બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Court approves 5 day remand of accused in Vadodara boat accident

વડોદરા / હરણી બોટ દુર્ઘટના : 6 આરોપીઓ રિમાન્ડ પર, પરેશ શાહ અને નિલેશ જૈનને ઝડપવા ઘણી ટીમો બનાવાઈ

Vishal Khamar

Last Updated: 11:02 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે પોલીસે ઝડપાયેલા 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે રિમાન્ડ દરમ્યાન હજુ પણ આરોપીઓની પૂછતાછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

  • વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલો
  • પોલીસે 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા
  • રિમાન્ડ દરમ્યાન હજુ પણ થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા

વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે પોલીસે અત્યાર સુધી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. સરકાર વકીલ અનિલ દેસાઈ અને સિનિયર વકીલ હિતેશ ગુપ્તાએ આરોપીઓના રિમાન્ડ માટે ધારદાર દલીલો કરી હતી. જે દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમ્યાન આરોપીઓની પૂછતાછમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.  તેમજ મેસર્સ કોટીયા પ્રોજેક્ટનાં સંચાલકો, ભાગીદારો તેમજ ડાયરેક્ટરની શોધખોળ ચાલી  રહી છે. પરેશ શાહ અને નિલેશ જૈનને શોધા પોલીસે વિવિધ ટીમો બનાવી છે. 

આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ બહાર પાડી છેઃ વડોદરા પોલીસ કમિશ્નર
વડોદરા બોટ દુર્ઘટના મામલે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે નિવેદન આપ્યું હતુ કે, આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ બહાર પાડી છે. તેમજ આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે પાસપોર્ટ ઓફીસની મદદ લેવામાં આવી છે. ગઈકાલે આરોપીઓ પકડાયા તેમના મોબાઈલની ચકાસણી કરાઈ હતી. તેમજ આરોપીની કડકાઈથી પૂછપરછ પણ કરાઈ હતી. 

વધુ વાંચોઃ વડોદરા હરણીકાંડ પર મોટું અપડેટ, 10 દિવસમાં ખબર પડી જશે શું બન્યું હતું? કલેક્ટરે કર્યું એલાન

આવકનું રિપોર્ટિંગ પરેશ શાહ અને નિલેશ જૈનને રોજ સ્ટાફ આપતો હતો 
આરોપીઓ કબૂલાત કરી કે ડોલ્ફીન નામની કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે કંપની નિલેશ જૈનની હતી. તેમજ આવકનું રિપોર્ટીંગ પરેશ શાહ અને  નિલેશ જૈનને રોજ સ્ટાફ આપતો હતો. ટીકીટ વેચાણની માહિતી પણ પરેશ શાહ અને નિલેશ જૈનને આપવામાં આવતી હતી. પરેશ શાહ અને નિલેશ જૈનને આખરે પોલીસે આરોપી બનાવ્યો હતો. પરેશ શાહનો હરણી લેક ઝોનમાં મુખ્ય રોલ હતો. તેમજ હાલ પરેશ શાહ, પુત્ર, પુત્રી અને તેની પત્નિ મળી ચારેયને આરોપી બનાવાયા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ