બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

VTV / ગુજરાત / big update on Vadodara boat tragedy, know in 10 days what happened? The collector announced

હરણી દુર્ઘટના / વડોદરા હરણીકાંડ પર મોટું અપડેટ, 10 દિવસમાં ખબર પડી જશે શું બન્યું હતું? કલેક્ટરે કર્યું એલાન

Hiralal

Last Updated: 08:30 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના હરણી દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. જિલ્લા કલેક્ટર અતુલ ગોરે શહેરમાં કેટલાક નવા આદેશ બહાર પાડ્યાં છે.

  • હરણી દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું 
  • વડોદરા તળાવ, નદીમાં ચાલતી વોટર એક્ટીવિટી બંધ
  • રાઇડ્સના ફિટનેસ તપાસવાનો પણ આદેશ
  • મૃતકોના ખાતામાં આવી ગયા પીએમ-સીએમ રાહત ફંડના પૈસા 
  • જિલ્લા કલેક્ટર અતુલ ગોરે કર્યું એલાન 

વડોદરાની હરણી બોટ દુર્ઘટના મામલે પણ દર દુર્ઘટના જેવું જ બન્યું છે. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા. 16 બાળકો અને ટીચરનો ભોગ લેનારા વડોદરા હરણીકાંડ પર મોટું અપડેટ આવ્યું છે. જિલ્લા કલેક્ટર અતુલ ગોરની જાહેરાત અનુસાર, હરણી દુર્ઘટનામાં ખરેખર શું બન્યું હતું તે 10 દિવસમાં ખબર પડી જશે કારણ કે તેમણે 10 દિવસમાં સરકારને રિપોર્ટ સુપ્રત કરવાની વાત કરી છે. 

હરણી દુર્ઘટના બાદ તંત્રમાં ગરમાવો 

હરણી દુર્ઘટના બાદ તંત્રમાં ગરમાવો આવ્યો છે. જિલ્લા કલેક્ટર અતુલ ગોરે વીટીવી સાથેની વાતચીતમાં કેટલીક મહત્વની વાતો જાહેર કરી છે. અતુલ ગોરે કહ્યું કે વડોદરા જિલ્લામાં મનોરંજન હેતુથી ચાલતી બોટિંગ સહિતની પ્રવૃત્તિ બંધ કરાવીને જિલ્લામાં ચાલતી રાઇડ્સની ફિટનેસ તપાસનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સુરક્ષાની સંપૂર્ણ ખાતરી કર્યા પછી નવી વોટર ગતિવિધિઓને મંજૂરી આપવામાં આવશે. 

મૃતકોના પરિવારજનોને આજ રાત સુધીમાં રાહતના પૈસા 
અતુલ ગોરે કહ્યું કે આજ રાત સુધીમાં મૃતકોના પરિવારજનોને વડાપ્રધાન અને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી નાણાં ચૂકવાઈ જશે

10 દિવસમાં સરકારને રિપોર્ટ
કલેક્ટરે એવું પણ કહ્યું કે આ દુર્ઘટનાની તપાસ કાર્યવાહી પણ ચાલુ કરવામાં આવી છે અને 10 દિવસમાં રિપોર્ટ સરકારમાં સબમિટ કરવામાં આવશે. 

ટ્રેજેડીમાં 16થી વધુ બાળકો અને ટીચરોના મોત
વડોદરાની અતિ શોકભરી હરણી બોટ ટ્રેજેડીએ ગમગીન કરી મૂક્યા છે. આ ટ્રેજેડીમાં 16થી વધુ બાળકો અને ટીચરોના મોત થયાં છે. માસૂમો ક્યાં જાણતાં હતા કે જેઓ જે પિકનીક પોઈન્ટ પર ગયા છે તેમાં જ તેમણે જળસમાધિ લેવાનો વારો આવશે. આ ભારે ચકચારી ઘટનાથી ગુજરાત સહિત આખો દેશ ગમગીન બન્યો છે. એક તરફ બોટ ટ્રેજેડીમાં મોતનો ભોગ બનનાર બાળકોના નામ સામે આવ્યાં છે.તો બીજી તરફ બોટ માલિક અને સનરાઈઝ સ્કૂલના માલિકનું પણ નામ સામે આવ્યું છે. 

મૃતકોમાં ઘણા એકના એક 
એવું પણ જાણવા મળ્યું છે કે મૃતકોમાં ઘણા એકના એક હતા. કેટલીક કોડભરી કન્યાઓના જીવન માણવાના ઓરતા અધૂરા રહ્યાં છે. 
મૃતકોમાં કોણ કોણ સામેલ 
સકીના શેખ
મુઆવજા શેખ
આયત મન્સૂરી
અયાન મોહમ્મદ ગાંધી
રેહાન ખલીફા
વિશ્વા નિઝામ
જુહાબિયા સુબેદાર
આયેશા ખલીફા 
નેન્સી માછી
હેત્વી શાહ 
રોશની સૂરવે 

મૃતક લેડી ટીચર 
છાયા પટેલ
ફાલ્ગુની સુરતી

કોણ છે બોટનો કોન્ટ્રાક્ટર ?
હરણી લેકમાં જે બોટ ડૂબી ગઈ હતી તેનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના કોન્ટ્રાક્ટરને નામે છે જે મોટું માથું હોવાનું મનાઈ રહ્યું છે, એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પરેશ શાહે નિલેશ જૈનને આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈને અન્ય કોઈને આપ્યો હોવાની માહિતી સામે આવી છે.

પિકનીક બોટ કેવી રીતે ઊંધી વળી 
દેશનો રામમય માહોલ ગમગીન બન્યો છે. ગુજરાતના વડોદરામાં બનેલી મોટી બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 12થી વધુ બાળકોના મોત થયાં છે. મોતનો આંકડો વધી શકે છે કારણ કે બોટમાં 23 બાળકો સવાર હતા, જેઓ પિકનીક પર આવ્યાં હતા. બોટ ટ્રેજેડીનો ભોગ બનેલા બાળકો અને બચી ગયેલા બધા વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના સ્ટૂડન્ટ હતા. બે મોટી ભૂલોને કારણે બોટ ટ્રેજેડી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પહેલી વાત એ કે લાઈફ જેકેટ વગર બાળકોને બોટમાં બેસાડાયા હતા અને બીજું એ કે ખમી શકે તેના કરતાં પણ વધારે બાળકોને બોટમાં ઠાંસવામાં આવ્યાં હતા. ન્યૂ સનરાઈઝ સ્કૂલના 23થી વધુ બાળકો શિક્ષકો સાથે મોટનાથ તળાવમાં પિકનીક પર આવ્યાં હતા પરંતુ બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડાયા હતા અને તેને કારણે તળાવના રાઉન્ડ વખતે બેલેન્સ ખોરવાતાં બોટ ઊંધી થઈ ગઈ હતી જેમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા જોકે તાબડતોબ શરુ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા હતા જ્યારે 12થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાં હતા. 

લાઈફ જેકેટ વગરના બાળકો ડૂબી ગયા
બોટ ટ્રેજેડીની સૌથી કરુણ વાત એ છે કે જે બાળકોએ લાઈફ જેકેટ નહોતા પહેર્યાં તેઓ બધા ડૂબી ગયા પરંતુ લાઈફ જેકેટવાળા વિદ્યાર્થીઓ બચી ગયા હતા. આ ઘટનાથી ચેતવા જેવું એ છે કે પાણીમાં બોટિંગ વખતે લાઈક જેકેટ પહેરવું અનિવાર્ય છે જેથી કરીને અકસ્માતના કિસ્સામાં બચી શકાય.  બોટિંગ કરતી વખતે લાઈફ જેકેટ પહેરવું ખૂબ અનિવાર્ય છે. વડોદરાની આ ઘટનાથી લોકોએ ચેતવા જેવું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ