટરનો ઉપયોગ થઇ રહ્યો છે. જેમાં ICUમાં સેવીયર દર્દી માટે જ ધમણનો ઉપયોગ થાય છે. મહત્વનું છે કે, સિવિલ હોસ્પિટલમાં ICUમાં કુલ 118 વેન્ટીલેટર બેડ છે. ત્યારે હવે ધમણ-1 વેન્ટીલેટરનો ઉપયોગ ઘટતા ફરી વિશ્વસનીયતા સામે સવાલ ઉઠ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વડોદરાની કૉવિડ 19 ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.વિશાલા પંડ્યાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ધમણ-1 વેન્ટિલેટર નથી, માત્ર સપોર્ટ સિસ્ટમ છે. ગોત્રી હોસ્પિટલમાં હજી સુધી ઉપયોગમાં નથી લેવાયા. કોંગ્રેસના પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન આ ખુલાસો કર્યો છે.

મહત્વનું છે કે ધમણ-1 વિવાદમાં આવ્યું છે જે સ્વદેશી વેન્ટિલેટર મશીનના મુખ્યમંત્રી વિજય રૂપાણી હિન્દીમાં વખાણ કરી રહ્યા હતા. આ એ જ મશીન છે જેની જાહેરાત માટે દોઢ મહિના પહેલા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને જાણીતા ઉદ્યોગતિની સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મુખ્યમંત્રીના ગૃહ શહેર રાજકોટની જ્યોતિ CNC કંપનીએ 10 દિવસમાં વેન્ટિલેટર તૈયાર કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીએ ઉત્સાહભેર તેની માહિતી આપી હતી. જોકે સિવિલના સુપ્રિટેન્ડન્ટનો પત્ર અને કોંગ્રેસના આક્ષેપ બાદ આ સ્વદેશી વેન્ટિલેટર વિવાદમાં આવ્યું. આને લઇને ગુજરાત સરકાર પર ધાનાણીએ ગંભીર આરોપ લગાવ્યા હતા.

ક્યાથી શરૂ થયો વિવાદ?

જોકે, આ વેન્ટિલેટરનું પ્રોડક્શન કોરોના વાયરસના થોડા સમય બાદ શરૂ થયું અને ત્યારબાદ તેની ડિલિવરી કરવામાં આવી હતી. કોવિડ હોસ્પિટલમાં આ વેન્ટિલેટર પણ લગાવાયા હતા. એટલે તે ચર્ચાના વિષયમાંથી બાકાત થવા લાગ્યું હતું. પરંતુ અચાનક 15 મેના રોજ ફરી આ મુદ્દો લાઇમ લાઇટમાં આવ્યો હતો જ્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ એમ.એમ.પ્રભાકરે એક પત્ર લખ્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડટે પોતાના પત્રમાં લખ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલમાં સરકાર દ્વારા ધમણ-1 અને MGVA વેન્ટિલેટર પુરા પાડવામાં આવ્યા હતા. પરંતુ એનેસ્થેશિયા વિભાગ વડા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, આ બન્ને વેન્ટિલેટર કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યું પરિણામ નથી આપી શકતા. જેથી કોરોનાના દર્દીઓ માટે હાઈએન્ડ ICU વેન્ટિલેટર ફાળવવામાં આવે.

સુપ્રિટેન્ડટના પત્રમાં એવુ સ્પષ્ટ લખવામાં આવ્યું કે આ મશીન કોરોના વાયરસના દર્દીઓ માટે ધાર્યું પરિણામ નથી આપી શકતા. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા સરકારની ખુબ ટીકા થવા લાગી. ધમણ ફેઇલ થયું હોવાના આક્ષેપો થવા લાગ્યા. મુખ્યમંત્રીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હોવાથી વિપક્ષે પણ પ્રહાર કરવાની આ તક જવા ન દીધી.

પત્ર વાયરલ થયા બાદ ડેમેજ કંટ્રોલ કરવા માટે ડૉક્ટર પ્રભાકરે કરી હતી સ્પષ્ટતા

પ્રભાકરે સ્પષ્ટતામાં કહ્યું કે, મશીનમાં સુધારા વધારા સુચવી દેવાયા છે. હવે ધમણ 3 વેન્ટિલેટર માર્કેટમાં મુકવાના છે. એટલે કે જવાબ નરોવાકુંજોવા સમાન હતો. કારણ કે, તેમણે જે આશા સેવી છે તે ધમણ 3 પર છે. ધમણ 1 તો ખાસ કારગર નથી તે વાત થયા સ્થાને જ છે. જોકે, સુપ્રીટેન્ડટ બાદ ફરી વિપક્ષે સરકાર પર આક્ષેપ કર્યા. તો સરકારે પણ જવાબ આપીને વળતો પ્રહાર કર્યો.

ધમણ 1 વેન્ટિલેશન મશીન પોતે વેન્ટિલેટર પર હોય તેમ કોરોનાના દર્દીઓ માટે ખાસ સફળ નથી રહ્યું. ત્યારે હવે ધમણ-1 વેન્ટીલેટરનો ઉપયોગ ઘટતા ફરી વિશ્વસનીયતા સામે સવાલ ઉઠ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ