બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Corporation's new experiment to make Gandhinagar a plastic free city

ઝુંબેશ / ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા કોર્પોરેશનનો નવતર પ્રયોગ: મૂકાયું ક્લોથ બેગ વેન્ડિંગ મશીન, જાણો ખાસિયત

Vishal Khamar

Last Updated: 10:59 AM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સૌ પ્રથમવાર ક્લોથ બેગ વેન્ડિગ મશીન મુકી કોલ બેગ વેન્ડિંગ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનાં બહોળા પ્રચાર માટે પ્લાસ્ટિક રિસાયકલ અને કપડાની થેલી વાપરવા અનુરોધ કરવામાં આવશે.

  • ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા અભિયાન હાથ ધરાયું
  • સૌ પ્રથમવાર ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકાયું
  • ડિજિટલ પેમેન્ટ થકી ક્યુઆર કોડ સ્કેન કરીને બેગ મેળવવાની વ્યવસ્થા

 નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીના સ્થાને કપડાની બેગ વાપરવા પ્રોત્સાહિત કરી નાગરિકોની સ્વચ્છતાલક્ષી આદતોમાં સુધાર લાવવાના હેતુસર સેક્ટર- ૨૧ શાકમાર્કેટ ખાતે એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા સૌપ્રથમવાર ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકી કોલ બેગ વેન્ડિંગ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે તેમ,વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે મળીને સૌપ્રથમ વાર કાપડની થેલી મેળવવાનું મશીન સેકટર ૨૧ શાક માર્કેટ ખાતે આ મશીનમાંથી ૫ રૂપિયાનો સિકકો કે ૨, ૨ અને ૧ રૂપિયાના સિક્કા નાંખવાથી કપડાની એક થેલી મેળવી શકાશે. ૧૦ રૂપિયાની નોટ નાંખવાથી ૨ થેલી નિકળશે અને  ડિજિટલ પેમેન્ટ માટે બારકોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકાશે. આ કલોથ બેગ વેડિંગ મશીનની કેપીસીટી ૫૦૦ બેગની છે. અને તેનો તમામ ખર્ચ એસ્ટ્રલ ફાઉન્ડેશન દ્રારા કરવામાં આવેલ છે. કાપડની એક થેલીની કિંમત ૧૦/- રૂપિયા છે જે જાહેર જનતા માટે ૫/- રૂપિયામાં ઉપલબ્ધ થશે અને થેલી બનાવવાનો વધારાનો ખર્ચ તેમજ તેને ચલાવવાનો અન્ય ખર્ચ એસ્ટ્રલ ફાઉન્ડેશન દ્રારા કરવામાં આવશે અને સખી મંડળની બહેનો દ્રારા આ મશીન ચલાવવામાં આવશે. 

ક્યુઆર કોડ સ્કેન કરીને બેગ મેળવવાની વ્યવસ્થા
આ મશીન મૂકવા માટે સેકટર- ૨૧ શાક માર્કેટમાં જગ્યા આપવામાં આવી છે. આ મશીનમાં વડાપ્રધાનના ડિજિટલ પેમેન્ટ ટ્રાન્સફરનો વધુમાં વધુ ઉપયોગ કરવાના સૂચનને ધ્યાને લઇને ડિજિટલ પેમેન્ટ થકી ક્યુઆર કોડ સ્કેન કરીને બેગ મેળવવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. 

વધુ વાંચોઃ અમદાવાદથી ગાંધીનગર અવરજવર કરનારા આ ખાસ જાણી લેજો, વાઇબ્રન્ટ સમિટ-PMના રોડ શોને ટ્રાફિક પોલીસે જુઓ શું અપીલ કરી

પ્લાસ્ટિક રિસાયકલ અને કપડાની થેલી વાપરવા માટે અનુરોધ કરવામાં આવશે
વધુમાં આ મશીન સિક્કાની અગવડ હોય ત્યારે રૂ. ૧૦ ની નોટ થકી ૨ થેલી નિકાલની પણ વ્યવસ્થા  કરાઇ છે. આવા કુલ ૨ ક્લોથ બેગ વેડિંગ મશીન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને એસ્ટ્રલ ફાઉન્ડેશન સાથે મળીને આ પ્રોજેકટ માટે બહોળો પ્રચાર પ્રસાર કરીને લોકોમાં પ્લાસ્ટિક રિસાયકલ અને કપડાની થેલી વાપરવા માટે અનુરોધ કરવામાં આવશે. જેનાથી પ્લાસ્ટિકની થેલીનો વપરાશ ઘટશે અને તેનાથી સ્વચ્છતા જળવાશે તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતું નુકશાન અટકશે.  આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિહ ગોલ સહિત મહાનુભાવો, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ